SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ નાટ્યગૃહમાં તથા મુંબઈના શ્રી બિરલા માતુશ્રી સભાગૃહમાં જયભિખ્ખું જન્મશતાબ્દી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જયભિખનુના પ૭ ગ્રંથોનું પ્રકાશન, જયભિખ્ખના સર્જન વિશે વિદ્વાનોનાં વક્તવ્યો તેમજ જયભિખુ લિખિત ‘બંધન અને મુક્તિ' નાટક પ્રસ્તુત કરવાનું આયોજન કરવામાં આવ્યું. ‘જયભિખુની જન્મશતાબ્દી’ નિમિત્તે ‘જયભિખુ : વ્યક્તિત્વ અને વાય' અંગેનો પ્રિ. નટુભાઈ ઠક્કરે લખેલો ગ્રંથ ઉપરાંત ‘જીવનધર્મી સાહિત્યકાર જયભિખુ’ એ વિશે શ્રી પ્રફુલ્લ રાવલ લિખિત પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવી. એ પછી સાહિત્ય અકાદેમી અને વડોદરાની સાહિત્ય સંસ્થા ‘અક્ષરા'ના સંયુક્ત ઉપક્રમે ૨૦૦૯ની ૨૭મી જૂને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઑફ આર્ટ્સના સેમિનાર ખંડમાં જયભિખુની જન્મશતાબ્દી નિમિતે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો અને એમાં પ્રસ્તુત થયેલા વક્તવ્યોનું શ્રી વર્ષા અડાલજાએ ‘શીલભદ્ર સારસ્વત જયભિખુ’ નામે કરેલું સંપાદન સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૧૨માં પ્રગટ થયું હતું. જન્મશતાબ્દીના સંદર્ભમાં ૨૦૧૪માં પુનઃ એક વિશેષ આયોજન કરવામાં આવ્યું. જે માં જયભિખુની નવલ કથાઓ ‘લોખંડી ખાખના ફૂલ' (ભાગ-૧-૨), 'પ્રેમાવતાર’ (ભા. ૧-૨), ‘બૂરો દેવળ’, શત્રુ કે અજાતશત્રુ' (ભા. ૧-૨), ‘પ્રેમનું મંદિર ' અને ‘સંસારસેતુ’ એમ કુલ છ નવલકથાઓ પુનઃ પ્રગટ થઈ રહી છે. જયભિખુની પ્રસિદ્ધ નવલ કથા ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ પરથી શ્રી ધનવંત શાહે ‘ કૃણભક્ત કવિ જયદેવ' નામનું શ્રી ધનવંત શાહે કરેલું નાટટ્યરૂપાંતર પ્રગટ કર્યું અને અમદાવાદમાં એનાં કેટલાંક નાટ્યાંશો પ્રસ્તુત ર્યા. આ સંદર્ભમાં ૨૩મી ડિસેમ્બરે મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં શ્રી કુમારપાળ દેસાઈએ લખેલાં જયભિખ્ખના જીવનચરિત્રનું વિમોચન કરવામાં આવશે. જયભિખુ શતાબદી ગ્રંથાવલિ દ્વારા જયભિખ્ખની મૌલિક સાહિત્યસૃષ્ટિ અને તેજસ્વી કલમનો આસ્વાદ ભાવકોને માણવા મળશે. ડિસેમ્બર, ૨૦૧૪ ટ્રસ્ટીમંડળ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ અનધિકાર ચેષ્ટા | પ્રાચીન ભારતીય કથાસાહિત્ય મેં સાંભળ્યું છે, પણ તે ઇચ્છું તેટલી એકાગ્રતાથી અને વ્યાપક રીતે નથી સાંભળ્યું. તે વખતે વિષાયાન્તર વ્યાસંગને લીધે મનમાં એમ થતું કે મારે આ વિશે ક્યાં લખવું છે ? જ્યારે લખવું હશે ત્યારે સાંગોપાંગ વાંચીશું અને વિચારીશું. પણ એ અવસર આવ્યો જ નહિ અને ધારેલું રહી ગયું. નવયુગીન વાર્તાસાહિત્ય વિશે પણ એમ જ બન્યું છે. નૉવેલ, ઉપન્યાસ, કાદંબરી ને ગલ્પ જેવાં નામોથી પ્રસિદ્ધ થતું કથાવાય મેં સાંભળ્યું જ નથી, એમ કહું તો જરાય અત્યુક્તિ નથી, વિદેશી ભાષામાં પ્રસિદ્ધ થતી ઉત્તમોત્તમ વાર્તાઓ વિશે પણ એમ જ બન્યું છે તેથી હું પોતે જ વાર્તા વિશે કાંઈ પણ લખવાનો મારો અનધિકાર સમજું છું. તેમ છતાં હું કાંઈક લખવા પ્રેરાયો છું તે અનધિકાર ચેષ્ટા - તો ખુલાસો અંતમાં થઈ જશે. મનુષ્યજાતિનાં વ્યાવર્તાક કે વિશિષ્ટ લક્ષણો અનેક છે, તેમાંથી એક સરળ અને ધ્યાન ખેંચે એવું લક્ષણ તે તેનો કથા-વાર્તાનો વારસો છે. નાનામોટા માનવસમાજની વાતો દૂર રહી, પણ એ ક ક્યાંક ખૂણે અટૂલું પડેલ કુટુંબ લઈ તે વિશે વિચાર કરીએ તોય જણાઈ આવશે, કે કુટુંબનાં બાળકો અને વડીલો વચ્ચેનું અનુસંધાનકારી તત્ત્વ એ વાર્તાઓ છે. માતા કે દાદી, બાપ કે દાદો, નાનાં-મોટાં પોતાનાં બાળકોને વાતો ન કહે, તેમનું મન નવાનવા વિષયોમાં ન કેળવે, તો એ બાળકો ભાષા વિનાનાં અને વિચારો વિનાનાં પશુ જ રહે. વડીલોને પોતે જાણેલી વાતો કે હકીકતો કહ્યા વિના ચેન નથી પડતું અને ઊછરતાં બાળકોને એ સાંભળ્યા વિના બેચેની રહે છે. આ પરસ્પરને આકર્ષનાર અને જોડનાર જિજ્ઞાસા-તત્ત્વને લીધે જ માનવજાતિએ જ્ઞાનવારસો મેળવ્યો અને કેળવ્યો છે. ઈશ્વરની વ્યાપકતા સમજવા માટે પ્રબળ શ્રદ્ધા જોઈએ; કથા કે વાર્તાની વ્યાપકતા સ્વયં સિદ્ધ છે. જ્ઞાનની શાખાઓ અપરિમિત છે. એના વિષયો પણ તેટલા જ છે. જ્ઞાનવિનિમયનાં સાધનો પણ કાંઈ ઓછાં નથી અને તે નવાં નવાં શોધતાં તેમ જ ઉમેરતાં જાય છે, એ બધામાં સરલ અને સર્વગમ્ય જ્ઞાનવિનિમયનું સાધન તે વાર્તા છે. લગભગ અઢીત્રણ વર્ષનું બાળક થાય ત્યારથી માંડી જીવનની છેલ્લી ક્ષણ સુધીની જુદી જુદી ઉંમર, સમજણ અને શક્તિની પાયરીઓમાંથી એકસરખી રીતે ઉપયોગી થાય, કેટાળા વિના વધારે ને વધારે જિજ્ઞાસા પોષ જાય અને જ્ઞાન લેનાર ને દેનાર બંનેને શાંતિ અને સ્વસ્થતાનો અનુભવ કરાવે એવું સાધન એ કમાત્ર કથાવાર્તા છે તેથી જ દુનિયાના આખા પટમાં વિસ્તરેલી બધી જ માનવજાતિઓમાં એવું સાહિત્ય એક અથવા બીજી રીતે ખેડાયેલું મળી આવે છે. જે સમાજ જેટલો જૂનો
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy