SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ગરબડ કરશો તો તમારા રાજાને ફજેત કરી નાખીશ.' અલકા થંભી. ‘અલકા ! ભારે હિંમતબાજ તું તો !' કલિકાએ અલકાની પ્રશંસા કરી. અલકા ખીલી ઊઠી; એ આગળ બોલી : ‘પછી એ લોકોએ મને માગું તેટલું સુવર્ણ આપીને મારી પાસેથી મૂંગા રહેવા વચન માંગ્યું. મેં વચન આપ્યું. પછી તેઓએ રાજાનું શબ કડક થઈ જાય તે પહેલાં એને પલાંઠી વાળીને પદ્માસને બેસાડ્યું ને ત્યાંથી દૂર એક મંદિરના પ્રાંગણમાં લઈ જઈને મૂકી દીધું. પાસે માળા મૂકીને જાહેરમાં કર્યું કે રાજાજી તપ-જપ કરતાં પંચત્વ પામ્યા ! હસ્તિનીબહેન ! શું વાત કરું તમને ! એ હવસખોર ડોસો પળવારમાં પ્રજાનો દેવતા થઈ ગયો ! એને નામે મંદિર બંધાયું ! આશ્રમ સ્થપાયો ! એને નિમિત્તે ભજનભાવ ચાલે છે.’ હસ્તિની બોલી : ‘હશે, જીવતાં નહિ તો મર્યા પછી પણ ધર્મનું નિમિત્ત તો બન્યો ને ! નાહ્યા એટલું પુણ્ય !' અલકા બોલી : ‘અરે ! એવા હરામીના આશ્રમોમાં કંઈ સારાં કામ થોડાં થાય? આજે આશ્રમ એની સોળ વરસની માધવી રાણીના યથેચ્છ વિહારનું ધામ બન્યો છે. હવે માધવી રાણી તંત્રવિદ્યા શીખે છે. તાંત્રિકો ત્યાં અડ્ડા નાખીને પડ્યા છે. ઘણા રાજકુમારો અને રાજાઓ એ આશ્રમના ઉપાસકો બન્યા છે. દર્શન, વંદન ને સમાધિ જોરથી ચાલે છે.’ ‘અલકા ! ખરી રીતે મને પૂછે તો આપણે જેટલાં અંદર-બહાર ચોખ્ખાં છીએ, એટલું બીજું કોઈ નથી. આ દુનિયા તો ભારે પોલંપોલ છે.’ હસ્તિનીએ કહ્યું : એને આ બે રમતિયાળ કન્યાઓમાં ભારે રસ આવ્યો હતો. વાતો દ્વારા ચિત્ત પ્રસન્ન કરવા એણે એ બંનેને પાલખીમાં લઈ લીધી. પાલખી ઊપડી એટલે વળી હસ્તિનીએ ચર્ચા ઉપાડી : ‘કલિકા !તું કહેતી હતી કે અલકાએ હવે સુવર્ણ મૂકીને સૌંદર્યની ઉપાસના શરૂ કરી છે અને એક યોગીને દાઢમાં લીધો છે : એ શું ?' પેલો ગઈ કાલે અહીં આવ્યો છે, એ રાજસંન્યાસી ! એનું નામ આર્ય કાલક! કેવી મોહક કાન્તિ છે એની ! એના રોમરોમમાંથી અસ્પૃશ્ય યૌવનની તાજી માદક ગંધ આવે છે.’ અલકા બોલી. ‘કોની વાત કરે છે ? ધારાવાસના રાજકુમાર કાલકની ?’ ‘હા. તમે જોયો છે ? કેવો સુંદર નર છે !' અલકા બોલી. ‘ખરેખર અદ્ભુત નર છે !' હસ્તિનીએ કહ્યું. ‘હું એને પિછાણું છું.’ ‘તમે અને પિછાનો છો, હસ્તિનીબહેન ?' અલકા એકદમ હતોત્સાહ બની ગઈ. ‘તમે એમને ક્યારે મળેલાં ?' 178 E લોખંડી ખાખનાં ફૂલ ‘છ મહિના પહેલાં.' ‘તો પછી એ અમારા સામે શું કામ જુવે ?' અલકા ઢીલી પડી ગઈ : ‘અને એવા પડેલા નરને પાડવો એમાં બહાદુરી પણ શી !' ‘એવું નથી; હું તો મારી બહેનપણી સુનયનાને લેવા ગઈ ત્યારે મેં એને જોયો હતો.' હસ્તિનીએ ખુલાસો કરતાં કહ્યું : ‘ઘણા દિવસથી સુનયનાનો પત્તો નહોતો. રાજા દર્પણર્સને મને ખબર કાઢવા મોકલી. હું ત્યાં ગઈ એ દિવસે જ રાજકુમાર કાલક રાજાનો ત્યાગ કરી, સંન્યાસી બની નીકળી પડવો.’ “એટલે તમે એને મળી શક્યાં નથી, એમ જ ને ?’ ‘મળી નથી.’ ‘એટલે હજી સુધી એ કોઈ સ્ત્રીના સંપર્કમાં આવ્યો નથી ?' ‘ના, તારે શું કામ છે ?” ‘હું અખંડિત પુરુષ ચાહું છું. મુગ્ધ નરની ઉપાસિકા છું.’ ‘પણ તારો ગજ ત્યાં નહિ ચાલે.’ હસ્તિનીએ કહ્યું. ‘કેમ ?’ અલકા એકદમ ચોંકી પડી. ‘તે એનું મનડું લોભાવી લીધું છે શું ? તારે ખાતર તો અહીં આવ્યો નથી ને ?' ‘મૂરખી ! આ વજ્જરનો છે. સુનયના જેવી સુનયના એની પાસે પાણી પાણી થઈ ગઈ, તો પછી બીજાનું શું ?' ‘શું સુનયનાએ એનામાં ઝેરનો પ્રવેશ ન કરાવ્યો ?' ‘ના. ઊલટું સુનયનાના ઝેરને એણે હણી નાખ્યું. રાજસંન્યાસી કાલક કામવિજયી પુરુષ છે. જોજો એની પાસે જતાં, નહિ તો ધંધો ખોઈ બેસશો અને પછી ભૂખે મરશો.’ ‘એમ ’ “હા, સુનયનાનું એમ જ થયું છે.' હસ્તિનીએ કહ્યું. ‘ખોટી વાત. કાલે જ રાજા દર્પણસેનની ઇંદ્રસભામાં અમે નૃત્ય કરવા ગયાં હતાં. તે વખતે મહારાજ દર્પણર્સને જ કહ્યું હતું કે ચતુરા નારની ચતુરાઈ ગજબની હોય છે, ઝટ કળાતી નથી. સુનયનાએ રાજકુમાર કાલકને ભિક્ષુ બનાવ્યો, પોતે ભિક્ષુણી બની. બંનેએ અહીં મળવાનો કોલ આપ્યો છે.’ ‘સાવ જૂઠી વાત. સુનયનાએ મને મોઢામોઢ બધી વાત કહી છે. એ પોતે ભિખ્ખુણી બની જશે, એ વાત ચોક્કસ; પણ એ પહેલાં રાજકુળોમાં અને અન્ય કુળોમાં પ્રવર્તતા વ્યભિચારને એ પ્રગટ રૂપે પ્રજા સમક્ષ મૂકી દેવા માગે છે.’ હસ્તિનીએ કહ્યું. નરનાં શિકારી C 179
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy