SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ “પિયુના ભાલને સ્પર્શીશ એટલે ત્યાંનું કુમકુમ મારે ભાલે સ્વયં અંકાઈ જશે !' રાજ્યશ્રી લાડ કરતી બોલી. મધુ રાજ્યશ્રીની ભાવગરિમા ને કલ્પનામાધુર્ય પર ઓવારી ગઈ. સ્વામી હજી દૂર છે, મંગલફેરા હજી બાકી છે, પવિત્ર અગ્નિની સાક્ષીએ હજી સાથે ડગ ભર્યા નથી, ને રાજ્યશ્રી ! તું તો જાણે અત્યારથી જ પરિણીતા બની ગઈ!' ‘મધુ ! મને તો લાગે છે કે અમે જન્મજન્મનાં સાથી છીએ. લગ્ન તો અમારાં યુગો પહેલાં ઊજવાઈ ગયાં છે !' તો પછી આ બધી વિધિની જંજાળ શા માટે ?” ‘એ બધું તો તમારે માટે છે, અમારે એની જરૂર નથી.’ અને તેં કરેલો આ સિંગાર ?” રાજ્યશ્રી હજી અર્ધભાનમાં હતી; એ કશું ન બોલી. ‘તો આ જાન પાછી વાળું ?' ‘ભલે, એમાં મને શું ?” નેમકુમારના રથને આગળ વધતો રોકું ?' ‘ભલે, રથની સારથિ હું છું.’ ‘ઘેલી ! તું આવું બોલે છે, તો જેમકુમાર લગ્નની ના કહેશે.' ‘ભલે કહે, એ તો ગુપ્ત લગ્નના હિમાયતી છે. મારી સાથે ન જાણે એ ક્યારના બંધાઈ ગયા છે.” રાજ્ય શ્રી આજ દિવ્ય દેશમાં વિહરતી હતી. પણ જાણે મધુમાલતીના શબ્દોનો પડઘો પડતો ન હોય તેમ, દૂર દૂર ગૃહમંડપના દ્વારે આવીને યાદવ મંડળી એકાએક થંભી ગઈ. યાદવ જાનૈયાઓ હોંશમાં ને હોંશમાં આગળ વધી ગયા, અને વરલાડાનો રથ પાછળ રહી ગયો. આજે એક એક યદુવંશીને હૈયે પોતાના લગ્ન જેટલો આનંદ હતો. પૃથ્વીની કોઈ પદ્મિનીને પરણવા જાણે સ્વર્ગનું દેવમંડળ જાન જોડીને આવ્યું હોય એવું લાગતું હતું. પણ રે, વરરાજાનો રથ એકાએક પશુવાડાની વાડ પાસે થંભી કાં ગયો? એ બંધિયાર વાડામાં પ્રાણીઓને બેડીમાં જ ડ્યાં હતાં. રાજ્યશ્રીની લગ્નની બેડી એક પ્રકારની હતી. આ પ્રાણીઓની બેડી બીજા પ્રકારની હતી; છતાં બંને વચ્ચે એક સામ્ય હતું. બંનેની બેડી જીવ ગયે છૂટવાની હતી. એમાં તત્ત્વ એક હતું : પોતાની જાતને અર્પણ કરી અને તૃપ્ત કરવાનું ! દેવોના રાજા ઇંદ્ર જેવો દર્પ અને વૈભવ ધારીને રથમાં બેઠેલા નેમકુમારે 330 પ્રેમાવતાર એકદમ પોતાના રથને થોભાવી દેવા સારથિને આજ્ઞા કરી. એ સુવિચક્ષણ સારથિએ કહ્યું, ‘સ્વામી ! લગ્નનું મંગલ મુહૂર્ત પાસે છે ! રથ થોભાવીશ તો મુહૂર્ત વહી જશે.' ‘શું લગ્ન મૃત્યુ જેટલું અનિવાર્ય છે ?” ‘ના પ્રભુ ! એ તો લૌકિક સંસ્કાર છે.’ ‘એ સંસ્કાર બીજે ચોઘડિયે થઈ શકે કે નહીં ?' ‘શા માટે નહિ ? દિગ્ગજ જોશીઓ આપણી સાથે છે. પણ છપ્પન કોટી યાદવો રાહ નહિ જોઈ રહે ? આપણી એક પળનો વિલંબ છપ્પન કોટી યાદવોની અસંખ્ય પળોનો વિલંબ લેખાશે, જેમકુમાર !' ‘એવી વાતો ન કર ! ન જાણે કેટલા યુગોથી મોહનિદ્રામાં આખું જગત પડ્યું છે. એની પાસે પળોનો તો શું, યુગોનો પણ હિસાબ નથી, સારથિ ! તું રથને વાડની નજીક લે, હું આ પશુઓને જોવા ઇચ્છું છું.' | ‘કુમાર ! એમાં જોવાનું શું હતું ? સ્વામી ! આપ લગ્નનો શોખ માણશો અને જાનેયા જીભનો સ્વાદ માણશે. લગ્નમાં વરકન્યા સિવાય અન્યને તો જમવા-રમવાનો જ લહાવો હોય ને ?’ સારથિ બોલ્યો. | ‘ભલા સારથિ, હું તને બીજી આજ્ઞા ન કરું ત્યાં સુધી મૌન રહેજે !' નેમકુમારના શબ્દોમાં તીરની તીણતા હતી. | ‘જેવી સ્વામીની આજ્ઞા.' સારથિએ રથ ધીરે ધીરે પશુવાડાની પાસે લીધો. જંગલોમાં મનમોજથી સ્વતંત્રપણે વિહરતાં પશુઓ માનવીય આક્રમણનો ભોગ થઈને, બંદીવાન બનીને અહીં પડ્યાં હતાં. પરતંત્રતાને માનવી સહ્ય કરી શકે, પણ પશુઓ કરી શકતાં નથી. તેઓ તો સ્વતંત્રતાનો સદા ઉપભોગ, કાં મૃત્યુની ખોજ , એ બે વાતમાં માનનારાં હોય છે. આવાં પશુઓને જીવન ભારે થઈ પડ્યું હતું. અને આ કારમાં સંકટમાંથી મુક્તિ મેળવવા એ માથે માથાં પછાડી રહ્યાં હતાં. ખીલા ખડખડતા હતા, ને દીનતા એમના ચહેરા પરથી ટપકતી હતી. નેમ કુમારે આ દુખિયારાં જાનવરો જોયાં. એવામાં એમની નજર પાંજરે પુરેલાં અને વાડાના આંગણમાં ફરતાં અસંખ્ય પંખીઓ ઉપર પડી, વનવગડામાં કે નગરમાં સ્વતંત્રપણે ઊડતાં એ જીવો વગર ગુનાએ આજે કેવાં બંધનમાં પડયાં હતાં ! તેમનો કરુણાળુ આત્મા જાણે એ મૂક પશુ-પંખીઓનાં અંતરની વેદના વાંચી રહ્યો. એમને થયું : જાન મારી જોડાઈ છે, એમાં આ હજારો નિર્દોષ પશુપંખીઓના જાન સાથે રમત શા માટે આદરી હશે ? પળવાર નેમકુમાર ઊંડા વિચારમાં ઊતરી ગયા, જાણે પોતે વર બનીને અને સુણી પશુડાં પોકાર 1 331
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy