SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ 41 બધા જ્યારે દ્વારકાના રાજભવનમાં એકત્ર થઈ રહ્યા હતા, ત્યારે મધુમાલતી નેમને લઈને રાજ્યશ્રી પાસે પહોંચી. રાજ્યશ્રી તો પોતાના પ્યારા પ્રીતમને જોઈને હરખઘેલી બની ગઈ. એ દોડીને સ્વામીના ચરણમાં પડીને જ ગળગળા સાદે બોલી, ‘રે સ્વામી ! આટલા નિષ્ફર ?” મધુમાલતી, જે અત્યાર સુધી તેમને અનુકૂળ થઈને ચાલતી હતી, એની હાએ હા કરતી હતી, એ હવે ગુસ્સે થઈને બોલી : ‘રાજ ! તારો સ્વામી તારા જેવી સુવર્ણલતાઓને પ્રજાળવામાં કુશળ છે, એટલું જ નહિ અવિવેકી પણ છે ! મારો પ્રવાસ સુખપૂર્વક થયો કે નહિ, એટલું પૂછવાનોય વિવેક એણે ન દાખવ્યો. સખી, તું ચેતતી રહેજે . મેં તો સંસારની સ્વાર્થબાજી જોઈ લીધી.” “મધુને મારગમાં મધુનો આસ્વાદ મળ્યો, એ હું જાણું છું.” નેમકુમારે ધીરેથી નેમની માયાજાળ કહ્યું. ‘શું જાણો છો ? ખાખ ! ન જોયા હોય તો મોટા ત્રિકાળજ્ઞાની !” મધુમાલતીએ નાક ચઢાવીને કહ્યું. “મધુ ! મારી પાસે આવતાં તારા માર્ગમાં તને હાથી મળ્યો હતો, ખરું ને?” નેમકુમારે જરા પણ ચિડાયા વગર શાંતિથી પ્રશ્ન કર્યો. ‘હા, * મધુમાલતી ગળાના હારની જેમ જાળવીને નેમ-નગીનાને પર્વત પરથી નીચે લઈ આવી. આ એનો મોટો વિજય હતો, કારણ કે નેમ ભારે નક્કી ગણાતો હતો અને સીધી વાત મુકે તેવો એનો સ્વભાવ નહોતો. સત્યારાણીએ આખા નગરમાં ફેલાવેલા પોતાની બહેનનાં ઘડિયાં લગ્નના સમાચારોએ લડાઈના ગંભીર વાતાવરણમાં લગ્નની ખુશી જન્માવી હતી; અને બધે ઉત્સવની જ વાતો થતી હતી આગળ અષાઢનો મહિનો હતો. સામાન્ય રીતે એ વેળા વર્ષાના દિવસો હોવાથી અગવડના ભયે, લગ્ન જેવા સમારંભો ભાગ્યે જ યોજાતા; પણ આ લગ્નમાં કોઈએ એની ચર્ચા જ ન કરી ! લગ્નની તૈયારીઓ બંને પક્ષથી શરૂ થઈ ગઈ, તેમાં યાદવ સત્રાજિતની તૈયારીઓ અપૂર્વ બની રહી. શ્રીકૃષ્ણ જેવા પોતાના દ્વારે આવે, બલરામ જેવા સાથે હોય, નેમ જેવા અલગારી જમાઈ બનીને આવતા હોય, ને છપ્પન કોટી યાદવનો સંઘ જાનૈયા તરીકે હોય, ત્યારે કોઈ વાતની કચાશ રાખી કેમ પાલવે? સત્યારાણી તો રાત-દિવસ ભૂલી આ કાર્યમાં ગૂંથાઈ ગયાં, સૌથી પહેલાં એ બલરામજીને મળી આવ્યાં. બલરામજી તો પ્રયાણની તૈયારીમાં લાગ્યા હતા. આ સમાચાર જાણી એ નીચે બેઠા ને લગ્નની તૈયારીઓનો વિચાર કરવા લાગ્યા. તેમણે તાબડતોબ રાજા સમુદ્રવિજયને બોલાવ્યા, તેમનાં માતૃશ્રી શિવાદેવીને આમંત્યો, ને બધી વાત વિગતથી કહી. સમાચાર સાંભળી દંપતી ખૂબ રાજી થયાં; ને વિશેષ સૂચનો માટે એમણે શ્રીકૃષ્ણને તેડાવ્યા. તેઓ હસ્તિનાપુર જવાની તૈયારી મોકૂફ રાખી રાજસભા સાથે લગ્ન અંગે ચર્ચા કરી રહ્યા. ‘મધુ ! એ હાથી માત્ર તારા એકની પાછળ નથી પડ્યો. માણસમાત્રની પાછળ પડેલો છે.” * કેવી વાત કરો છો, નેમ ? તો પછી શા માટે એને પકડાવી દેતા નથી?” ‘એ કોઈનો પકડાયો પકડાય તેવો નથી.” ‘તમારી ફિલસૂફી સમજી સમજાતી નથી, નેમ !' સમજાવું છું બધું. એ હાથી એટલે માણસમાત્રની પાછળ જે પડ્યું છે, તે મૃત્યુ! અને એ અરણ્ય એટલે સંસાર. સંસારમાં મનુષ્યમાત્ર અટવાય છે. એને કાંટો વાગે છે, ઠોકરો વાગે છે, લોહી નીકળે છે. એ જાણે છે કે પાછળ મોત પડ્યું છે; મોતથી બચવા સૌ ભાગે છે, પણ મોતને તાબે કરવા કોઈ યત્ન કરતું નથી.' શું તમે મોતને તાબે કરશો ?” રાજ્યશ્રીએ પૂછવું. હા.” ‘કેવી રીતે ? તલવારથી, તીરથી, શસ્ત્રથી, અસ્ત્રથી ?” મધુમાલતી પ્રશ્ન કરી નેમની માયાજાળ [ 3II
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy