SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ તે હું કબૂલ કરું છું. સતીમા ! પણ રાજનીતિ કહે છે કે બળવાનને અનુસરવું. આટલો કપટયુક્ત વ્યવહાર વત્સદેશને બચાવશે, કુમાર ઉદયનને રક્ષશે ને વત્સદેશનું સત્યાનાશ થોભાવશે, વધુ સારા માટે થોડું ખોટું કરવામાં કોઈ દોષ નથી.* મંત્રીરાજે ગંભીરતા દર્શાવતાં કહ્યું : “સતીમા અંતર કપાતું હોય ને અમીના ઓડકાર ખાઈએ ત્યારે કસોટી કહેવાય. મનને જ્યારે રુચતું ન હોય છતાં કોઈ પુણ્યકાર્ય માટે એ ચતું કરીએ એમાં જ ખરી અગ્નિપરીક્ષા. દુઃખ આવે મૃત્યુ વાંછનારાં અને સુખ આવે જીવિત ચાહનારાં કાયર નર-નારનો તો ક્યાં તોટો છે ?' મંત્રીરાજે તરત જ લહિયાને આમંચ્યો ને એક લેખ તૈયાર કરાવવા માંડવો. એમાં એમણે લખાવ્યું : હે વીર રાજવી ! મારા પતિદેવ એકાએક અવસાન પામ્યા છે. હવે કૌશાંબી અનાથ છે, ને કોઈ તમારી સાથે લડવા માગતું નથી. વળી અમે કોઈ તમારા વેરી નથી. તેમ જ વેર પણ માણસના અંત સુધી-મૃત્યુ સુધી જ હોય છે. હું તો તમારા વીરત્વ પર મુગ્ધ છું.” “માટે હે શાણા રાજવી ! હું વિનંતી કરું છું કે અત્યારે પાછા ફરી જાઓ. મારો પુત્ર ઉદયન બાળકે છે. વળી જગતની દૃષ્ટિએ મારે વિગત પતિનો શોક પણ પાળવો જોઈએ. પાંચ વર્ષની હું મહેતલ માંગું છું. કૌશાંબીના જર્જરિત કિલ્લાને સમરાવી લેવા દો, પુત્રને ગાદી પર બેસાડી લેવા દો. પછી ઘીના ઠામમાં ઘી પડી રહેશે. પ્રીતિ પરાણે થતી નથી, પુષ્પ પરાણે પ્રફુલ્લતું નથી, માટે હે વીર રાજવી, મારી આટલી વિનંતી માન્ય કરશો, ઘેરો ઉઠાવી લેશો, ને કૌશાંબીના કોટકિલ્લાના સમારકામમાં યોગ્ય મદદ કરશો.* “જો આ પત્રનો નિષેધમાં જવાબ આવશે, તો મારા જોદ્ધાઓ મરી ફીટવા તૈયાર છે. એ મરશે, સાથે બીજા થોડાઘણાને પણ મારશે. વળી જેને માટે તમે યુદ્ધ નોતરીને આવ્યા છો, એની તો માત્ર રાખ જ તમારે હાથ આવશે. આશા રાખું છું કે વેરથી નહિ, પ્રેમથી કૌશાંબીને જીતશો. સારું તે તમારું.” પત્ર પૂરો થઈ ગયો. સતીરાણી મંત્રીરાજની ચતુરાઈ પર મુગ્ધ થઈ ગયાં. એમના નિરુત્સાહી હૃદયમાં આશાના અંકુર ફૂટી નીકળ્યા. ૨ડતું અંતર સ્થિર કરી કાગળના છેડે પોતાના સુંદર હસ્તાક્ષર કર્યા, ને રાજ દૂતને રવાના કર્યો. થોડી વારમાં તો અવંતીના સૈન્યમાંથી સુલેહની રણભેરીના સરોદો આવવા લાગ્યા. સહુએ કિલ્લા પર ચઢીને જોયું તો સૈન્યશિબિરો સમેટાવા લાગી હતી અને રણમોરચા પરથી લકરો ખસવા લાગ્યાં હતાં. અંત્યેષ્ટિક્રિયાની તૈયારીઓ થઈ રહી, ત્યાં તો રાજા ચંડપ્રઘોતનો દૂત આવ્યો : “અવંતીપતિ પોતાની ગજસેના સાથે મૃત રાજવીને છેલ્લું માન આપવા હાજર રહેશે.” કૌશાંબીના દરવાજા ખૂલી ગયા. શરણાઈઓ વિલાપના સૂર છેડવા લાગી. અવંતીપતિ પ્રદ્યોત એની ગજસેના સાથે ચિતાની જ્વાલાને અભિનંદી રહ્યો, અને કૌશાંબીની સેના સ્વયં રુદ્રાવતાર અવંતિપતિને નીરખી રહી. અવંતીપતિ પ્રદ્યોતે મીઠાં વચનથી ઉદયનને પાસે બોલાવ્યો, પ્રેમથી એના ખભે હાથ મૂક્યો, ને ઘડીભર એ માયાભરી મુરબ્બીવટથી કુમારની સામે જોઈ રહ્યો : રાણી મૃગાવતીની આબેહુબ મૂર્તિ જેવો એ બાળક હતો. મનમાં માયા જન્માવે એવું એનું રૂપ હતું. વાઘ જેવા અવંતીપતિને પણ કૌશાંબીના આ બાળ રાજવી પર વહાલે આવ્યું. એણે સ્વહસ્તે ઉદયનને સિંહાસન પર બેસાર્યો. પોતે જ એના મસ્તક પર વત્સદેશનો રાજ મુગટ મૂક્યો, ને રાજસભાની વિદાય માગી.. સહુએ વિદાય આપી. પ્રદ્યોતનાં નેત્ર મૃગાવતીને એક વાર નજરે જોઈ લેવા ઉત્સુક હતાં, પણ એમાં એને નિરાશા જ સાંપડી, આખરે એણે વિદાય લીધી. સંધ્યાનું રંગબેરંગી આકાશ જ્યારે જગત પર છેલ્લાં અજવાળાં પાથરી રહ્યું હતું, ત્યારે અવંતીપતિની પ્રચંડ ગજ સેના ક્ષિતિજ માં ભળી જતી હતી. કિલ્લાના બુરજ પરથી મા-દીકરો પ્રદ્યોતને જ તો જોઈ રહ્યાં હતાં ! મા, શું અવંતીપતિ અજેય છે ?'' બેટા, એ અજેય નથી. એની ગજસેના અજેય છે.” કુમાર ઉદયન કંઈ ન બોલ્યો, એ ફક્ત સંધ્યાના પ્રકાશમાં અસ્ત થતી સેનાને નીરખી રહ્યો ને એટલું જ ગણગણ્યો : “ગજ સેના ? સમજ્યો !” વાઘનું બચ્ચું શત્રુનું લોહી ચાખવા સજ્જ થતું હતું ! 96 n પ્રેમનું મંદિર સતી રાણી 2 97
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy