SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ખાટલે બેઠો હોય ત્યારે ઊંઘ કેવી ? સાપ છાતી પર આળોટતો હોય ત્યારે આનંદ કેવો ?” એની જ તૈયારીમાં છું મા ! મને સુતો ન સમજીશ. સિંહણનો પુત્ર છું. તૈયારીમાં જ છું. મારા મિત્ર યોગંધરાયણને મગધના વર્તમાન મેળવવા મોકલી ચૂક્યો બંસીનો એ અભુત બજવૈયો પહાડની એક શાંત તળેટીમાં, રૂપેરી ઝરણાને તીરે, કદંબવૃક્ષની ડાળ પર બેઠો બેઠો બંસીના સ્વર છોડી રહ્યો હતો. એક શિલા પર સિંહની યાળમાં માથું પસવારતો અશ્વ સ્તબ્ધ બનીને ખડો હતો. તળેટીમાં હાથીઓનાં વૃંદ ગાયના ધણની જેમ નમ્ર બનીને ખડાં હતાં. ચંદનકાષ્ટ વીણતી ભીલડીઓના હાથમાં ભારા રહી ગયા હતા ને ઊભી ઊભી એ ઝોલાં ખાતી હતી ! ઉદયન !” રાણીએ સાદ દીધો. આવા સુંદર વાતાવરણમાં, રે, આ નાદ-પથ્થર કોણે ફેંક્યો ? હાથીઓ છીંકોટા નાખી રહ્યા. કેસરીસિંહ ગર્જી રહ્યા. કસ્તુરી મૃગ સુગંધનાભિ છુપાવતા હવામાં ઊછળ્યા. - “ઉદયન ! આ તારી બાળચેષ્ટા છાંડી દે.” સતી રાણીના સુરેખ અધરોમાંથી અમી નહિ, વેરઝેરની વર્ષા થતી હતી. આખું વન આ નાદમાધુરીમાં તરબોળ હતું ત્યારે વેરભરી આ વીરાંગનાનું હૈયું બેચેનીમાં તરફડી રહ્યું હતું. મા, આ આવ્યો !” વીણાના સ્વરો થંભ્યા. કદંબની ડાળ પરથી કૂદીને ઉદયન ભૂમિ પર આવ્યો. કેવો રૂપાળો કુમાર ! કેવી સૌંદર્યભરી તરુણાવસ્થા ! તરુણે રાજ હસ્તી પાસે આવીને છલાંગ દીધી. એક છલાંગે ગંડસ્થળ પર જ ઈને એ ઊભો રહ્યો. માતાએ તરુણ પુત્રને ગોદમાં ખેંચ્યો. સ્વરપ્રવાહ સ્થગિત થતાં વનમાંથી આવેલા હાથીઓ પીઠ ફેરવી રહ્યા હતા. કેસરીસિંહ આળસ મરડતા ઊભા થયા હતા, ને ડરપોક કસ્તુરી મૃગે કૂદતાં કૂદતાં અદૃશ્ય થતાં હતાં. “વત્સ, તારા બાપનો ખૂની હજી જીવે છે.” ખાખની તેયારી, બેટા ! શું આ વીણાથી વિકરાળ શત્રુ વશ થાય ખરો ! અલબત્ત, સુંદરીઓ જરૂર વશ થાય; જંગલી જાનવર વશ થાય.” રાણીના શબ્દોમાં યંગ હતો. મા, ત્યારે તું ન સમજી. તે એક દિવસ નહોતું કહ્યું, કે રાજા પ્રદ્યોતનું ખરું પરાક્રમ એની ગજ સેના છે ?” અવશ્ય.” તેં નહોતું કહ્યું કે એ ગજસેના વીફરી બેસે તો રાજા પ્રઘાત જેવો વિકરાળ વાઘ ગરીબ ઘેટું બની જાય ?” “ઘેટું બને કે ન બને, પણ જલદી વિજય ન મેળવી શકે એટલું તો ખરું !” બસ ત્યારે. આ વીણાની સાધના એ માટે જ છે. આ વીણાને સામાન્ય ન સમજીશ, મા ! એ હસ્તિકાન્ત વીણા છે. બાર બાર વર્ષનાં બ્રહ્મચર્ય સાધ્યાં હોય, એ જ આ નાદસ્વર છેડી શકે. આ સ્વરો સાંભળ્યા કે ગજસેના રણમેદાન છાંડી ચાલવા માંડે.” રાણી ખુશ થઈ ગઈ : “ધન્ય પુત્ર ! ધન્ય વત્સ !” માએ કંઈ પણ બોલ્યા વિના પુત્રને ગોદમાં લઈ લીધો, ચૂમીઓથી નવરાવી નાખ્યો. જુવાનીના દ્વાર પર ઊભેલા પુત્રને નાના બાળની જેમ વહાલ કરવા લાગી. એણે એના વાળ સમાર્યા, ગાલ પ્રોંછડ્યા ને મીઠા કંઠે કંઈ કંઈ ગાવા લાગી. જુવાન પુત્ર સમજતો કે ત્રિભુવન પર સત્તા ચલાવી શકે તેવી માને વિધાતાએ જોઈએ તેવા સંયોગો ન આપ્યા. વિધવા માતાનું પૂર્ણચંદ્ર જેવું મોં પુત્ર અનિમેષ નીરખી રહ્યો. મા, તારા મુખ પર તો કવિત્વ કરવાનું દિલ થઈ આવે છે ! પૃથ્વીને અમૃતસુધાથી સ્નાન કરાવતી પૂર્ણિમા શું આ મુખચંદ્રથી વધુ સુંદર હશે ? ભગવતી વસુંધરા હૃદયપટમાં શું તારા અધરમાં વહેતા અમૃત જેવી સંજીવની સુધા વહેતી હશે ખરી ?” “તો પછી આ રાસગંગ કેવા ?” “રાગરંગ ? મેં હજી સુવાળાં બિછાનાં સેવ્યાં નથી. પલંગમાં કદી પોઢ્યો નથી પકવાન કદી આરોગ્ય નથી. સ્ત્રીને સ્વપ્નમાં પણ સમજી શકતો નથી. પછી મા, શાના રાગરંગ ?" આ બંસી ! આ વાતાવરણ ! આ ઘેલી બનેલી ગ્રામ્ય વધૂઓ ! બેટા, તારા બાપનો ખૂની પ્રઘાત આજ મગધના સીમાડા પર લડાઈ છેડી બેઠો છે. મગધના મહામંત્રી બુદ્ધિનિધાન અભયકુમાર સાથે એનો પાલો પડ્યો છે. જલદી એ ફાવી નહિ શકે, પણ એટલા કાળમાં આપણે તેયારીઓ પૂરી કરી લેવી જોઈએ ને ! જ મ 104 | પ્રેમનું મંદિર, વત્સરાજ ઉદયન 105
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy