SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ 43 જાન આવી, જાન આવી લંબકર્ણ આગળ વધ્યો. સિંહ પાછળ. આગળ જતાં બિલોરી કાચ જેવા જળવાળો એક કૂવો આવ્યો. લંબકર્ણ ડરતાં ડરતાં કૂવામાં જોઈને કહ્યું, ‘હજૂર ! આપનો એ પ્રતિસ્પર્ધી આ કૂવામાં ગ્રીષ્મસ્નાન લઈ રહ્યો છે.” એમ કે ?” સિંહદાદાએ પાસે જઈને જોયું તો ખરેખર, પોતાનો હરીફ સિંહ એમાં છુપાયો હતો ! સિંહદાદાએ પળવારનો પણ વિલંબ કર્યા વગર અંદર ઝંપલાવ્યું. અંદર જઈને પંજાના પ્રહાર કરવા માંડ્યા, પણ વ્યર્થ ! થોડી વારમાં એ પોતે થાકી ગયો, પાણીમાં ડૂબી ગયો ને મરી ગયો. લંબકર્ણ શાંતિથી પાછો ફર્યો ને તમામ વાત પોતાના સમાજને વિદિત કરી. સિંહને હણનાર લંબકર્ણને સહુએ અનેક જાતના પ્રશ્નો કર્યા. આ બન્યું કઈ રીતે એ જ નવી નવાઈનો પ્રશ્ન બની રહ્યો. લંબ કર્ણે કહ્યું કે બુદ્ધિનું વિજ્ઞાન બળના જ્ઞાન કરતાં અજબ છે. બળનો ગર્વ નિરર્થક છે. કાલે વાઘ આપણા પ્રજાજનો હશે, દીપડા આપણા દાસ હશે, સસલા સમ્રાટપદ શોભાવશે, અને નિર્બળ નાયક બનશે. પશુરાજ્ય અજબ ખુમારીથી જીવી રહ્યું. પણ એક સવારે કેટલાક લોકો હોહો કરતા દેખાયા. તેઓના હાથમાં દોરડાં હતાં, ને તીક્ષ્ણ હથિયાર હતાં. તેઓ એક એક મૃગને પકડીને બાંધતા હતા અને બાંધીને એ કે પાંજરા જેવા ગાડામાં હડસેલતા હતા. કોઈ બંધનમાં બંધાવા તૈયાર ન થતા, તે તેઓને શસ્ત્રના ઘા સહેવા પડતા. રે ! શાંત, સુખી જિંદગીમાં આ ઉલ્કાપાત શા ? શાંત નાગરિક ધર્મનો અવરોધ શા માટે ? ચતુર પશુઓએ તુરતાતુરત સભા ભરી, ગુપ્તચરોને તાકીદે હેવાલ લઈને હાજર થવા ફરમાન થયું. ઠરાવ ઘડવા માટે ચતુર સસલાંઓ બેસી ગયાં. બુદ્ધિનું દહીં કરી નાખી જડબાતોડ ઠરાવ ઘડી કાઢયો પશુરાજ્યમાં એકાએક દુ:ખનો દારુણ દવ ફાટી નીકળ્યો, ત્યારે દ્વારકા અને ગિરિનગરનાં શેરીઓ, ચવરો ને મહાલયો આનંદની છોળોથી નહાઈ રહ્યાં હતાં. આનું નામ સંસાર ! એકને સુખનું સરોવર અને બીજાને દુ:ખના ડુંગર ! | અષાઢી બીજ આભમાં દેખાઈ ન દેખાઈ, જળભરી વાદળીઓ પૃથ્વી પર છંટાઈ, ઠેરઠેર લીલી હરિયાળીથી જનપ્રદેશ છવાયો ન છવાય ને શ્રાવણ સુદ બીજનો ચાંદ આભમાં રહેલી આડ જેવો શોભી રહ્યો. શ્રાવણનો મહિનો તો પિયુને પરદેશથી પાછા વળવાનો મહિનો. વિરહિણી નવપરિણીતા, નવયવના યા દીર્ઘ પરિણીતા કે પ્રૌઢા સ્ત્રીઓની આ મહિનામાં જળ વિનાનાં મીન જેવી સ્થિતિ હોય; ત્યારે વાગુદત્તાના દિલની વાત તો પૂછવી જ શી! શ્રાવણની વાદળીઓ જેમ ઝરમર ઝરમર વરસે, એમ વિયોગિની, વાગ્દત્તાનું હૈયું પણ આંખ વાટે ટપક-ટપક થતું રહે. પણ પારકાના અંતરના અંતર્યામી સમાં શ્રીકૃષ્ણ અને સત્યભામાં બધું જાણતાં હતાં; અને તેથી એમણે જ આ વિવાહ જલદી રચાવ્યો હતો. એક રીતે કહીએ તો આ બધી ગોઠવણ ચકોર રાજની પોતાની જ હતી. એણે જ બલરામ, શ્રીકૃષ્ણ અને તેમની ત્રિપુટીને એકત્ર રાખવાના હેતુથી આ લગ્નસંકેત રચ્યો હતો. કેવું મીઠું બહાનું ! નેમકુમાર અને રાજ્યશ્રીનાં લગ્નની શુભ કંકોતરીઓ દેશોદેશ રવાના થઈ ગઈ હતી. દેશદેશના રાજાઓ કુરુક્ષેત્ર ખાતે મંડાનારા ભાઈ-ભાઈ વચ્ચેના યુદ્ધના સંહારયામાં ભાગ લેવા જવાના હતા, અને શસ્ત્ર તથા સૈનિકોને તૈયાર કરી રહ્યા હતા, ત્યાં એમને આ લગ્નનું નિમંત્રણ મળ્યું ! લગ્નની વાત તો આમેય મનગમતી લાગે છે, ત્યાં પછી જીવલેણ લડાઈને કોણ ચાહે ? લડાઈની તેયારીઓ અડધે અટકી ગઈ અને બધાએ લગ્નમાં જવાની 322 1 પ્રેમાવતાર
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy