SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ તુષ્ટમાન થાય એટલી વાર છે.” સંગ્રામ શરદ ઋતુ સુધી મુલતવી રહેશે. મંત્રીરાજ ! મુનિઓ જેવાં ચાતુર્માસ કરે એવાં રાજાને પણ આ ચાતુર્માસ : ન અવાય ન જવાય !” રાજા અને મુનિ-સત્તા અને સેવા-આખરે તો લોકકલ્યાણની જ બે ભૂમિકાઓ છે ને ! રાજા તે યોગી, યોગી તે રાજા !” ખરેખર, મારા શસ્ત્ર કરતાં આ શબ્દો વધુ બળવાન છે. મંત્રીરાજ , યુદ્ધ સ્થગિત કર્યાના વર્તમાન પ્રસારી દો ! ભલે સહુ નિરાંતે ચાતુર્માસ નિર્ગમન કરે !” જેવી આજ્ઞા !” મંત્રીરાજ બહાર નીકળ્યા. એ આજે ચાલતા નહોતા, ઊડતા હતા. એમની શાન્તિની ઝંખના કંઈક આકાર ધારણ કરવા લાગી હતી. 27 વહેશે અહીં સમર્પણની ધારા ધારવા પ્રમાણે આકાશમાં વાદળો વરસી રહ્યાં. આખી પૃથ્વી જળબંબાકાર બની ગઈ. અવર-જવરના માર્ગો ખોદાઈ ગયા, ને નિત્યપ્રવાસીઓ પણ એક સ્થળે સ્થિરવાસ સેવી રહ્યા. પૃથ્વીએ હરિયાળું ઓઢણું ઓઢી લીધું. ખેડૂતો માટે સાદે ઋતુગીતો ગાતા ખેતરોમાં કામ કરી રહ્યા. આ ઋતુ યુદ્ધ માટે યોગ્ય ન હોવાથી પ્રત્યેક ગામ-નગર ધર્મ-વાર્તાઓ સાંભળવામાં લયલીન બન્યાં. - વત્સ દેશના રાજા ઉદયન અને નવાં પટરાણી વાસવદત્તા આજે નગરચર્યાએ નીકળ્યાં છે. રાજ-સેવામાં આનંદ પામતાં આ રાજા-રાણી હવે લોકસેવા કરી હર્ષ અનુભવી રહ્યાં છે. દુઃખીઓને મદદ કરવામાં, નિરુદ્યમીને ઉદ્યમ આપવામાં દરિદ્રનું દારિઘ ફેડવામાં તેઓ સદા વ્યગ્ર રહે છે. કદી કવિતકથા કરે છે, કદી વિનોદવાર્તા કરે છે, કદી હાસ્યખેલ પણ માણે છે. છતાં આડંબરોથી અળગાં રહે છે. તેઓ માને છે કે આ આડંબરો જ આપણો અર્થો આનંદ હરી લે છે ! મુક્ત મન જેવો આનંદ ક્યાંથી ? માતા મૃગાવતી તો સાધ્વી બનીને પગપાળાં ઘૂમી રહ્યાં છે. એમના અહિંસાપ્રેમના સંસ્કારો વત્સની ભૂમિને નવી રીતે સીંચી રહ્યા છે. પુત્રના સુખદુ:ખના સમાચાર મળ્યા કરે છે, પણ મનની પાટી પરથી જાણે મમત્વ ધોઈ નાખ્યું છે. એ સંયમ અને તપથી જીવે છે, સર્વ જીવો પર સમાન ભાવ રાખે છે અને ઉપદેશમાં એટલું જ કહે છે કે “અહં'નો ભાવ છાંડીએ તો આ ભવમાં જ આપણું કલ્યાણ છે ! આ બધા ઝઘડા ‘અહં ' ભાવના જ છે. મૃગાવતી અને ચંદનબાળા એ બે મહાજ્ઞાની સાધ્વીઓની કથાએ વત્સદેશમાં ભારે આનંદ પ્રવર્તાવ્યો, અને એ રીતે પણ જ્ઞાનમય અને ત્યાગમય વાતાવરણમાં 186 | પ્રેમનું મંદિર
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy