SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પેલી સખીએ કહ્યું : “હાય રે મા ! દુઃખ બહુ ઊંડું છે. લાવો રે સખીઓ ! ઉશીરનું (ખસનું) અત્તર લખીને હૈયે ઘસીએ સ્ત્રી અને માછલી ક્યારે તરફડે, જાણો છો ને સખીઓ ? સ્નેહનું જળ ન હોય ત્યારે ! હાય રે સાજન ! આ તો જલમાં મીન પિયાસી !! બટકબોલી સખીઓમાંથી એક સખી દોડીને ખરેખર ઉશીરનું અત્તર લઈ આવી, અને વાસવદત્તાની કંચુંકીની કસ છોડવા લાગી. ઉદાસ રાજકુંવરીથી આ અટકચાળી સખીઓ પાસે આખરે હસી દેવાયું. એણે સખીઓને કોમળ હસ્તથી દૂર હડસેલતાં કહ્યું : “મરો ને અહીંથી આવી !”. “અમે તો ભલે આથી મરીએ, પણ ઘણું જીવે તારો સાજન ! વાસવદત્તા, સાચું કહેજે , તું કોનું ધ્યાન ધરતી હતી ? કયા પુરુષના ભાગ્યનું પાંદડું ખસેડી નાખવાનો તેં નિરધાર કર્યો છે ? કોનો સંસાર ધન્ય કરવાનો તેં નિર્ણય કર્યો છે ? જે ભાગ્યશાળી નર કુંવરીબાને પામશે, એને સંસારમાં સ્વર્ગ ઉતારવા માટે શેષ શું મેળવવાનું રહેશે ?” વાસવદત્તાએ આખરે પોતાના ઓષ્ઠનું દ્વાર ખોલ્યું; રૂપેરી ઘંટડી જેવા રવથી કહ્યું : “બકુલા ! પુત્રી થઈને જે જન્મી, એ પારણામાં જ પરાધીનતા લેતી આવી. દીકરી ને ગાય, દોરે ત્યાં જાય !” ના, ના, તારા વિષયમાં એ વાત ખોટી છે. મહારાજ અવન્તીપતિ સ્વયં અમને કહેતા હતા કે વસ્તુનો તો સ્વયંવર રચવો છે. એ પસંદ કરે તેની સાથે જ મારે એને વરાવવી છે. રાજ કુળોમાં થાય છે તેમ મારે મડા સાથે મીંઢળ નથી બાંધવું.” સખીએ જાણે આશ્વાસન આપ્યું. “એ વાત સાચી છે. બાપુજી તો અનેક વાર કહે છે, કે મારે ક્યાં વૈશાલીના ગણનાયક રાજા ચેટકની જેમ પાંચ-સાત પુત્રીઓ છે, તે વગર જોયે-જાયે ઊડે કૂવે નાખું !” “એ વળી કેવી વાત ? અમે તો જાણતી જ નથી કે એક બાપને સાત દીકરી ! ઊંડા કૂવાનો શો અર્થ ? અમને કહે.સખીઓએ ઉત્સુકતાથી પૂછ્યું. સ્ત્રીઓ સ્વાભાવિક રીતે પરવાર્તાની રસિયણ હોય છે. ઊંડે કૂવે નાખ્યા જેવું જ ને ! એક દીકરીમાં સુખ ન ભાળ્યું. મોટી દીકરી પ્રભાવતીનું વીતભયનગરના રાજા ઉદયન વેરે લગ્ન કર્યું. બિચારી નાનપણમાં જ મરી ગઈ. અને રાજા ઉદયન એના શોકમાં રાજામાંથી રાજર્ષિ બની ગયો. દુઃખમાં એનું મન મહાવીર તરફ વળ્યું. બીજી દીકરી પદ્માવતી. એનું લગ્ન ચંપાના રાજા દધિવાહન જોડે કર્યું. એ દધિવાહન રણમાં રોળાયો ને બિચારી પદ્માવતી શિયળ 150 D પ્રેમનું મંદિર બચાવવા જીભ કરડીને મરી. રાણી પદ્માવતીની દીકરી વસુમતી હાટે હાટે વેચાણી !” વસુમતી એટલે આર્યા ચંદનબાળા જ ને ? કૌશાંબીનાં રાણી મૃગાવતીએ જેમની પાસે દીક્ષા લીધી એ જ ને એ ?” સખીઓએ વચ્ચે કહ્યું. “હા, હા. ભાણેજ ગુરુ ને માસી શિષ્યા. ચંદનબાળાની મા ને રાણી મૃગાવતી બંને સગી બહેનો. મૃગાવતીનો પતિ રાજા શતાનિક ચેટક રાજનો ત્રીજો જમાઈ !” અરર ! ત્યારે આ તો સગા સાહુએ જ સાટુને માર્યો, એમ જ થયું ને, બા ?” નહિ તો બીજું શું થયું ? આ સંસારમાં સ્વાર્થ પાસે કોણ સગું અને કોણ વહાલું ! પણ કઠોર કર્મ કરનાર એ રાજાની આખરે શી દશા થઈ એ તો ખબર છે ને ? બાપુજી એના દેશ પર ચઢાઈ લઈ ગયા, એટલે એ એવો ડર્યો કે છેવટે એને અતિસાર થયો ને ભૂંડે હાલે મરણ પામ્યો ! એની રાણી મૃગાવતી તો પદ્મિની ગણાતી. પુરુષને તો સમજો જ છો ને ! સ્ત્રીને તો એ કોઈ ચાખવાની વાનગી જેવી સમજે છે !” વાસવદત્તા બોલી. સખીઓએ વચ્ચે કહ્યું : “કહે છે, કે બાપુની દાઢ એના ઉપર ડળકી હતી. જો ભગવાન મહાવીર આવી પહોંચ્યા ન હોત તો ભારે ગજબ થઈ જાત. સહુની બાંધી મૂઠી રહી ગઈ. પુરુષની વાત પુરુષ જાણે. એ તો કહેવાય ભ્રમરની જાત. આજ આ ફૂલે તો કાલ પેલા ફૂલે ધરમ તો સ્ત્રીએ સાચવવાનો કુંવરીબા ! લોકો કહે છે, કે એનો કુંવર વત્સરાજ ઉદયન કોઈ લોકકથાના નાયક જેવો રૂપાળો, રઢિયાળો ને ગુણી છે. લોકો એનાં શાં શાં વખાણ કરે છે ! હમણાં એક રાક્ષસને હરાવી આવ્યો. એ રાક્ષસને એક દીકરી - રાક્ષસને ઘેર ગાય જેવી – અંગારવતી એનું નામ. પણ પછી તો એ રાક્ષસની છોકરી એ રાજાની કોટે જ વળગી; કહે, તમે પરણો તો હા, નહિ તો જીભ કરડીને મરું ! બિચારા રાજાએ એની સાથે લગ્ન કર્યા. બાકી તો એ પરદુઃખભંજન રાજા જેવો સુંવાળા સ્વભાવનો છે, તેઓ શૂરવીર પ્રકૃતિના પણ છે. બંસીના સ્વરમાત્રથી એ ભલભલા હાથીને પણ વશ કરે છે. સિંહ જેવું એનું પરાક્રમ છે, પણ પરસ્ત્રી સામે નજર પણ કેવી ! સ્વયંવરમાં એને જરૂર નોતરું મોકલશું, બા ! પાંચે આંગળીએ પ્રભુ પૂજ્યા હોય તો જ રાજ કુળોમાં એવો ભરથાર મળે !” મુખ્ય સખીએ કહ્યું. “અરે, એ વખતની વાત એ વખતે. હું જે વાત કરી રહી હતી, એ તો પૂરી સાંભળી લો. મારાં માતા શિવાદેવી એ રાજા ચેટકનાં ચોથાં દીકરી ! જમાઈમાં તો શું જોયું હતું ! બાપુજી જેવો બળિયો બીજો કયો રાજા છે ? પણ રાજપાટ ને ધનદોલતથી દીકરીનો દી વળતો નથી. તમે સહુ જાણો જ છો કે દીકરી આપીને રાજા ચેટકે શો લાભ લીધો ? અરે ! બાપુજી તો મનમાં રાજા ચેટકના રાજ સામે વાસવદત્તા E 151
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy