SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ અંગ અને બીજી માતાના અંગમાંથી બીજું અડધું અંગ એમ અડધો અડધો એ જન્મ્યો હતો. આ રાજવીને પોતાના ઉદરમાં રાખવાની કોઈ એક માતાની તાકાત નહોતી. વળી કહે છે કે જરા નામની આસુરી શક્તિ આ રાજકુળની સેવામાં સદા હાજર રહેતી. એ જરાએ રાજાનાં બંને અંગોને સાંધીને એક કર્યો, ત્યારથી જ એ જરાસંધ કહેવાયો. જરાસંધનું સાચું બળ એ પોતે હતો, પણ એના કરતાં એના બે મંત્રીઓ વિશેષ હતી. એક મંત્રીનું નામ હતું હંસ. બીજા મંત્રીનું નામ હતું ડિંભક, સામ, દામ, દંડ ને ભેદ - આ ચારે વિદ્યામાં આ બે ભાઈઓ કુશળ હતા. બંને ભાઈઓ કરૂ ષક નામના દેશના રાજા હતા. બંનેને વરદાન હતું કે એ શસ્ત્રથી મરે નહિ, બંનેનો પરસ્પર પ્રેમ પણ એવો હતો કે એક વિના બીજો પ્રાણ ધારણ કરે નહિ! આ બે મંત્રીઓ જરાસંધના બે બાહુ સમાન હતા, અને જરાસંધને એનો મોટો ગર્વ હતો. આ ઉપરાંત જ રાસંધની અપ્રતિહત યુદ્ધ શક્તિનો મર્મ એના સેનાપતિ શિશુપાળમાં છુપાયેલો હતો. શિશુપાળ એ કાળનો સમર્થ યોદ્ધો હતો. એ ચેદિ દેશનો રાજા હતો, યદુવંશી હતો, કૃષ્ણ-બલરામની ફોઈનો દીકરો થતો હતો. પૂર્વે હિરણ્યકશિપુ નામનો એક મહાન બળવાન રાજા થઈ ગયો. એણે સંસારના તમામ રાજાઓને હરાવીને પોતાના રાજમાં ઘંટીએ બેસાડ્યા હતા, ને દળણાં દળાવ્યાં હતાં. કહેવાતું કે હિરણ્યકશિપુનાં બળ, પરાક્રમ અને ગર્વ લઈને શિશુપાળ જમ્યો છે. આવા વિશિષ્ટ માણસોના જન્મ માટે જાતજાતની વાતો જોડાય છે. કહેવાય છે કે શિશુપાળ જમ્યો ત્યારે તેને ત્રણ આંખો અને ચાર હાથ હતા. અને જન્મતાંની સાથે ગર્દભના જેવો ભયંકર સૂર એણે કાચો હતો. આ સૂરથી એ સમયે બધા ભયભીત થઈ ગયા હતા, અને તેને ફેંકી દેવાની તૈયારી કરતા હતા, ત્યાં એક વિદ્વાને એના ગ્રહો જોઈને કહ્યું : “આ બાળક શ્રીમાન અને બળવાન થશે.’ આ શિશુપાળ રાજાને વિદર્ભના રાજાએ પોતાની પુત્રી રૂક્ષ્મણિ આપવાનું વચન આપ્યું હતું. કહેવાતું કે સમગ્ર પૃથ્વીને જીતવા માટે રાજા જરાસંધ, સેનાપતિ શિશુપાલ અને મહામંત્રી હંસ ને ડિભક એ ચાર જણા પૂરતા હતા. 20 પ્રેમાવતાર આવો મહાન ચક્રવર્તી રાજા જરાસંધ આજ સવારથી જ ખુશમિજાજ હતો. આજે એનો જન્મદિવસ હતો ને એ પ્રસંગે હાજર થઈ ધન્યવાદ આપવા દૂરદૂરના રાજાઓ પાટનગરીના પાદરમાં શિબિરો રચીને રહ્યા હતા. એ શિબિરો પર જુદી જુદી જાતની ને જુદી જુદી ભાતની ધજાઓ ફરફરતી હતી. ચક્રવર્તી રાજા થોડીવાર એ ધજાઓને નિહાળી રહ્યા : કઈ ધજાના ચિહ્નથી અંક્તિ ક્યાં ક્યાં રાજ્યો આવ્યાં હતાં, તેનો નકશો માનસપટ પર એ ઘેરી રહ્યો. એ રાજ્યનો રાજા કોણ છે, એને સંભારી રહ્યા. સામાન્ય રીતે પોતાના ચરણારવિંદની સેવામાં નાનપ સમજે એવું રાજ ભારતવર્ષમાં એ કાળે કોઈ નહોતું ! મહારાજ જરાસંધની નજર પાટનગરીના પૂર્વભાગ પરથી જરા વળાંક લઈ ગઈ. ત્યાં મોટાં મોટાં મકાનોમાંથી ગૂંચળાં વળતો ધુમાડો બહાર નીકળતો હતો. એ પાકશાળાનાં મકાનો હતાં. જન્મદિવસના મહાભોજ નિમિત્તે એમાં નવીન પ્રકારનાં ખાદ્ય અને પેય તૈયાર થઈ રહ્યાં હતાં. ખાદ્ય માટે તો મગધના શિકારખાતાએ જંગલોનાં જંગલો ફેંદી નાખ્યાં હતાં; ને પશુઓનો અને પંખીઓનો ભયંકર સંહાર કર્યો હતો. અતિથિ કોઈ પણ પશુના માંસની વાની માગે કે કોઈ પંખીના માંસની રાબ માગે તો તે તરત હાજર કરવામાં આવે તેવો પ્રબંધ પાકશાળામાં કરવામાં આવ્યો હતો. રાજાઓનો યુદ્ધ પછીનો શોખ મઘ અને માનુનીનો હતો અથવા એમ કહીએ કે મઘ અને માનુની પછીનો શોખ યુદ્ધ હતો. મદ્ય અને માનુની જાણે એકબીજાના પર્યાયવાચી હતાં. બંનેથી કેફ જામતો. એક મદ્યના પ્યાલા જે ટલી જ સરળતાથી અહીં માનુની મળતી, મલય, કેક, મદ્ર, અંગ, કલિંગ, અસમ જેવા પ્રદેશોનાં નારીરૂપોનો અહીં સંગ્રહ હતો. એકને જુઓ અને એકને ભૂલો એવાં એ રૂપ હતાં. લગભગ તમામ રાજાઓ આવ્યા હતા. બધાથી પાટનગરી પરિપૂર્ણ હતી; પણ જમાઈ અને દીકરી હજી સુધી આવ્યાં નહોતાં ! મથુરાપતિને સજોડે આવવાના તારીદના સંદેશા ક્યારના મોકલાઈ ગયા હતા. પોતાનો સંદેશો મળતાં એક પળ માટે પણ ન થોભનારી વહાલસોઈ દીકરીએ આ વખતે આટલો વિલંબ કાં કર્યો ? આજ બપોરની રાજસભાને શોભાવવા ન જાણે ક્યાં ક્યાંના રાજા, મહારાજા, શ્રેષ્ઠીઓ, સામંતો ભેટશે આવ્યા હતા. સહુ માટે મોજ શોખનાં પૂરતાં સાધનો તૈયાર રાખ્યાં હતાં. સહુ ખાશે, પીશ, નૃત્ય કરશે, ને પોતાનાં જમાઈ-દીકરી એમ ને એમ રહેશે શું ? ચક્રવર્તી રાજા જરાસંધ 21
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy