SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ મોટી જાન જોડીને પરણવા આવ્યા હતા એ વાત જ ભૂલી ગયા. વખત વેગથી વહી રહ્યો હતો. અને વિચારમાં ને વિચારમાં સારથિને વળી પ્રશ્ન પૂછી બેઠા, ‘સારથિ, મારા લગ્નમાં આ બધાં પશુ-પંખીઓનું શું કામ ?” સારથિએ ગંભીર બનીને અચકાતાં અચકાતાં જવાબ આપ્યો, ‘કુમાર ! એ બધાં પણ તમારી લાખેણી જાનની સરભરા કરવા આવ્યાં છે.’ ‘પશુપંખી વળી જાનની સરભરા શું કરવાનાં હતાં !' નેમે સહજ પ્રશ્ન કર્યો. સારથિએ કહ્યું, ‘એ પશુપંખીઓનાં કલેવરોને વધેરી વધેરીને એમના માંસથી તમારી જાનને માટે મધુર-મિષ્ટ વાનીઓ તૈયાર કરવામાં આવશે, જોજો ને, એ વાનીઓ જમીને તમે અને તમારા જાનૈયા કેવા રાજીરાજી થઈ જાવ છો! આવાં 45 બીજા બધા પર તો...” પણ નેમ હવે વધુ સાંભળી ન શક્યા. એમણે સારથિને વચ્ચે જ અટકાવીને કહ્યું, ‘બસ કર સારથિ ! મારે તારી વાત આગળ નથી સાંભળવી!' નેમના અંતરમાં કરુણાનો સાગર ઘૂઘવવા લાગ્યો. એમનું હૃદય પોકારી રહ્યું. ‘પળવારના આનંદ માટે આ તે કેવું મોટું પાપ !' એમનું મન-ચિત્ત પશુઓના પોકારથી વ્યાપ્ત થઈ ગયું. ઓહ, આખો સંસાર મૃત્યુથી પીડાઈ રહ્યો છે. ઇચ્છે કે ન ઇચ્છે, કસાઈ જેમ ઘેટાંને સંહારે એમ થમ માનવોને હણી રહ્યો છે. જગતનો અવિચળ નિર્ણય છે કે જે હણે છે, એ હણાય છે ! અહીં પંખીને પશુ હણે છે, પશુને માનવી હણે છે. માનવીને યમ હણે છે ! કેવી કરણી ! મૃત્યુપોકોથી જગત પ્લાન ને ગ્લાન બની રહ્યું છે ! કોઈ કોઈને બચાવનાર નથી. આ પશુઓના પોકારમાં મને સંસારના જીવમાત્રનો પોકાર સંભળાય છે. જાણે આક્રંદ કરી રહ્યાં છે, બચાવો અમને મૃત્યુના ફંદામાંથી! નેમકુમારને થોડી વાર સમાધિ લાધી ગઈ. સારથિ એમની આ આદતથી પરિચિત હતો. એ એમના મોં પર વર્ષોની વાદળીઓનો ઘટાટોપ જામતો જોઈ રહ્યો. નેમ પળવાર સાગરની જેમ ગંભીર બની રહ્યા. થોડી વારે સ્વસ્થચિત્ત થઈને એમણે સારથિને એટલું જ કહ્યું, ‘ભલા સારથિ ! સર્યું આવા લગ્નથી ! રથ પાછો અષાઢના ગોરંભાયેલા આભ સામે માણસ વર્ષોની આશાએ મીટ માંડી રહે, અને એકાએક વજાતનો પ્રહાર અનુભવે એવી દશા જાનમાં અને માંડવે થઈ રહી! ‘નેમકુમારે રથ પાછો વાળ્યો છે !' વનપાલકે આવીને વર્તમાન આપ્યા. આ વર્તમાન વધામણીના નહોતા; આપવા જેવા નહોતા, પણ વનપાલકને પોતાનું કઠોર કર્તવ્ય બજાવ્યા વિના બીજો કોઈ માર્ગ નહોતો. | ‘શા માટે રથ પાછો વાળ્યો ? કંઈ કારણ ?’ રાજ્યશ્રીના પિતાએ પ્રશ્ન કર્યો. સત્યારાણીનો ધમાધમનો અવાજ હજીય આવતો હતો, નાની વાતમાં પણ મોટી ધમાલ મચાવી મૂકવાનો એમનો સ્વભાવ હતો. વર્તમાન સાંભળીને રાજ્યશ્રી નીચે ધસી આવી અને વનપાલકને ફરી ફરીને સમાચાર પૂછી રહી; ઉલટાવી ઉલટાવીને પૂછવા લાગી, ‘હાં તો રથ પશુવાડા આગળ થંભ્યો હતો, કાં ?* “ના. તેમણે થંભાવ્યો હતો.વનપાલકે કહ્યું. ‘રથ પાછો વાળ્યો ત્યારે તેઓ કંઈ બોલ્યા હતા ?' રાજ્યશ્રી વિશેષ અતુરતાથી પ્રશ્ન કરી રહી. ‘ખાસ કંઈ નહીં, ફક્ત એટલું કહ્યું કે સારથિ ! સર્યું આવા લગ્નથી !રથ પાછો વાળી લે !' - ‘ને શું સારથિએ કંઈ પણ કહ્યા વગર રથ પાછો વાળી લીધો ?* રાજ્યશ્રી વિશેષ પૃચ્છા કરી રહી. વનપાલકે વિગતથી વાત કહેવા માંડી, ‘સારથિએ કહ્યું કે ‘રથ પાછો શા માટે વાળવો છે ?” નેમ બોલ્યા, ‘કે જોતો નથી, આ પશુવાડો ?” સારથિએ કહ્યું કે “એ તો આપનાં લગ્નની મિજબાની માટે છે.’ વાળ !' 332 પ્રેમાવતાર
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy