SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ છોકરીનું એકેએક અંગ એ બારીક દૃષ્ટિથી વિલોકી રહ્યો અને જાણે પોતે પૂરી પરીક્ષા કરી ચૂક્યો હોય તેમ થોડી વારે બોલ્યો : “સૈનિકજી, છોકરીનાં હાથ, કાન, આંખ, હોઠ જોયાં, છોકરી સુલક્ષણી છે. રાખી મૂકો ને ! વારંવાર આવો ટચનો માલ બજારમાં આવતો નથી." ના ભાઈ, ના. ચંપાની લડાઈમાંથી એક આ છોકરી અને એક એની મા એમ બેને ઉપાડી લાવ્યો હતો. એની મા ઉપર મારું મન ઠર્યું હતું, પણ એ તો સતીની પૂંછડી નીકળી ! હું જરા અડવા ગયો ત્યાં જીભ કરડીને ભોંય પર પડી. ભલે ગુલામ તરીકે પકડાયેલી, પણ ગમે તેમ તોય સ્ત્રી ખરી ને ! મારું મન જરા પાપભીરુ છે. મનને લાગ્યા કરે છે કે અરેરે, મને સ્ત્રીહત્યા લાગી ! ત્યારથી મન ભારે ભારે રહે છે અને એની માના ચહેરા-મહોરાને મળતી આ છોકરી મને તો દીઠી ગમતી નથી !” “આપ ભારે ધર્મપરાયણ જીવ છો ! સાક્ષાત્ ધર્માવતાર છો. બાકી તો, રસશાસ્ત્ર ને કામશાસ્ત્રની નજરે જરા જુઓ ને, કેવી તારલિયા જેવી આંખો છે ! અરે, એની આંખોમાં રમતો આસમાની રંગ તો જાણે જોયા જ કરીએ ! આ કેશ, અત્યારથી જ નાગપાશ જેવા છે. કૌશાંબીના કોઈ શુંગારગૃહમાં જરા સંસ્કારિત કરાવી કેશ ગૂંથાઓ તો એની પાસે દેવાંગના પણ ઝાંખી પડે.” “કવિ બની ગયો લાગે છે.” “ના રે શ્રીમાન, અમારા ધંધામાં વળી કવિત્વ કેવું ? અસ્થિ, માંસ, મજ્જાના આ વેપારમાં તો ભારે વૈરાગ્ય આવે છે ! જોજો સાહેબ, કોઈ દહાડો હું સંન્યાસી ન બની જાઉં તો કહેજો ! આ તો બાળબચ્ચાં માટે બે ટકાનો સંઘરો થઈ જાય એટલી વાર છે !” હવે આડી વાતો મૂકી દે. આ સોદો પાર પાડી દે.” ફરી એક વાર કહું છું, રાખી મૂકો ! શ્રીમાન, મારી સો ટચની સલાહ માનો.” “ના, ના, આ વેઠ હું ક્યાં વેંઢારું ! અરે, જો મૂલ્ય આપવાની જ શક્તિ છે, તો જ્યારે જોઈશે ત્યારે મનપસંદ માલ મળી શકશે - બે ટકા આઘાપાછા. કૌશાંબીનો દાસબજાર ક્યાં ઉજ્જડ થઈ ગયો છે ? અને મહારાજા શતાનિકે ક્યાં શસ્ત્રત્યાગ કર્યો ચંડિકા જેવું હતું ! કાળા મુખમાં મોટા લાલ હોઠ, એમાં લાલઘૂમ જીભ, લાંબી ભુજાઓમાં રહેલું અણીદાર ત્રિશુળ ! ત્રિશુળનો છેડો નઠોર ગુલામોના લોહીથી રંગાયેલો હતો. ગમે તેવી અભિમાની સ્ત્રી યક્ષિકા પાસે ઢીલીઢસ થઈ જતી. યક્ષિકા ઘડીભર આ નવી ગુલામડી તરફ નીરખી રહી ! છોકરી સૂનમૂન ઊભી હતી. એની આંખોમાં નિરાધારતા ભરી હતી. જાળમાં ફસાયેલી મૃગલીની જેમ એ પરવશ હોય એવો એના મુખ પર ભાવ હતો.. ચંદનની ડાળ જેવી છોકરી છે !” ગુલામોમાં જાલીમ ગણાતી યક્ષિકાને પણ પળવાર છોકરી ઉપર વહાલ આવ્યું. યક્ષિકા !" ઠરાવેલી કિંમતનું સુવર્ણ ગજવામાં મૂકતાં સૈનિક યક્ષિકાની પાસે આવ્યો, એણે જરા નરમાશથી કહ્યું : “યક્ષિકા, કોઈ સારા ગ્રાહકને વેચજે , હોં ! છોકરી સારી છે.” શ્રીમાન, વળી પાછી એની એ વાતો. જુઓ, એક નિયમ કહું : સ્ત્રી, દાસ અને શુદ્ર તરફ કદી માયા–મમતા દેખાડવી નહિ. એ તો ચાબુકના ચમકારકે સીધાં દોર ! અમારે વળી શું સારો ગ્રાહક ને શું ખોટો ગ્રાહક ! અમારે તો ઓછું કે વધતું સુવર્ણ વિચારવાનું વધુ આપે એ સારો ગ્રાહક !” “ના, ના, જો ને છોકરીની આંખોમાં કેવો ભાવ છે !” તમે પુરુષો ભારે વિચિત્ર છે હોં ! ઘડીમાં માયાભાવ એવો દેખાડો કે જાણે હમણાં ગળગળા થઈ જશો, ને ઘડીકમાં ક્રોધભાવ એવો દેખાડો કે જાણે દેહનાં ચિરાડિયાં કરી અંગેઅંગમાં મરચું ભરશો ! મન ન માનતું હોય તો હજીય તક છે, લઈ જાઓ ઘેર પાછી !” ના, એ તો જે એક વાર નક્કી થયું એ થયું. અહીં ‘બે બોલની વાત જ નહિ !” એ તો હું જાણું છું. ઘરવાળીએ ઘસીને રાખવાની ના પાડી હશે. હવે તો બધી ગૃહિણીઓ દાસી તરીકે કદરૂપી અને કાળી દાસીઓને જ પસંદ કરે છે ! મને માફ કરજો શ્રીમાન, તમારા મોટાના ઘરમાં ઉંદર-બિલાડીના ખેલ ચાલતા હોય છે ! એના કરતાં અમે સારાં !” યક્ષિકા બોલતાં બોલતાં મર્યાદા વટાવતી જતી હતી. વિલોચને અડધેથી વાત કાપી નાખતાં કહ્યું : “વારુ સાહેબ ! હવે કઈ નવી લડાઈ ખેલવા જવાના છે, એ તો કહો ! કામરુ દેશમાં જાઓ તો જરૂર ચાર-છ લેતા આવજો. ત્યાંની ઘનકુયુમાં ને સુતનુજ ઘનાની માંગ વધારે છે.” વારુ, વારુ, અને સૈનિક છેલ્લી એક નજર પેલી છોકરી તરફ નાખીને ચાલતો થયો. વારુ સાહેબ, તો કહો તેટલું સુવર્ણ આપું !” વિલોચન અને સૈનિક આ પછી ખાનગીમાં બાંધછોડ કરવા લાગ્યા. જે કિંમત સૈનિક માગતો હતો એ વિલોચનને ભારે પડતી હતી, પણ આખરે સમાધાન થયું. સૈનિકે છોકરીને વિલોચન પાસે ખેંચી ને રસ્સી છોડી લીધી. વિલોચને બૂમ મારીને અંદરની વખારમાંથી એક સ્ત્રીને બોલાવી. એનું નામ યક્ષિકા હતું; ગુલામ સ્ત્રીઓની એ રક્ષિકા હતી. એનું સ્વરૂપ પ્રચંડ, કદાવર ને સાક્ષાત્ 4 પ્રેમનું મંદિર વિલોચન 5
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy