SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પણ માનતા હશે. કેટલાક કર્મચારીઓ માનતા હતા, કે આ તો નાની વાતને ખોટું મહત્ત્વ અપાય છે ! જ્યાં સ્ત્રીઓનું ચલણ હોય ત્યાં આવું જ બને ! કર્મોની આર્દ્રતા વગરના કર્મચારીઓને તરત એક સંદેશો મળ્યો : શૃંગારભવન પૂરું થયું છે. મહારાજ વત્સરાજ ઇચ્છે ત્યારે એનું નિરીક્ષણ કરે ! મહારાજ શતાનિકને આ સમાચાર પહોંચાડવામાં આવ્યા. તેઓએ તરત મંત્રીરાજને કહ્યું : “આપ સર્વ અંતઃપુરને લઈને આવો. હું શુંગારભવનમાં થતો આવું છું. કોઈએ મારી સાથે આવવાની જરૂર નથી.” ચંદના, મૃગાવતી, નંદા, વિજયા બધાંને વાતો કરતાં મૂકી મહારાજ શતાનિક શૃંગારભવન તરફ વહી ગયા. આખા સમુદાયને વિધવિધ વાતોમાં ડૂબેલો રાખી ફક્ત બે જણા પોતપોતાના મનમાન્યા રસ્તે ચાલી ગયા. એક યોગી – જંગલ તરફ ગયા. એક રાજા - શુંગારભવન તરફ વળ્યા. જુદા બે રાહ ને જુદા જુદા બે પથિક ! નિર્માણ તો એક થવાનું હતું. રાજા તે યોગી, યોગી તે રાજા ! પણ સંસાર તો માયાવી છે ને ! પોતાના જ પડઘા. સી હસીને મહારાજ શતાનિક આજ શુંગારભવનનાં દ્વાર ઠેલી રહ્યા હતા. દ્વારપાળો દોડી દોડીને મહારાજ વત્સરાજ આવ્યાની વધામણી આપી રહ્યા હતા. ગઈ કાલે જ ચિતારાએ ચિત્ર પૂરું કર્યું છે. પૂરું કરીને એ ઘેર જઈને નિરાંતે સૂતો છે. એને દિલમાં અરમાન છે, કે રાજાજી હમણાં મને તેડવા હાથી મોકલશે ! હમણાં રાજપોશાક લઈને રાજ કર્મચારીઓ શાબાશી દેતા આવશે. હું બહુમૂલ્ય પોશાક પરિધાન કરી, ગજરાજની પીઠ પર રચેલી સુવર્ણ અંબાડીમાં બેસી, આખું કૌશાંબી વીંધી રાજદરબાર ભણી જઈશ ! ભર્યા દરબારમાં મારી વિદ્યાનાં વખાણ થશે. મારી કલા પર જનગણ વારી જશે. મહારાજ શતાનિક સોનાના ઢગથી મને નિહાલ કરી દેશે. ભુવનમોહિની મૃગાવતી દેવી પણ પોતાનું સાક્ષાત્ સ્વરૂપ જોઈ આડી કતરાતી આંખે ધન્યવાદ ઉચ્ચારશે. મારા જીવનની સાર્થકતા થશે. મારી કલાની કૃતાર્થતા થશે, મારું શેષ આયુષ્ય સાનંદ સમાપ્ત થશે. અરે, રીઝયો રાજવી શું શું નહિ આપે ? અને એવી જ કદરદાનીની તાલાવેલી હૈયામાં હીંચોળતા વત્સરાજ શૃંગારભવનનાં દ્વાર ઠોકી રહ્યા હતા. અસાવધ કંચુકીઓ દોડાદોડ કરતા હતા. મહારાજ તો પોતાના હાથે જ દ્વાર ખોલી શૃંગારભવનના મધ્યખંડમાં પહોંચી ગયા. અરે, ત્યાં તો મહારાણી મૃગાવતી જાણે છાનાંમાનાં પહેલેથી આવીને શરમાતાં ઊભાં હતાં ! વત્સરાજને પોતાના આ રૂપ-સૌંદર્યભર્યા જીવનસાથીને દોડીને ભેટવાનું દિલ થઈ આવ્યું ! શું નખશિખ તાદૃશ તસવીર બનાવી હતી ચિતારાએ ! જાણે પહેલી સોહાગરાતે મળ્યાં ત્યારનાં મહારાણી ! યૌવન તો ઊભરાઈ જતું હતું ! લીંબુની ફાડ જેવાં નયનોમાં ન જાણે શાં શાં કામણ ભર્યા હતાં ! અરે, એ જ આ સુવર્ણતંતુથી ગૂંથેલું કંચુકીપટ ! અરે, સો સો 44 D પ્રેમનું મંદિર
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy