SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ભોજન લેવા બેઠો. સામે કદલીદલ જેવી હું બેઠી. બિચારો ખાય શું ? મારા સામે જ જોઈ રહ્યો. ધીરે ધીરે એને મારી ભૂખ જાગી ! મેં એની ભૂખને હાવભાવથી ખૂબ સતેજ કરી, એ પછી તો એ મારો કિંકર જ બની ગયો ! શું તને વાત કરું, બહેન ? સ્ત્રી વિશે તો એ કંઈ જાણે જ નહીં !' ‘વાહ રે કલિકા ! ત્યારે તો ખૂબ ગમ્મત આવી હશે. મારી ઇચ્છા યોગીનો સ્વાંગ ધરીને આવતા આ રાજકુમારને નાથવાની છે. કહે છે કે એ પણ બાલ બ્રહ્મચારી છે.' અલકા બોલી. ‘આ રાજયોગીનું તેજ અનોખું કહેવાય છે, પણ અલબેલી ઉજ્જૈનીનો રંગ એને જરૂર લાગી જશે.' કલિકાએ કહ્યું. ‘પણ એની સાથે પેલી જુવાન રૂપવતી છોકરી કોણ છે ?' ‘એની બહેન છે.’ ‘આવી જુવાન છોકરીને ઘરમાં સંતાડી રાખવી જ સારી અને રાજકન્યા હોય તો ઝટ પરણાવીને અંતઃપુરમાં પૂરી દેવી સારી. ઉજ્જૈનીના રસાવતાર રાજવી દર્પણસેનના રાજમાં આવી છોકરીને આ રીતે, હરણીની જેમ, છૂટથી હ૨વાફરવા દેવી ઠીક નહિ. પણ હવે એ છોકરીનું તો જે થાય તે ઠીક, પણ આ યોગીની બાબતમાં કંઈ વિચાર થાય છે ?' અલકાએ કહ્યું . ‘ઓ પેલી હસ્તિની આવે. એને પૂછીએ. એની પાસે બધી વિગત હશે.' સામેથી હાથીદાંતની પાલખીમાં ઉજ્જૈનીની સુપ્રસિદ્ધ નર્તકી હસ્તિની આવી રહી હતી. રાતના ઉજાગરાથી એની આંખો ઘેરાયેલી હતી. મદ્યના અતિશય સેવનથી હજી એ ચકચૂર હતી. કલિકા અને અલકા પાલખી પાસે ગયાં, એટલે પાલખી ઊભી રહી. હસ્તિની આ રીતે પાલખી થોભતાં જરા ગુસ્સે થઈ, પણ કલિકા અને અલકાને જોઈને બોલી : ‘કાં લિકે ? કેટલા રાજાને લૂંટ્યાં ? કેટલા યોગીને પાડ્યા ? તું હમણાં મોટા વિક્રમો કરવા માંડી છે !' મોટી બહેન ! આ કલિકાએ હમણાં એક યોગીને પાડ્યો. કહે છે કે બિચારો સ્ત્રી વિશે કંઈ જ જાણતો નહોતો.’ અલકાએ કહ્યું. ‘અને બહેન !' કલિકા બોલી, “આ અલકા તો આજ સુધી એની તિજોરી ભરવામાં જ પડી હતી. ઘરડો રાજા, રોગી અમાત્ય, દમલેલ શ્રીમંત–કંઈ જોવાનું જ નહિ, જોવાનું ફક્ત એનું સુવર્ણ ! પેલી વાત કહી દઉં, અલકા ?’ અલકા જરા છોભીલી પડી ગઈ. અલબત્ત, એણે આજ સુધી પોતાનું સૌંદર્ય સુવર્ણ પાછળ વહાવ્યું હતું. એણે માણસ કેવો છે કે કેવા નહિ તેની જરાય પરવા 176 – લોખંડી ખાખનાં ફૂલ રાખી નહોતી, છતાં એ ઝટ હારે તેવી નહોતી. એ બોલી : ‘તું કોઈ પણ વાત હસ્તિનીદેવીને કહે એમાં મને વાંધો ક્યાં છે ? હું ક્યાં નથી જાણતી કે તેઓ આનંદભૈરવી તરીકેનું પદ પ્રાપ્ત કરે છે ત્યારે તેમને પણ મારા જેવા પુરુષોને પાલવવા પડે છે !' અલકાએ છેલ્લે ટોણો માર્યો અને પોતાના મહત્ત્વની રક્ષા કરી. હસ્તિની તંત્રમાર્ગની ઉપાસિકા હતી. ભૈરવીદીક્ષા એણે અનેક વાર લીધી હતી. એ મોં મલકાવીને બોલી : ‘અલકાની વાત મારે જાણવી છે. બાકી હું જે કરું છું એ તો ધર્મ છે. ધર્મકાર્યમાં ચર્ચા ન થાય. ધર્મમાં તો માત્ર શ્રદ્ધા જ રખાય. હાં કલિકા, કહે તો અલકાની વાત !' ‘કહું ?’ વળી કલિકાએ અલકાને પૂછયું. કહે ને ! એમાં મને કંઈ શરમ નથી !' કલિકાએ કહ્યું, ‘જેમ ધર્મની વાત જુદી છે. જેના હાથમાં દામ એ આપણો રામ !' ‘હસ્તિનીબહેન ! આ વાત મને અલકા એ જ કરેલી.' કલિકાએ વાત શરૂ કરતાં કહ્યું : ‘એક વૃદ્ધ રાજવી અને ત્યાં મહેમાન થયેલો. બહાર ખૂબ ધર્માવતાર ગણાય, પણ અંદરથી પૂરો રસાવતાર. અલકા પાસે આવવાની ઘણા વખતથી એની ઇચ્છા, પણ અલકા સુવર્ણ ખૂબ માર્ગ, બૂઢા રાજા પાસે સુવર્ણ ઘણું, પણ જીવ ઘણો કંજૂસ. આખરે એક દહાડો એ વૃદ્ધ રાજવી અહીં હોમહવનમાં ભાગ લેવા આવ્યો. એ રાત્રે તેણે અલકાને નૌકામાં આમંત્રી. અલકાએ ખૂબ સુંદર નૃત્ય કર્યું, પણ રાજા તો નૃત્યનો નહીં સૌંદર્યનો ભોગી હતો. એના રોમેરોમમાં કામ વ્યાપી ગયો. કલિકાએ હર્ષમાં વાતને બહેલાવવા માંડી. એ આગળ બોલી : ‘પણ અલકા કોનું નામ ? જમવામાં તો બત્રીસાં ભોજન પીરસ્યાં; પણ હાથ અડાડવાની મનાઈ ! બિચારાને ખૂબ ટટળાવ્યો ! ઠંડી રાતમાં માણસ કંપે એમ એ રાજા કંપી રહ્યો. મોંમાંથી લાળ ટપકવા માંડી. ધ્રૂજતો ધ્રૂજતો એ પૃથ્વી પર નિશ્ચેતન થઈ પડ્યો : અલકાએ દોડીને એને પોતાનું પડખું આપીને હૂંફ આપવા પ્રયત્ન કર્યો : પણ એ કંપમાં ને કંપમાં બિચારા બૂઢા રાજાનું વિષયી પ્રાણપંખેરું ઊડી ગયું !' કલિકા વાત કરતાં થોભી. ‘અલકા, ગજબ કર્યો તેં !' હસ્તિની બોલી. ‘હસ્તિનીબહેન ! ગજબ તો લોકોએ પછી કર્યો.’ અલકા વચ્ચે બોલી, ‘એ રાજાની સાથે એક પરિચારક હતો. એ દોડીને બૂઢા રાજાની સોળ વર્ષની નવી રાણી માધવીને ખબર આપી આવ્યો. મંત્રીઓ એકઠા થયા. એમણે મને બોલાવી. પહેલાં મને ધમકાવી, પણ ધમકીને તાબે થાય એ બીજી ! મેં કહ્યું, રાજા દર્પણસેનનું રાજ નરનાં શિકારી C 17
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy