SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ નક્કી કંસદેવનો કંઈ કચવાટ હશે. મેં સાંભળ્યું છે કે એને મનમાં ચક્રવર્તી થવાના કોડ જાગ્યા છે. રોફ પણ એવો રાખે છે. દાબ પણ એવો જ બતાવે છે. સસરાની નકલ જમાઈ કરવા નીકળ્યો છે ! પણ શું કાગડો હંસની ચાલ ચાલી શકશે? ચક્રવર્તી રાજા જરા ઊંડો ઊતર્યો : એ મનોમન વિચારી રહ્યો, ‘પોતાની નજર માત્રથી અનેક રાજાઓ પર નાથપણું દાખવી શકે એવી જીવ શાને મેં કંસદેવને વરાવવામાં ડહાપયણ જ કર્યું છે. એક મ્યાનમાં બે તલવાર ન સમાય ! બંને મહત્ત્વાકાંક્ષી હોય તો એમનો ખાનગી સંસાર સુખી ન થાય. ધાર્યું હતું કે કંસદેવ દીકરીનો તાબેદાર બની રહેશે પણ હમણાં કંઈ માંકડને આંખો આવી સંભળાય છે ! વારુ ! વારુ ! ભલે ને એ પણ થોડીક મનમોજ માણતો. બાકી જ્યારે કોઈ બળિયાની સાથે ભેખડે ભરાશે ત્યારે મારું શરણું લીધા વિના એનો છૂટકો ક્યાં છે ! અને એ વખત કાન પકડીને હું એની સાન ઠેકાણે લાવી દઈશ !' ચક્રવર્તી રાજા મૂછમાં હસ્યો. - રક્તવર્ણ સૂર્યબિબ તેજ ની પીળાશ પકડી રહ્યું હતું. જાણે એ સૂર્યબિંબમાંથી નીકળીને રવિરાજનો સાત અશ્વવાળો રથ ચાલ્યો આવતો હોય તેમ, એક રથ આવતો દેખાયો ! ધજા હજી સ્પષ્ટ નહોતી દેખાતી, પણ રથની ગતિ વેગભરી હતી. નક્કી કંસદેવ જ આવતા હોવા જોઈએ ! જરાસંધ વિચારી રહ્યો, અરે, આવા પ્રસંગે તો વહેલાં આવવું જોઈએ. જમાઈ તો દીકરાની જગ્યાએ કહેવાય. રાજ સંબંધો તો બધા સ્વાર્થી ને ખરે વખતે ખાર પર લીંપણ જેવા હોય છે ! ગૃહસ્થના પરિવાર જેવો રાજપરિવારમાં પ્રેમ ક્યાંથી સંભવે ? અહીં તો લોઢું જ લોઢાને કાપે. હશે, આખરે તો એ અંગનો સગો છે, જરા મોટાઈનો શોખ થયો છે, તો ભલે પૂરો કરી લે. રાતનો ભૂલ્યો સવારે ઘેર આવે તોય મોડું ન કહેવાય ! મહારાજ જરાસંધને પુત્રી પર ઘણો સ્નેહભાવ હતો. ને રાજ કાજથી થાકેલો બાપ એની પાસે અંતરનો વિરામ શોધતો. જીવયશા પણ બુદ્ધિમાન હતી, ચતુર હતી, પિતાના પરાક્રમી દિલને કેમ સાંત્વન આપવું તે એ જાણતી હતી. જરાસંધે પોતાના પુત્ર સહદેવને કહેવરાવ્યું કે સત્વરે સામા જઈને કંસદેવ અને જીવયશાને લઈ આવો ! કંસદેવને એમની શિબિરમાં ઉતારજો, જીવયશાને અંતઃપુરમાં આણજો !! આજ્ઞાંતિક સહદેવ દોડતો સામે ચાલ્યો. હવે તો રથ પર મથુરાના રાજાની ધજા ઊડતી સ્પષ્ટ દેખાતી હતી. મહારાજ જરાસંધ બાકી રહેલું નિત્યકર્મ કરવા આવાસમાં ચાલ્યા ગયા, પણ હજી નિત્યકર્મથી એ પૂરા ફારેગ ન થયા ત્યાં દીકરી જીવંયશાનો રુદનસ્વર સંભળાયો. કેવો હૃદયભેદક સ્વર ! 22 D પ્રેમાવતાર જરાસંધ બધું અડધે છોડીને ઊડ્યો, સામે પગલે ધસ્યો : “કાં ૨૩ રે છોકરી !' પિતાજી ! સંસારમાં સહુ હસે, પણ મારે ભાગે તો રડવાનું જ રહ્યું.’ જીવયશા ડૂસકાં ભરતી બોલી. ‘જરાસંધ જેવો પિતા જીવતો જાગતો બેઠો હોય, તોય દીકરી, તારે રોવાનું કારણ ?* ‘પિતાજી ! દિવસ રહ્યો, પણ સૂરજ આથમી ગયો.” ‘તારી વાત હું સમજી શકતો નથી. જીવયશા, સત્વરે બધી વાત કહે. તને આંગળી ચીંધનારના હાથ કાપું, પગ બતાવનારના પગ કાપું.’ પિતાજી, હું વિધવા બની !' જીવયશાએ કહ્યું. “પિતાજી, બહેન અનાથ બની ' ભાઈ સહદેવે કહ્યું. ખબરદાર મને કોઈએ અનાથ કહી છે તો ' જીવયશાએ ભાઈને બોલતો રોકીને કહ્યું, ‘મારો પતિ ગુજરી ગયો છે, પણ આખી પૃથ્વીને સનાથ કરનારો મારો પિતા હજી જીવે છે. જેમને જાકારો આપનારો પિતા જીવતો છે ત્યાં સુધી હું અનાથ નથી: પણ પિતાજી ! છોકરાં છાશ પી ગયાં. ક્ષત્રિયને તો મોત ડગલા હેઠ હોય, પણ આ તો માંકડાં મદારીને રમાડી ગયાં !' ખરો મદારી જીવતો છે, ત્યાં સુધી ચિંતા નથી. કંસદેવને આંગળી પણ અડાડનારની સ્ત્રીઓને હું વિધવા બનાવીને જ જંપીશ. બોલ બેટી, બધી વાત મને સવિસ્તર કહે.' જરાસંધના અવાજ માં ભયંકરતા ભરી હતી. પ્રાસાદના અંતરભાગમાં રમતાં પારેવાં આ અવાજ થી ફફડી ઊઠ્યાં, ને કેટલાંક તો નિચ્ચેતન થઈને ભૂમિ પર ઢળી પડ્યાં. જીવયશાએ બધી વાત ટૂંકામાં કહી અને પછી બોલી : ગોવાળિયાના છોકરા ગાયો ચારતા ચારતા રાજા થઈ બેઠા છે ! ગોપસેના ભલભલા ક્ષત્રિયોને થરથરાવી ગઈ છે. પિતાજી ! કલિયુગ આવ્યો હોય એમ લાગે ‘કલિયુગ ! જરાસંધના બેઠાં કલિયુગ આવે ? અસંભવ દીકરી ! એ ગોવાળિયાઓને હમણાં જ પકડી મંગાવું છું; ને અવળી ઘાણીએ ઘાલી એમનું તેલ કાઢું છું. બેટી, શાંત થા અને તારા પિતાનો પ્રભાવ જો !' રાજા જરાસંધ આટલું બોલીને બહાર નીકળી ગયો. થોડી વારમાં આખું પાટનગર રણર્શીગાના નાદથી ગાજી રહ્યું. રાજા જરાસંધનો જન્મદિન યુદ્ધદિનમાં ફેરવાઈ ગયો ! ચક્રવર્તી રાજા જરાસંધ 23
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy