SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ રાણીઓ એટલી વધુ શોભા. લોક પણ એવાની જ વાહ વાહ કરે .” “અરે, હજારનો ખંગ વાળી દઉં એવી હું એક નથી ?" રાણી મૃગાવતીએ સુંદર અંગભંગ રચતાં ધીમેથી કહ્યું. પણ રાણી મૃગાવતીને ન્યાય આપવા ખાતર એટલું કહેવું જોઈએ, કે વત્સદેશમાં તો શું, આખા ભારતવર્ષમાં એના જેવી બીજી પદ્મિની સ્ત્રી ક્યાંય નહોતી. એના પરસેવામાં કસ્તુરીની મહેક હતી, ને શ્વાસમાં કેસરની સુવાસ હતી. એનાં રોજનાં વસ્ત્રો રાજ-ધોબી રાતે ધોવા જતો. દિવસે સુગંધી પરસેવાથી મઘમઘતાં વસ્ત્રોને ફૂલ સમજી ભમરાઓનાં ટોળાં ધસી આવતાં અને ધોવું વધુ મુશ્કેલ બની જતું. ચિતારા રાજ શેખરે ગર્વ કરતાં તો કર્યો, પણ હવે એને લાગ્યું કે વાત સહેલી નહોતી. એણે પોતાનાં ચિત્રો બધાં તપાસી જોયાં, પણ એમાં કોઈ એ માપ-ઘાટની સ્ત્રી નહોતી. એ શહેરની ગલીએ ગલીએ ફરી વળ્યો, પણ ક્યાંય બીજી મૃગાવતી ન લાધી. એને યાદ હતી માત્ર રાણીજીના ચહેરાની અને રાણીના ચહેરાના ઊપસતા ભાગ પર રહેલા માત્ર એક તલની. ચિતારાનું અંગશાસ્ત્ર કહેતું હતું કે અમુક ઠેકાણે જેને તલ હોય, એને પગમાં લાખું હોય, જંઘા પર એને બે નાના તલ હોય, વક્ષપ્રદેશ પર એક પણ એ વાત અત્યારે નકામી હતી. પહેલાં તો દેહનું પ્રમાણ જાણવાની જરૂર હતી. હજી ચહેરા પર પૂરી દૃષ્ટિ મંડાઈ નહોતી, ત્યાં તો રાણીજી ગર્વ કરીને ચાલ્યાં ગયાં હતાં ! ફરી વાર ચિતારાએ આડકતરી રીતે રાણીજીને જોવા ઘણો યત્ન કર્યો, પણ પગની પાની સુધ્ધાં એને જોવા ન મળી. મુખમુદ્રા પરથી એ માનવદેહ, એની પુષ્ટતા, પૂલતા, સૂમતો, ઊંચાઈ, પહોળાઈ ચીતરવી એ શક્ય નહોતું. મૂંઝવણ હંમેશાં માર્ગદર્શક હોય છે. એવી મૂંઝવણમાં પડેલા ચિતારાને અચાનક એક માર્ગ સૂઝી આવ્યો : ગધેડા પર વસ્ત્રોની ગાંસડી લાદીને જતી રાજધોબણને એણે ચીતરી નાખી. અરે, રાજ માન્ય ચિતારો એક આવી સ્ત્રીના ચિત્રણ પાછળ પોતાની કલમ ઉઠાવે ખરો ? અને કલમ ઉઠાવી તો ઉઠાવી, પણ ખુદ પોતે ચિત્ર લઈને ધોબણને મળવા ચાલ્યો ! ધોબણ પણ નવયૌવના હતી. એનું નામ માલિની હતું. વન-ઉપવનની વેલને તો એક જ ઋતુમાં મહોર આવતો, પણ માલિનીના રૂપને તો બારે માસ મહોર રહેતી, જ્યારે એ ગર્દભ ઉપર બેસતી ત્યારે એના ઠસ્સા પાસે હાથી પર આરૂઢ થયેલી રાજાની રાણી પણ તુચ્છ લાગતી ! આઠે પહોર એના મોંમાં સુગંધી તાંબૂલ રહેતું. એ જ્યાં પિચકારી મારતી, એ સ્થળ શહેરના ઈશકી નરો માટે બલિવેદી સમું બની જતું. યક્ષ મંદિરનો ચિતારો રાજ શેખર સામે પગલે એક મુદ્રાતિશુદ્ર ધોબણને ઘેર પહોંચ્યો. ધોબણ તો ઘેલી ઘેલી થઈ ગઈ. એણે ધોબીને બૂમ મારી : “એ માટીડા, તારાં ભાગ્ય જાગ્યાં, ચાર પતિમાં તો કોઈની સાથે બેસીને છબી ન દોરાવી, પણ હાલ્ય, તારી સાથે તો બેસું. આપણી આખી ધોબીની નાતમાં ઇંદર-ઇંદરાણી જેવાં શોભશું !” “રહેવા દો એ શ્રેમ ! આ બુડથલ ઇંદર કરતાં, તો રસ-રંગભરી ઇંદ્રાણી જ મારી પીંછીને યોગ્ય પાત્ર છે. લ્યો, આ મારી ભેટ !” ચિતારાએ કહ્યું, ને છબી ભેટ ધરી. ધોબણે દોડીને છબી ઉપાડી લીધી. થોડી વાર એ એકીટસે જોઈ રહી. પછી પોતાના મુખ પર પોતે જ ચૂમી ભરી લીધી : “મારી જ છબી અને બળ્યું મને જ હત આવે છે ! જાણે એક દેહનાં બે રૂપ જ જોઈ લ્યો ! મહામાન્ય ચિતારાજી, કહો આપનાં શાં શાં સન્માન કર્યું ?' એક ખાસ કામ અંગે આવ્યો છું.” “એક શું, અનેક કામ કહો ને. અરે, હું મરું. મારા લાલ ! શું છબી બનાવી છે ! મારી મા બિચારી જોઈને ગાંડી ગાંડી થઈ જ શે. કહો ચિતારાજી, શું કામ પડયું છે ?” કામ જરા ખાનગી છે." વારુ !!* ધોબણે ચારે તરફ નજર ફેરવી અને ઇશારાથી સહુને બહાર ચાલ્યા જવા સૂચવ્યું. આવી જાજરમાન સ્ત્રીની ઇચ્છાની અવહેલના કરનારું પુરુષાતન ત્યાં નહોતું. બધાં ધીરે ધીરે બહાર ચાલી ગયાં. | ચિતારાએ પોતાની તમામ વાત સમજાવીને કહ્યું : “આ બાબતમાં મને કોઈ પણ મદદ કરી શકે તેમ હોય તો તે માત્ર તમે જ છો. રાણી મૃગાવતીનાં એક જોડ કપડાં ખપે-બસ આટલું જ કામ !” અરે, રાજાજી જાણે તો માથું જ કાપી નાખે ? એવાં વસ્ત્ર પહેરનારી આખા મલકમાં પણ બીજે ક્યાં છે ! આપ શું રાણીજીના રૂપ પર....” “ના, ના. મારે રૂપની જરૂર નથી, વસ્ત્રની જરૂર છે." એ વસ્ત્ર લઈને શું કરશો ?" “એનાથી રાણીની દેહયષ્ટિનું માપ કાઢીશ; એ વસ્ત્રો જેને અનુરૂપ થશે એને ચિતારો રાજ શેખર D 27 રહેતો. આદિ સંસારમાં સ્ત્રી શાસક હતી, પુરષ પ્રજા હતી. એ આદિ સંસારનો રિવાજ હજી આ શ્રમજીવી કુળોમાં પ્રવર્તતો હતો. ધોબણનો આ પાંચમો પતિ હતો. ચાર ચાર પતિ એના ગાઈથ્યને નિભાવી ન શક્યા, ને જીવના ગયા. આ રાજ-ધોબી એનો પાંચમો પતિ હતો. પતિ મેલીઘેલો ભલે રહે, ધોબણ તો સદા ઠાઠમાઠથી 26 પ્રેમનું મંદિર
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy