SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વડીલો જેને તજે, નાનાં એને સજે, આપની જ આ ભેટ મેં બાંધી છે!” ‘સત્યારાણી ! તમે તો જબરાં યુદ્ધશોખીન છો, પણ યાદ રાખો કે જો યાદવો મારા મતથી વિરુદ્ધ ચાલશે, તો આ હળથી સમસ્ત પૃથ્વી ખોદી નાખીશ. મારો ગુસ્સો જોયો છે ?' બલરામજી આવેશમાં હતાં. ‘આપનો ગુસ્સો આપનાં શસ્ત્રથી વધુ તીક્ષ્ણ છે, પહેલાં એ તજો !' સત્યારાણીએ કહ્યું. 49 રાજનો હૃદયબાગ. ‘તપ વિના એ તેજી શકાય નહિ.” રાજે કહ્યુ. બલરામજી ટીકા સહન કરી શકતા નહિ, પણ આ બે સુંદરીઓ પાસે એ નરમ થઈ જતા. તેઓનું ગમે તેવું કહેવું સાંભળી લેતા, લેણદેણ અપૂર્વ હતી. ‘તો વિરોધમાં માનું છું. આજે યુદ્ધનો હું વિરોધ પોકારીશ, કાલે પાંચસો જણા મારા મતના થશે, ને વિરોધ પોકારશે. પાંચસોમાંથી પાંચ હજાર મને અનુસરશે અને છેવટે કોઈ લડનાર જ નહિ મળે, પછી લડાઈ થશે કેવી રીતે ? બાકી તપ એ તો સાધુભગતનું કામ છે, ને યુદ્ધ એ લડાયક મનનું કારણ છે.” બલભદ્રજીએ પોતાનો અભિપ્રાય આપીને વિદાય માગી. બલરામજીને ના પાડનાર કોણ ? યાદવોનો એક સમુદાય એમને અનુસરવા તૈયાર ઊભો હતો, થોડી વારમાં તેઓ યુદ્ધવિરોધી પોકાર કરતા દ્વારકામાંથી પ્રસ્થાન કરી ગયા. આ તરફ મધ્યાહુને શ્રીકૃષ્ણ ગોપસેના સાથે છડી સવારીએ કુરુક્ષેત્ર તરફ રવાના થયા. દ્વારકા ખાલી થઈ ગયું. સત્યારાણી કુરુક્ષેત્રે સંચરતાં રાજ એકલી થઈ ગઈ ! યૌવનને અને એકાંતને કદી બનતું નથી. પ્રણયી ઉરને એ ભડકે બાળે છે, મનમાં કંઈક ભૂતભ્રમણાઓ જગાવે છે; ને ઘણીવાર માણસને ગાંડો પણ બનાવી મૂકે છે. રાજ એકલી પડી, એકાંતે બેઠી. એના ઉરમાં ભડકા જાગ્યા. જે વાતનો રાજ મક્કમપણે ઇન્કાર કરી રહી હતી. એ વાત જ આજે બની રહી હતી ! રાજના હૃદયબાગમાં આજ સુધી ચૂપ બેઠેલો બપૈયો ખૂબ વ્યાકુળ બનીને પોકાર પાડી રહ્યો. રાજ દિવસ તો જેમ તેમ પસાર કરતી; અહીં ગઈ, ત્યાં ગઈ, મહામહેનતે રાત પાડતી; પણ રાતે એને કેમે કરી નિદ્રા ન આવે અને કાર્યારિક આંખ મિંચાય તો સપનાં સતાવવા લાગે ! સ્વપ્નમાં ને સ્વપ્નમાં રાજ ઊઠીને દોડે, પોકાર કરે, ‘ઓ નેમ નગીના! તારી રાજ તને પુકારે ! જરા સાંભળ તો ખરો ! પળવાર થોભ તો ખરો !' પણ નેમ નગીનો તો પશુડાંનો પોકાર સાંભળીને સીધો રેવતાચલ પર ચાલ્યો ગયો હતો, અને ત્યાં પર્વતની ટોચ પર પદ્માસન વાળીને બેસી ગયો હતો. એને પશુઓનાં કંદન પીડતા હતાં. દુનિયાનાં કંદને એને થોભાવવાં હતાં. રાજ પોકારી પોકારીને થાકી, પણ નેમ નગીનાનો કંઈ જવાબ ન મળ્યો! અહીં દ્વારકા બધી ખાલી થઈ ગઈ હતી. યાદવો લડવા ચાલ્યા ગયા હતા. બલરામ તીર્થયાત્રાએ ગયા હતા, શ્રીકૃષ્ણ કુરુક્ષેત્રે સંચર્યા હતા. સત્યારાણી એમની સાથે ગયાં હતાં. પોતાની માતા સાથે સંભાષણ કરવા જેટલી સૂધ નહોતી. રથનેમિના પ્રસંગમાં નિષ્ફળતા મળ્યા પછી મા-દીકરી વચ્ચે ખાસ વાતનો પ્રસંગ પડતો નહિ. રાજે કામમાં ચિત્ત પરોવ્યું, પણ એને શાંતિ ન લાધી. 360 D પ્રેમાવતાર
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy