SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ “ના, તપ, ત્યાગ અને સંયમથી ! વારુ મધુ ! તું હાથીથી બચવા કૂવાને શરણે ગઈ હતી, ખરું ને ?” ‘રે ! નેમકુમાર ! આ બધા માહિતી તમને ક્યાંથી ?'' મધુ ! બીજી વાત પછી. તું જાણી લે કે કૂવો એ મનુષ્યજન્મ ! સત્કર્મનાં જળ એમાં છલકાવવાં જોઈએ.’ એ કૂવાનું તળિયું તો સાવ સૂકું હતું.' માનવીનાં જીવન હૃદયની આર્દ્રતાથી રહિત બન્યાં છે; એના મનની આર્દ્રતાકુણાશ સાવ સુકાઈ ગઈ છે. માનવી રેતીનો, માટીનો ને મોતીનો એવો લોભી થયો છે કે એ બાહ્ય વસ્તુ માટે લોહી દેતાં ખચકાતો નથી. જે સાથે નથી આવવાનું એના માટે લોકોનો અજંપો વધુ છે, ને જે સાથે આવવાનું છે એને કોઈ સંભારતું નથી ! એ પછી ત્યાં તે ચાર ફણિધર સર્પ જોયેલા, કાં ?” નેમકુમાર સાવ સ્વાભાવિકતાથી વાતો કરી રહ્યા હતા. રાજ્યશ્રી આ અદભુત વાતો સાંભળી રહી હતી. એને નેમકુમાર આજે રાજકુમાર કરતાં એક યોગી વિશેષ લાગ્યો. ક્ષત્રિયના ફરજંદમાં આવી વિચારસરણીફિલસૂફી સંભવી જ કેમ શકે ? ત્યાં તો તડ ને ફડ હોય ! મધુને તો નેમ ફિલસૂફ નહિ પણ જાદુગર લાગતા હતા. એ બોલી, ‘એક નહિ પણ ચાર ચાર સર્પ !' એક અજગર ત્યાં મોં ફાડીને પડ્યો હતો, ખરું ને ?’ નેમકુમારે આગળ પ્રશ્ન કર્યો. મધુને થયું, ‘ખરેખર, નમે રચેલી કોઈ માયાજાળમાં જ પોતે ફસાઈ પડી હતી!” ‘હા, હા. જબરો અજગર હતો.” મધુ બોલી. ‘એ પાંચ જણાને મધુ, તું ઓળખે છે ?” ‘શાબાશ ! નેમ, અજબ તમારી વાત છે. વારુ, હું એક વડલાની વડવાઈને લટકી રહી હતી, એ કઈ વાતનું પ્રતીક હતી ?” - ‘આયુષ્યની ડાળે માણસ લટકી રહ્યો છે. આયુષ્ય બળવાન હોય ત્યાં સુધી કોઈ કંઈ કરી શકતું નથી. સર્પ ભલેને ફૂંફાડા મારે, અજગર ભલેને ફુલ્કાર કરે!” નેમકુમારની વાતમાં આ બે સખીઓને અને મળવા આવેલી અનેક યાદવ કન્યાઓને ભારે રસ આવ્યો. અદ્ભુત હતી આ વાર્તા ! ‘રે કુમાર ! એ ડાળ પર એક ધોળો ને એક કાળો એમ બે ઉંદર પણ હતા. એ કઈ વાતના પ્રતીક હતા ?' ‘આયુષ્યરૂપી ડાળને કરકોલનારા એ શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષરૂપી કાળ-ઉંદરો હતા. આપણે સમજીએ છીએ કે આપણી ઉંમર વધતી જાય છે. પણ ખરી રીતે ઉમર રોજ ને રોજ ઘટતી જાય છે. કાળો ને ધોળો ઉંદર એને નિશદિન કરકોલી રહ્યા હોય નેમ કોઈ મહાજ્ઞાનીને શોભતી વાતો ચર્થી રહ્યો. એ આગળ બોલ્યો, માણસ દુઃખી દુઃખી છે, એના અંતરમાં એનું ભાન પણ છે, એ જાણે છે કે જન્મેલાને માથે મોત છે. છતાં એ ક્રોધ કરે છે ત્યારે સમજે છે કે પોતે ક્યારેય મરવાનો જ નથી, પોતાના શત્રુ મરવાના છે ! એવી રીતે માન માયા, ને લોભનું છે. માનવીને ધનરૂપી મધુ મળે છે. ધાન્યરૂપી મધુ મળે છે, કુટુંબરૂપી મધુ મળે છે ને માણસ એ મધુની મીઠાશમાં ફસાઈ ભૂલી જાય છે. એ ભૂલી જાય છે કે જીવન ક્ષણભંગુર છે. મોત માણસનાં કદમેકદમ દબાવતું પાછળ પડ્યું છે.” ‘સુંદર છે આ ધર્મવાર્તા !' રાજ્યશ્રીએ કહ્યું. એના મન પર આ વાતની મધુ કરતાં વધુ અસર થઈ હતી. ધર્મવાર્તા નહિ, લગ્નવાર્તા કરો. રાજ્યશ્રી ! નમકુમાર તૈયાર છે.” મધુએ મૂળ વાત કહી, ‘તેં એમને અવિવેકી કહ્યા, માટે કુમારની માફી માગ !' ‘માફી તો જરૂર માગીશ, પણ પહેલાં લગ્ન રચાઈ જવા દો ! ચાલો, ત્યાં રાજપ્રાસાદમાં બધા એકત્ર થઈને રાહ જુએ છે.’ મધુએ કહ્યું. નેમકુમાર કંઈ બોલ્યા વગર બેઠા રહ્યા. રાજ પણ તેમની સાથે તારામૈત્રક રચી રહી. બન્ને અબોલાં હતાં, પણ જાણે એમનાં અંતર સતત બોલતાં હતાં. બંને રસસમાધિમાં લયલીન બની રહ્યાં. આ સમાધિ તોડવાનું એક પણ સખીને ન ગમ્યું. ‘હા તું, સાથે તારી સખી પણ.” ‘અમે ગારુડી નથી, નેમ !' રાજ્યશ્રી પરવાળા જેવા ઓષ્ઠ પહોળા કરીને બોલી. | ‘જીવનમાં કોઈ વાર ક્રોધ ઊપજે છે, કોઈ વાર માન આવે છે, કોઈ વાર માયા થાય છે, ને કોઈ વાર લોભ થઈ આવે છે. જીવનના એ ચાર સર્યો તે ક્રોધ, માન, માયા ને લોભ અને આ ચાર સર્પોએ જેને દંશ દીધા એ સીધો નરકરૂપી અજગરના મુખમાં !' 312 | પ્રેમાવતાર નેમની માયાજાળ 313
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy