SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ “ખરું છે, મહારાજ !” મંત્રીરાજ , હાજી હા ન કરો ! સ્પષ્ટ સલાહ આપો” અવંતીપતિને મંત્રીરાજની પદ્ધતિ ન ગમી. શું સ્પષ્ટ સલાહ આપું ? વનરાજ એવો હોય છે કે યુધા હોય કે નહીં, શિકારને હયે જાય છે. આપની નીતિ અત્યારે વનના વાદ્ય જેવી છે. નહિ તો આપણે સંકલ્પ કરીએ અને તરત સિદ્ધિ થતી હોય ત્યાં આ યુદ્ધની નિરર્થક ઉપાધિ વહોરવાની જરૂર શી ? આપે મગધને પદ દલિત કરવા ઇચ્છવું ને ત્યાં એના જાણે પડઘા પડ્યા. મગધનો આધારસ્તંભ મહામંત્રી અભય સાધુ થયો. મગધરાજ શ્રેણિકને આપ જેવી શિક્ષા કરત એનાથી ભુંડી શિક્ષા એના પુત્રે કરી અને એ વેઠીને એ કમોતે મર્યો. વીતભયનગરના રાજવીને હેરાન કરવાનો વિચારમાત્ર કર્યો ને એના રાજાનું ને એની પ્રજાનું ધનોતપનોત નીકળી ગયું. પછી લડાઈ જગાવવાનું કંઈ કારણ ? માણસ ગોળથી મરતો હોય તો ઝેરની શી જરૂર ? અને લડાઈનું મેદાન કોને સદા અનુકૂળ રહ્યું છે; કે આપણને સદાકાળ રહેશે ? વિજયસુંદરી વરમાળા કોને આરોપશે તે નિર્ણિત હોતું નથી. એના કરતાં આપણે આપણા ભારબોજમાં રહીએ એ શું ખોટું ?” “મંત્રીરાજ, પણ અવન્તીની આબરુને લૂંટનાર આ વત્સરાજ ઉદયનને શું એમ ને એમ જ જવા દેવો ? શું એને શિક્ષા ન કરવી ? એની માએ આપણને ઠગ્યા; છોકરો પણ આપણી સાથે રમત રમી ગયો. ડોસી મરવાનો વાંધો નથી, પણ આ તો જમ ઘર જોઈ જાય છે !” “આપણને કોઈ ઠગી શકે તેમ નથી. આપણે તો હાથે કરીને ઠગાયા છીએ. એ દિવસે ભગવાન મહાવીરની પરિષદાનું આપણે માન રાખ્યું. મહારાજ, એ કાર્ય તો આપણી કીર્તિને અમર કરનારું નીવડ્યું. આ વત્સ દેશની વાત પર ક્રોધ નહિ પણ ક્ષમા દાખવીએ. થયું ન થયું થવાનું નથી. વાસવદત્તા જેમ આપણી દીકરી એમ વત્સરાજની એની વિવાહિતા પત્ની બની. લેખ માથે મેખ નહીં મરાય. એને માફ કરીએ તો જગમાં આપણે હલકા નહિ લાગીએ. છોરું કછોરું થાય, પણ માવતરે તો મમતા જ દેખાડવી ઘટે.” મંત્રીરાજ , મારો કોપાગ્નિ એમ શાંત નહિ થાય !” “તો સ્વામી, આજ્ઞા આપો, અત્યારે જ ચઢાઈ કરી દઉં. પણ છોકરાને મારનારી મા આખરે પોતે રડવા બેસે છે, એટલું યાદ રાખજો.” મંત્રીરાજે તક પારખી લીધી. અવંતીપતિ વિચારમાં પડી ગયા. વજ જેવી હૈયાદીવાલમાં કંઈક નરમાશ 184 D પ્રેમનું મંદિર આવતી હતી. એમણે આગળ ચલાવ્યું : “ક્ષમામાં ખરી શક્તિ છે. મહારાજ, વારંવાર લડાઈઓ જગાવવાની વૃત્તિઓને આપણે દાબવી જોઈએ. શાન્તિમાં સાચું સુખ છે. એક લડાઈ હજારો ઉજાગરા ને લાખો મુશ્કેલીઓ લઈને આવે છે. આપે રાજા થઈને કયું સાચું સુખ, કઈ સાચી શાન્તિ અનુભવી ? જીવનની મધુરતાનો શો અનુભવ કર્યો ? સદાય અતૃપ્તિ, સદાય ઉશ્કેરાટ, સદાય સંદેહ ! પ્રત્યેક પળે લાગણીઓનો ખળભળાટ ! શું મોટા કહેવાતા જીવોનું સુખ આ જ હશે ? હું તો ઇતિહાસ તરફ નજર નાખું છું ને મને કંઈનું કંઈ થઈ જાય છે ! આપણે એકબીજાનાં-પોતાનાં ને પારકાનાં-ગળાં કાપવાનો જ જાણે ધંધો લઈ બેઠા છીએ !” જરા ઇતિહાસ ઉકેલો. ચંપાને રણમાં રોળનાર રાજા શતાનિકનું શું થયું ? યુદ્ધમાં એનું અકાળ મૃત્યુ થયું. એનો દીકરો જોર કરવા ગયો ને આપણો કેદી થયો. એણે વળી જબરું જોર કર્યું ને આપણી આંખમાં ધૂળ નાંખી !” જે સબળ બન્યો એ શેતાનની ગત શીખ્યો. રાજા કુણિકે સેનાને અને સામંતોને ભડકાવી, પોતાની પડખે લઈ, સબળ બની નિર્બળ બનેલા બૂઢા બાપને હણ્યો ! વળી એ વેરના પડઘા ન જાણે કેવા પડશે ? આપણે જાણે અહિ-નકુલનો ન્યાય પ્રવર્તાવી બેઠા છીએ. હજી જાગીએ તો સારું. ભગવાન મહાવીરની અહિંસક ભાવવાળી પ્રેમમય વાણી વાતાવરણમાં પ્રસરી રહી છે. ગઈ કાલે વેરનો બદલો વરથી લેવાતો એમાં જ મહત્ત્વ ગણાતું-આજે એમાં પરિવર્તન આવ્યું છે; પ્રતિકાર કરનાર નહિ, પણ ક્ષમા કરનાર મોટો લેખાય છે. પૃથ્વીને તેઓએ પ્રેમનું મંદિર કહ્યું છે. તેઓ કહે છે કે જેવો જેનો સંકલ્પ એવી એની સૃષ્ટિ, ધૃણાને બદલે પ્રેમ, ભયને સ્થાને વિશ્વાસ, શોષણને સ્થાને સેવા, અધિકારને સ્થાને કર્તવ્ય સ્થાપવાના પ્રયત્નો આરંભાયા છે. આપણે સુખી થઈશું તો આ માર્ગે ! જીવનની ક્ષણભંગુરતા વિશે આપણને કંઈ કલ્પના પણ હોય તેમ લાગતું નથી.” “મંત્રીરાજ ! જુઓ, પણે ઉત્તર દિશામાં મેઘ ચઢતા આવે. આકાશમાંથી બાફ વરસે છે. નક્કી ચારેક દિવસમાં વરસાદ આવી પહોંચ્યો સમજો.” “વાદળના રંગ તો એવા જ ભાસે છે." “આ વર્ષે વરસાદ કંઈક વહેલો આવી પહોંચ્યો.” ધરતી વહેલી સુખ પામશે. સૂકા વનમાં ફરીને ભૂખ્યાં ગૌધણ ચારો ચરતાં આશિષ આપશે. કૃષિકારો આનંદમાં આવી જશે. પૃથ્વી હરિયાળું ઓઢણું ઓઢશે. નદીસરોવર છલકાઈ જશે. ધરતીનો ધણી તો તુષ્ટમાન થયો ! હવે અવંતીનો પતિ દુવિધામેં દોનોં ગઈ ! | 185
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy