SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ કંઈ બોલ્યો નેમ ?” શ્રીકૃષ્ણ પૂછવું. ‘હા, એમણે કહ્યું સંગમ ! મારે એવું ધર્મચક્ર પ્રવર્તાવવું છે, જેમાં પ્રીતથી માણસ માણસાઈ નિભાવે, જીવ જીવ તરફ સ્નેહ રાખે. હું જાણું છું કે આ ચક્ર જોતાં ભલભલાનાં મોતિયા મરી જાય છે; અસુર પોતાની અસુરતા ને દાનવ પોતાની દાનવતા છોડી દે છે.” દ્વારપાલે તેમનું વચન કહ્યું. ‘પછી આગળ એણે શું જોયુ ?” શ્રીકૃષ્ણ ઉત્સુકતાથી પૂછવું. ‘આપની કામોદકી ગદા ' દ્વારપાલે કહ્યું. ‘તેણે ગદાને ઉપાડીને ફેરવી હતી ?' ‘ના જી, તેઓ એટલું જ બોલ્યા કે જેના હાથમાં આ ગદા હોય, એ કીડી હોય તોપણ કુંજર જેવો બળવાન લાગે.' ‘સાચી વાત છે. પછી ?' ‘સારંગ ધનુષ્ય જોયું ને બોલ્યા. આની ફણા પર બેસીને સ્વયં યમ સફર કરી જતું હોય એવી એક વ્યક્તિ ચાલી જતી હતી. ભયંકર દુષ્કાળથી પીડિત જનોને આકાશમાં ગોરંભાતી વાદળી દેખાય ને હૈયાધારણ થાય, એમ શ્રીકૃષ્ણના નામથી સહુ શાંતિ અનુભવી રહ્યા અને ઝડપથી એમનું અનુસરણ કરી રહ્યાં. શ્રીકૃષ્ણ આયુધશાળા તરફ ઝડપથી જતા હતા. સ્થિર અને સ્વસ્થ ચિત્તવાળા મહારથી શ્રીકૃષ્ણના મનમાં પણ એ ગડભાંજ જાગી હતી કે શું જરાસંધ આવી પહોંચ્યો કે શિશુપાલે આયુધશાળાનો કબજો કરી લીધો ? કે પછી કાલયવન જીવતો થઈને પાછો આવ્યો ? અથવા રાજા મુચકુંદ વળી કંઈ મથામણ લઈને દ્વારકા ટૂંઢતો આવી પહોંચ્યો ? યાદવોના અનેક શત્રુ હતા, અનેકને સંહાર્યા હતા. શું સંહાર કરેલા શત્રુઓ ફરી સજીવન થયા હતા ? પણ આશ્ચર્ય તો એ થયું કે શ્રીકૃષ્ણ આયુધશાળાના દ્વાર પર પગ દીધો કે સ્વર બધા શાંત થઈ ગયા, ચૂલે ઊકળતી મોટી દેગમાં ઠંડું જળ પડતાં જેમ સર્વ જળ શાંત બની જાય, એમ હવા ને પરમાણુ હળવાફૂલ બની ગયાં ! જ્વર થતાં રોગી જેમ સ્વસ્થ થઈ જાય, એમ ભારે ભારે લાગતી દિશાઓ ફૂલ જેવી નાજુક બની ગઈ. મહાપુરુષોનાં પગલાંનો પણ શું પ્રતાપ ! જાણે સર્વ સિદ્ધિઓ એમની પુરોગામી હોય છે ! શ્રીકૃષ્ણ પગથિયાં પરથી જ પૂછવું, ‘રે દ્વારપાલ ! અંદર કોણ આવ્યું છે? જરાસંધ કે શિશુપાલ ?' દ્વારપાલ સંગમે વિના સાથે કહ્યું, ‘સ્વામી ! ન જ રા છે, ન શિશુ છે, અહીં તો દ્વારા કાનું સાક્ષાત્ યૌવન છે.' શ્રીકૃષ્ણ પૂછવું, “કોણ છે એ ?” દ્વારપાલે કહ્યું, ‘નેમકુમાર.” “ઓહ, મારો ભાઈ નેમ છે ?* શ્રી કૃષ્ણના દિલમાં ભ્રાતૃભાવ ઊભરાઈ આવ્યો. તેમના પિતા રાજા સમુદ્રવિજય પ્રારંભથી જ એમના સલાહકાર ને હિતચિંતક વડીલ હતા. દ્વારપાલે શ્રીકૃષ્ણની પ્રેમભાવભરી મુખમુદ્રા જોઈ, ને હર્શાવેશમાં આવીને બોલ્યો, “શ્રીકૃષ્ણ જીવતા હશે ત્યાં સુધી કલિયુગ એનાં ચરણ અહીં મૂકી નહિ શકે! રાજકુળમાં તો ભ્રાતા એ પહેલો શત્રુ લેખાય છે ! એ ભ્રાતા તરફ આટલો ભાવ ?' નેમની સાથે બીજું કોણ હતું ?” શ્રીકૃષ્ણ પૂછવું.. કોઈ નહિ. પોતે એકાકી હતા. આવીને ફરતાં ફરતાં એમણે ચક્રરત્નને જોયું.” 224 પ્રેમાવતાર ‘વારુ, વારુ, પછી... ?' ‘પછી તેઓએ પાંચજન્ય શંખ જોયો.’ ‘શું આ શંક નેમે વગાડ્યો ?” ‘હા, કૃપાનાથ ! મેં જરાક મશ્કરીમાં કહ્યું કે પંચજન નામના અસુરના હાડકામાંથી આ શંખ બનાવેલો છે. આ હાડકાં ભયંકર કામદ સ્વર કરનારાં છે. એ સ્વર શ્રીકૃષ્ણ સિવાય બીજું કોઈ કાઢી શકતું નથી.' એમણે કહ્યું કે શ્રીકૃષ્ણ તો પ્રેમના અવતાર છે, એમની વેણુ સાંભળીને સ્ત્રી પોતાના પતિ, પુત્ર કે પરિવારની માયા છોડી દે છે ને નિદ્રા અને આહારને જ જીવન ગણનાર જાનવરો પણ પ્રેમના દૈવીભાવને પામે છે. આ શંખ એ વેણુ સાથે ન શોભે.’ નેમકુમારને કહ્યું કે, દરેક વસ્તુ પોતાના સ્થાને શોભે, વૃંદાવન-ગોકુળમાં ગોપ બનીને રહ્યા હોત તો વેણુ શોભત. રાજ કારણમાં તો શંખ જ શોભે. વેણુમાં વેરીને વહાલ છે; શંખમાં શત્રુને પડકાર છે. તમારા પિતાએ અને કૃષ્ણ બલરામે જે જરાસંધી સેના એમની સામે જોઈ એથી આ સંખ સાહ્યો. વેણુ બજાવતા રહ્યા હોત તો યાદવો આજે પૃથ્વી પર શોધ્યા ન જડત ! આ શંખના પ્રબલ સ્વરો સાંભળીને ભલભલા વીરો મોંમાં તરણું લઈ લે છે ! વેણુ તો કદાચ બીજો કોઈ બજાવી શકે, પણ આ શંખનો નાદ ગજવવો એ શ્રીકૃષ્ણ સિવાય બીજાનું ગજું નથી !' શાબાશ ! તેં ખરો જવાબ આપ્યો.’ પાછળ દોડતી આવીને એકત્ર થયેલી વેણુ અને શંખ 225
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy