SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ 22 અલબેલી ઉર્જાની. ક્ષિપ્રાનો સુંદર સરિતાતટ છે. હાથીઓ એના જળમાં ક્રીડા કરે છે. કુમારી અને કુમારિકાઓ એમાં સ્નાનક્રીડા કરે છે. સરખે સરખા કુમારો પાણીમાં આંધળી ડોશીનો ખેલ ખેલીને કુમારિકાઓને જળના તળમાંથી પકડી પાડે છે. ક્ષિપ્રા કમળદળવાળી સરિતા છે. કિશોર-કિશોરીઓ બંને કેશના ગુચ્છા રાખે છે, ને પાણીસરસાં તરતાં તરતાં કમળપુષ્પથી એ કબીજાંના કેશને શણગારે છે. - નાવિકો નૌકાઓ લઈને હરહંમેશ કાંઠા પર સજ્જ બેઠા હોય છે. દિવસના તેજસ્વી પ્રકાશમાં એ પ્રવાસીઓને આ પારથી પેલે પાર લઈ જવાની મજૂરી કરે છે અને સાયંકાળે પોતાની નૌકાને નવ-વધૂની જેમ શણગારી રસિયાં નર-નારને રાત્રિભર જલવિહાર કરાવે છે. ક્ષિપ્રા પોતે પણ દિવસે સાધ્વી ને રાત્રે નવસુંદરી બની જાય છે. નીલ રંગની સાડી ઓઢી, તારાઓની ભાતીગર બુદ્ધ એમાં ધારણ કરી, એ પણ રસ-રાગ ખેલવા નીકળે છે. એનો પ્રવાહ મીઠું મીઠું ગાય છે. એ ગીત સાથે નૌકાસુંદરીઓના મીઠા કંઠરવો ભળી જાય છે. વીણા અને બીનના સુરમ્ય સ્વરો નિશાને મધુર, ઊમિલ અને સ્વપ્નિલ બનાવે છે. ક્ષિપ્રાના તટ પર અલબેલી ઉજ્જૈની નગરી વસેલી છે. સંસારના રસિયાઓ માટે એ રસધામ સમી છે. સંગીતજ્ઞો અને નર્તકો માટે એ નિત્યનવું વિલાસધામ છે. ઉજ્જૈનીનો પુરુષ પરાક્રમનો જીવંત અવતાર છે, તો અહીંની સ્ત્રીઓ રસની જીવંત મૂર્તિ છે. ‘વીર-શૃંગાર એ આ નગરીનું રસિક ઉપનામ છે. કામદેવના બીજા નમૂના જેવા પુરુષો રથમાં બેસી શિકારે જતા હોય ત્યારે એ પૌરુષની પ્રતિમાઓ પરથી નજર ખસેડવાનું મન થતું નથી. રમવાડીએ (રથ-હરીફાઈએ) જતા હોય ત્યારે એમની શોભા હૃદયહારિણી હોય છે. ધૂત, મદિરા અને મૃગયા અહીંના પુરુષોના ખાસ શોખ છે. પણ ઉજ્જૈનીની ખ્યાતિ એના શોખીન અને શૂરવીર પુરુષોથી જેટલી છે, એનાથી વધુ એની રતિસ્વરૂપા રમણીઓથી છે. આ રમણીઓનું રૂપલાલિત્ય અને રસલાલિત્ય આખા ભારતમાં પંકાતું. એમનાં વસ્ત્રોની, એમના શૃંગારની, એમના દેહવિલેપનની અને એમની રૂપછટાઓની જગતભરમાં નામના હતી. આ સુંદરીઓના કેશ પગની પાનીને ચૂમતા. શોખીન પુરુષો જીવનમાં ઉર્જનીની એક યાત્રા કરવામાં જીવનસાફલ્ય લેખતા ? અને આ એક યાત્રા અને સંસારની અન્ય સ્ત્રીઓના સૌંદર્યથી વિમુખ બનાવી દેતી. ઉજ્જૈનીની રમણીઓની આંખોમાં દરિયાની નીલિમા ચમકતી, એની નાસિકા કમળદાંડલીને અનુરૂપ હતી. એના હસ્ત કેળના થંભ જેવા લીસા ને ચમકતા હતા. એના શ્વાસમાંથી સુગંધી ફૂલોની સુવાસ સરતી અને એના સ્પર્શમાં માખણની મુલાયમતા હતી. એ ખુદ ધૂત ૨મતી અને બીજાને રમાડતી. એ ખુદ મધ પીતી અને બીજાને પિવડાવતી. ધનુષ-બાણ સાહીને એ જ્યારે મૃગયા રમવા નીકળતી, ત્યારે એની રૂપધારાના અનેક પુરુષમૃગો શિકાર બનીને શરણાગતિ સ્વીકારતા. | ઉજ્જૈનીનાં રાજબજારો, રાજ વીથિકાઓ અને રાજપથો પણ અદ્દભુત હતાં. એનાં બજારોમાં ભારતભરની વસ્તુઓ મળતી, એનાં ફૂલ-બજારોમાં ફૂલોના ઢગલા રચાતા અને ત્યાંના રહેવાસી કોઈ સ્ત્રી કે પુરુષ એવાં નહોતાં કે જે ફૂલોનો નિત્ય ઉપયોગ કરતાં ન હોય. ફૂલહાર તો બધે પ્રખ્યાત હતા, પણ ફૂલશયાઓ અહીંની મશહૂર હતી. ફૂલશયાઓ પર સુનારી ફૂલપરી, એ ઉર્જનીની ખાસિયત હતી. આ સુંદરીઓની કોમળતા એવી હતી કે એ ફૂલની પથારી પર પોઢતી, છતાં એકે ફૂલ કચડાતું કે કરમાતું નહિ. આ ફૂલપરીઓ રૂના પોલ જેવી પોચી ને મુલાયમ રહેતી. સામાન્ય રાજાઓ કે શ્રીમંતોના નસીબમાં પણ એનો સહવાસ દુષ્કર હતો, પછી સામાન્ય માણસોનું તો પૂછવું જ શું ? અહીંના રાજપથ પર ઊંચી હવેલીઓના ઝરૂખા ઝળુંબી રહેતા. એ ઝરૂખાઓમાં મદભર માનુનીઓ બેસતી, પાન ચાવતી ને તંબોળ ઢોળતી. એ નયનનાં તીર ચલાવતી, અને ધારે તેને શિકાર બનાવતી. શિકાર બનનાર એને પોતાનું સદ્ભાગ્ય માનતો અને મિત્રવર્ગમાં એ વાત ગર્વભેર જાહેર કરતો ! તાંબૂલની પિચકારીવાળું એ વસ્ત્ર દેવતાઈ વસ્ત્રની જેમ સંઘરી રાખતો, અને જ્યારે સમય મળે ત્યારે ઘેર આવેલા મહેમાનોને એ બતાવી આનંદ માનતો ! અલબેલી ઉર્જની D 169,
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy