SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ એક સ્ત્રી અને એક પુરુષ ! જીવનભરનું બંધન : સુખમાં કે દુ:ખમાં સાથે રહેવું: આ કલ્પનાને ગણ્યાગાંઠ્યા માણસો સિવાય કોઈ માન ન આપતું. ઘરમાં એક, બહાર એક, પ્રવાસમાં એક, નૌકામાં એક, એમ પ્રિયા, પ્રિયતમા, પ્રેયસી અને પદ્માંગનાઓની ગણતરી થતી, ને આમ જેનો સરવાળો મોટો થતો એ સર્વમાં શ્રેષ્ઠ લેખાતો. | પાનાગારોમાં પુરુષોની મંડળી મળતી. આ મંડળી શહેરની તમામ સુંદર સ્ત્રીઓની નામાવલિ યાદ કરી જતી, અને એ સ્ત્રીઓની રૂપની લાક્ષણિકતા વિશે ઝીણી રસિક શાસ્ત્રીય ચર્ચા કરતી. કોઈની કેશાવલિ, કોઈનું વક્ષસ્થળ, કોઈની ચાલ, કોઈનું નાક, કોઈના જઘન, તો કોઈની કટિ, એમ વિવિધ અંગોની ચર્ચા ત્યાં લંબાણથી ચાલતી. આ પુરુષોના રૂપ, રસ અને બળની ભારતમાં ખ્યાતિ હતી. પોતાની પ્રેયસીને કોઈ ઉપાડી જતું કે પ્રેયસી સ્વયે કોઈની સાથે ચાલી જતી તો પ્રિયતમ રણે ચઢતો. એના મિત્રો એમાં સાથ આપતા. કુટુંબીઓ એમાં ભાગ લેતા ને ભયંકર યુદ્ધો ને ખૂનખરાબા થતા. એક પ્રેયસીને પાછી લાવવાના પ્રયાસમાં કેટલાંક કુટુંબો ને ખાનદાન કુળો નષ્ટભ્રષ્ટ થતાં, આવાં કુળોની કવિઓ કથા કરતા અને ચકલે અને ચૌટે એમને બિરદાવતા. આથી બીજા જુવાનોમાં પણ પ્રેમનો માદક અને મારક નશો પ્રગટતો. એ નશામાં આંતરે દહાડે એકાદ બે હત્યા કે અપહરણો થયાં કરતાં, નિત્યની એ ઘટનાઓ હતી. રૂપ કે પ્રેમને ખાતરી થતી આ હત્યાઓ કે અપહરણો વિશે કોઈને કંઈ અનુચિત કે કહેવા જેવું ન લાગતું, એ સ્વાભાવિક લેખાતું. અવન્તિની નર્તિકાઓ પણ આબેહુબ અપ્સરાઓના નમૂના જેવી રહેતી. અહીંની પ્રખ્યાત નર્તકી, ‘હસ્તિની’ હતી. એના દરવાજે રાજાઓ, રાજ કુમારો અને શ્રેષ્ઠીપુત્રો મુલાકાતની રાહ જોતા હારબંધ ખડા રહેતા. - હસ્તિની ખરેખર હાથીદાંતની પૂતળી જેવી હતી. સવારે આવીને ઊભા રહેલા આ સર્વ મહાનુભાવોને સંધ્યાટાળે મિલન કે દર્શનની મંજૂરી મળતી, તોપણ તેઓને સ્વર્ગ મળ્યા જેટલો આનંદ થતો ! - હસ્તિની હાથીદાંતના મહેલમાં રહેતી, ગજ મુક્તાનાં આભૂષણો ધારતી. એ ફૂલશયા પર પોઢનારી ફૂલપરી હતી. સાથે એ એક ગુપ્ત ધર્મપંથની પણ અનુયાયિની હતી. એ પંથ ગુપ્ત હતો અને મોટા મોટા માણસો એના અનુયાયીઓ હતા. ઉજ્જૈની અનેક પંથો, મતો, સંપ્રદાયોનું કેન્દ્રસ્થાન હતી. ક્ષિપ્રાને કાંઠે, એના સ્મશાનોમાં, એની કંદરાઓમાં, એનાં મંદિરોમાં અનેક મત-પંથો સજીવ હતા. કેટલાક મતો અંધકારલીલામાં માનતા ! 170 D લોખંડી ખાખનાં ફૂલ અઘોરીઓ, કાપાલિકો અહીં ઠેર ઠેર જોવા મળતા. સંસારની ગમે તેવી બીક્ષઃ ક્રિયાઓ એ વિના સંકોચે કરતા. અરે એ ગંદકીને આરોગતા ! આરોગેલું વમન કરતા! અને વમન કરેલાનું જમણ કરતા ! અહીં જીવ અને શિવ, પુરુષ અને પ્રકૃતિ, સત્ય અને ભ્રમ દ્વૈત અને અદ્વૈતની ચર્ચા કરનારા સંન્યાસીઓના મઠો હતા અને સંસારનો ત્યાગ કરનારા ઋષિઓના આશ્રમો પણ હતા. આ ત્યાગી તપસ્વીઓમાં રાજપાટને ત્યાગનારા રાજાઓ અને અમૂલખ દોલતને છોડનાર શ્રેષ્ઠીપુત્રો પણ હતા. એમનાં ભજનોમાં દુ:ખનો આનંદ અને શોકનો ઉલ્લાસ ગુંજતો. ભારતના મુખ્ય ધર્મો શૈવ, જૈન, બૌદ્ધ ને શક્તિનાં ધર્મસ્થાનો અહીં હતાં. એ સ્થાનકોમાં તે તે ધના ઉપાસકો આવતા અને ધર્મગુરુઓના ઉપદેશો સ્વીકારતા. બહારથી આવેલા શક, હૂણ કે યવનો આ ત્રણે ધર્મનાં ધામોમાંથી ગમે તેમાં જતા અને જાતિને અલગ રાખી તે તે ધર્મને અનુસરતા. ઉજ્જૈની માટે કહેવાતું કે એ રૂપભિક્ષુઓ અને ધર્મભિક્ષુઓનો અખાડો છે. એક તરફ રૂપજીવિનીઓ, ગણિકાઓ, નર્તિકાઓનાં બજારો હતાં; તો બીજી તરફ નાની પાઠશાળાઓ મોટા મોટા મઠો અને નગરના પ્રાન્ત ભાગમાં આવેલા આશ્રમો હતા, જ્યાં જાતજાતના ધાર્મિક—તાત્ત્વિક વિવાદો ચાલ્યા કરતા. આ વિવાદો દિવસો સુધી ચાલતા. દેશદેશના પંડિતો અને ધર્મશાસ્ત્રીઓ અહીં ભાગ લેવા આવતા. બે લંગોટી અને ત્રણ રોટીના વૈભવવાળા આ મહાપુરુષો હતા ! કહેવાતું કે ભારતની જે આધ્યાત્મિક યા આત્મિક સંસ્કૃતિ છે, તેના રક્ષણકર્તા અને પ્રચારકો આ મહાપુરુષો હતા. એક તરફ ઉજ્જૈનીમાં સપ્તભૂમિપ્રાસાદો હતા અને એક તરફ વડની છાંય નીચે યા ઘાસની પર્ણકુટીમાં રહેનારા સાચા મહાપુરુષો હતા. એમની બાહ્ય સંપત્તિ ઘટ (ઘડો), પટ (વસ્ત્ર) અને ચટ (સાદડી)માં સમાઈ જતી; અને આંતર સમૃદ્ધિમાં એ ઈશ્વર જેવા ઈશ્વરની પણ ઘડીભર ખબર લઈ શકતા, એને અસ્તિ કે નાસ્તિ કરી શકતા. અનેક મુમુક્ષુઓની ભીડ તેમનાં દ્વાર પર જામેલી રહેતી. વિધવિધ જાતની ચર્ચાઓ નિરંતર વહેતા ઝરણની જેમ એમને ત્યાં ચાલ્યા કરતી. કોઈ આવીને કહેતું કે સાકાર બ્રહ્મોપાસના કરવી કે નિરાકાર ? કોઈ કહેતું કે જગતકર્તા બ્રહ્મ તે વા મનથી અગોચર છે, તેથી તેની ઉપાસના થઈ શકતી નથી, તો શું કરવું ? કોઈને પ્રશ્ન થતો, ‘બ્રહ્મ કોને કહેવું ? જગતનાં જન્મ, સ્થિતિ અને નાશ અલબેલી ઉર્જની D 171
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy