SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ એને ક્ષણ માત્રની શાન્તિ નહોતી, પળવારની નિરાંત નહોતી. કડકડતી ભૂખ ને ગાઢ નિદ્રા તો એણે દિવસોથી ભાળી નહોતી. સહુ એની સત્તા સ્વીકારતા, પણ કોઈ એને પ્રેમ ન કરતું. બધા એની શેહમાં તણાતા, પણ સ્નેહનાં પૂર ક્યાંય વહેતાં નહોતાં. બાહ્ય આવરણો હઠાવીને ખરી રીતે નીરખીએ તો અવંતીપતિ જેવું અનાથ , લાચાર ને અશક્ત આ અવનીમાં બીજું કોઈ નહોતું. ભર્યા સંસારમાં એ એકલો હતો. દુ:ખિયાના વિસામા જેવી એક માત્ર એની દીકરી હતી; એ પણ ગ્રીષ્મ કાળે સરોવર છોડી હંસ ચાલ્યા જાય તેમ, પોતાના શત્રુ સાથે સ્નેહ સાધી ચાલી ગઈ ! પણ આ તો સંસાર હતો. પાપાત્માનો વિજય પહેલો થતો; પુણ્યાત્માને પ્રારંભમાં દુ:ખ જ ભેડતાં જેમ દીપકની જ્યોત પર આપોઆપ પતંગ બળી મરવા ખેંચાઈ આવે છે, એમ અવંતીપતિની શક્તિ ને શેહથી વત્સરાજ આજ સામે પગલે મોંમાં તરણું લઈને આવતો હતો. પોતાની પુત્રી વાસવદત્તા, જેના બળી મર્યાના સમાચારે પોતાના થોડાઘણા સગપણ સંબંધ બંધાયેલા હાથને છૂટા કર્યા હતા, ને ત્યારે વેરભાવનાથી જલતા હૃદયે કંઈક મોકળાશ અનુભવી હતી, એના જ જીવિતના વર્તમાન જ્યારે મળ્યા, ત્યારે અવંતીપતિને હર્ષ કરવો કે વિષાદ માણવો, એ પણ ન સમજાયું. વેર, દ્વેષ, ઈર્ષ્યા ને વાસનાથી ઘેરાઈ ગયેલું એનું અંતર શિયાળના ટોળામાં ઊછરેલ સિંહબાળની જેમ પોતાનો સ્વભાવિક ધર્મ ખોઈ બેઠું હતું. ન હસવાને સ્થાને એ હસતું, ન રડવાને સ્થાને એ રડી પડતું. તાડપત્યસ્નઈ: frનનVT તમનસામ્ - કુટિલતામાં કુશળ માણસને સંતતિનેહ વળી કેવો ? મંત્રીરાજ ! વત્સરાજ-મારો ચોર-સામે પગલે આવી રહ્યો છે.” અવંતીપતિએ શબ્દોને દાંત વચ્ચે કચરતાં કહ્યું. હા, મહારાજ ! વસુબેન પણ સાથે છે. વાહ રે વાસુબેન ! બાપ તેવી બેટી તે આનું નામ !” - “મંત્રીરાજ , તમારી વાત ન સમજાઈ, ગાળ તો દેતા નથી ને ? મારા જેવી મારી દીકરી ?” રાજાના મનમાં આશંકા ઊગી. મારા જેવી એટલે શું ? સારી કે ખરાબ ?” ઘણી વાર સંદિગ્ધ માણસને પોતાની સારપ વિશે શંકા ઊગે છે. હા મહારાજ ! બાપ તેવી જ બેટી ! આપે મહાવીરની પરિષદામાં આત્મભોગ આપી ડંકો વગાડ્યો; વાસુબેને પણ તેવું જ આપભોગભર્યું કાર્ય કર્યું.” - “મંત્રીરાજ , સંસાર વિચિત્ર છે. આપણે જે છીએ તે નથી, જે નથી તે છીએ. મારો આપભોગ તો હું જાણું છું, પણ એ છોકરીએ વળી શું ઊંધું માર્યું ? આ સાધુઓએ તો દુનિયાને ભારે ચકરાવે ચડાવી છે. મારા જેવો પણ એમાં ફસાઈ જાય, તો બિચારાં વાસુ જેવાં ભાવનાઘેલાં અણસમજુ છોકરાંનું તો ગજું જ શું ?”, મહારાજ , આપણે જેમ વત્સદેશને ખાઈ જવા ચાહતા હતા, તેમ મગધનો 192 D પ્રેમનું મંદિર ડોળો પણ એ દેશ પર હતો. કારણ કે આપણી સામે યુદ્ધ જગાવવામાં મગધને વત્સ વચ્ચે નડતો હતો. આમ વત્સદેશ બંને બાજુની ભીંસમાં હતો. ક્યારે કોણ ચઢી આવે ને આખું રાજ્ય પાયમાલ થઈ જાય, તે કહેવાય તેમ નહોતું. આ આપત્તિમાંથી વાસુબેને અને તેના મંત્રી યૌગંધરાયણે દેશને બચાવ્યો. તેઓએ એક ભારે નાટક ૨યું ! વાસુબેન વનના દવમાં બળી ગયાં એમ જાહેર કર્યું. ને બીજી તરફ લઈ જઈને એમને મગધના અંતઃપુરમાં રાજકુંવરીનાં દાસી તરીકે રાખ્યાં. આ તરફ વત્સરાજને લગ્ન માટે સમજાવવા માંડ્યા. એ મહામહેનતે સમજ્યા અને મગધની કુંવરીનું માગું મૂક્યું. મગધને પણ વત્સરાજને વશ કરવો હતો. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે દીકરી આપીને પણ દુમનને હણવો. તેઓએ આ તક ઝડપી લીધી, મગધની રાજકુમારીને પણ વાસુબેને વત્સરાજનાં ગુણગાન કરી લગ્ન માટે તૈયાર કર્યા. બધો મેળ બરાબર બેસી ગયો.” મેળ બેસી ગયો ? મગધ ને વત્સ એક થઈ ગયાં ?” હા પ્રભુ ! વેરભાવે પણ વિષ્ણુ મળ્યા. મગધનું મન શુદ્ધ થઈ ગયું.” ને મગધની કુંવરી પદ્માવતી પટરાણી બની ? મૂર્ખ ભાવનાઘેલી વાસના નસીબમાં અને દાસીપદ જ રહ્યું ?” અવંતીપતિની વાણીમાં ક્રોધ અને અફસોસ ભર્યા હતા. ના, ના, ખુદ મગધની કુંવરીએ જ કહ્યું કે રાજ મહિષીપદ તો વેરીમાં પણ વહાલ જગાવે એવાં વાસુબેનને જ શોભે. વાસુબેનના આપભોગે એમને લોકહૃદયમાં અમર કરી મૂક્યાં. આજે એ બધાં આપને વંદન કરી આશીર્વાદ લેવા આવે છે. કહે છે કે વડીલ છે, મારશે તો એમના હાથે મરશું, જિવાડશે તો એમના હાથે જીવીશું; પણ હવે શત્રુતા તો નથી નિભાવવી.” આશીર્વાદ ? અને તે મારા ? મારા કોપાનલને તેઓ જાણતાં નથી ? મારું નાક કાપીને મારા જ આશીર્વાદ લેવા આવવાની તેઓ વાત કરે છે ? એમનામાં આટલી હિંમત છે ?” અવંતીપતિ અકળાઈ ગયા. શું કરવું તેની કંઈ સમજ ન પડી. એક તરફ હાણ, બીજી તરફ હસવું ! “કેવાં વિચિત્ર થઈ ગયાં છે લોકો ! અરે, કેવી કેવી અજબ યુક્તિઓ અજમાવે છે – વિરોધીને વશ કરવાની ! અમે તો એક ઘા ને બે કકડાની નીતિમાં જ આજ સુધી ભરોસો રાખ્યો છે. આ શ્રમણોએ આ નવો પ્રકાર કાઢચો : મરીને માળવો લેવાનો !” મહારાજ , જે મરવા તૈયાર થયું એ અમર બની ગયું; જેનો મૃત્યુભય ગયો એને કોઈ મારી શકતું નથી. હિંમત હશે તો જ આવતાં હશે ને ? અને આપનું હૃદય તો એક વાહલસોયા પિતાનું છે, એ તો જાણે છે ને ?” મંત્રીએ કહ્યું. મને તમે બધાં મોળો પાડી ઘો છો !” મરીને માળવો લેવાની રીત | 193
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy