SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ 15 મને ભૂલી જજે ! રૂપ તો અહીં સહુની પાસે હતું. આવાં કુળોમાં કદરૂપતા કૉળતી જ નથી. પણ જેમ માણસે માણસે ફેર હોય છે, એમ રૂ૫ રૂપમાં પણ ફેર હોય છે. એક દીવો આંખોને રાહ બતાવે છે; એક દીવો આંખોને આંજી દે છે : દીવા તો બંને છે ! એમ તો રૂ૫ રાજ કુમારી સરસ્વતી પાસે પણ હતું, દર્પણ-ભગિની અંબુજા પણ રૂપની પ્રતિમાં હતી : પણ આ બધામાં રૂપની જીવંત પ્રતિમા તો અંબુજાનો પત્ર લઈને આવેલી સુનયના જ હતી. રૂપવતી નારીઓની જેમ એનો દેહ ગૌર હતો, એના કેશ ઘનશ્યામ હતા, એની આંખોમાં જલનિધિનો રંગ તબકતો હતો. કટી પાતળી હતી અને જઘન સઘન હતા, પણ આ બધાંમાં અસામાન્ય તો એના નયનયુગલના પલકાર હતા. એક એક પલકારે ગમે તેવા નરના હૈયાનાં વજદ્વાર ખૂલી જતાં. એના અંગ-પ્રત્યંગના ડોલનમાં એવી કમનીયતા હતી, કે વગર સત્તાએ એની આણ સર્વત્ર પ્રવર્તતી. સુનયના ખરેખર સુનયના હતી. પહાડની અચલતાનેય ચલ કરી નાખે તેવો તેનો સૌદર્ય-ઝબકાર હતો. કામદેવની કામઠી જેવાં નાનાંશાં નયન ઊઘડતાં ને મીંચાતાં. એટલી વારમાં પુરુષ પરવશ થઈ, તેના ચરણારવિંદનો મધુકર બની જતો. સુનયનાથી ન ડગે તેવા માત્ર બે જણા હતા : એક પુરુષત્વહીન પુરુષ ને બીજો મહાવૈરાગી યોગી ! અરે, સુનયનાના અસ્વીકારમાં તો ભલભલા યોગીનીય અગ્નિપરીક્ષા થઈ જાય. ઈષત્ લજ્જાથી મધુર એનું મુખ હતું, ને પ્રેમપ્યાસથી ધબકતું રમણીય હૃદય લઈને એ ત્યાં બેઠી હતી. આ રમણીનું રૂપ, એ તો સંસારવિજયી રૂપ હતું. રાજા રાજ છોડી દે, આશક ફનાગીરીનો રાહ અપનાવે, યોગી યોગનો અંચળો ફગાવી જેનાં ચરણ ચૂમવા દોડે એવી રૂપસમ્રારતી હતી એ સુનયના ! સરસ્વતી વિચાર કરી રહી હતી કે શા માટે અંબુજાએ આવી રૂપસુંદરીને પત્ર લઈને મોકલી હશે ? કાસદ તરીકે આવું રૂપ કદી વપરાય ખરું ? આ તો રાજમહેલનો સૌંદર્યનિધિ છે; રાજાઓને પરવશ બનાવનાર મદિરા છે. રાજકુમાર કાલકે એક નજર સુનયના પર ફેરવી; બીજી નજર સરસ્વતી પર ફેરવી, સરસ્વતીની મુખમુદ્રાનો એ સદાનો પરિચિત હતો. એણે એ મુદ્રા પરની રેખાઓમાં રમણીય મૂંઝવણ વાંચી. પણ તેનો જવાબ આગળ પર આપવાનું રાખી, એણે પત્ર હાથમાં લીધો. પત્રમાં સંદેશો તો જે હો તે હો; પણ એમાંથી અજબ પ્રકારની માદક સુગંધ પ્રસરી રહી, નાક અને મગજને મસ્ત બનાવી રહી. ‘આ સુગંધથી મહેકતો પત્ર તો જો ?’ કાલકે બહેનને કહ્યું. એમાં જેની પાસે અત્તરની સુવાસ તો કશી વિસાતમાં નથી, એવી અંબુજાના હૃદયની મહેક હશે.’ સરસ્વતી બોલી : ‘અંબુજા તો અંબુજા છે, અદ્ભુત નારી છે. પત્ર વાંચ તો !' - સરસ્વતીએ અંબુજાનો પત્ર વાંચવાનું કહ્યું. સુનયનાના રૂપદર્શને એ પત્ર ભુલાવી દીધો હતો. કાલકે પત્ર વાંચવા માંડયો : ‘હે આત્મપ્રિય !' આ પત્ર તને આશ્ચર્યમાં નાખશે. જીવતી છું, હાલ ચાલી શકે તેવી છું, સારી રીતે બોલી શકું છું : છતાં તને પત્ર પાઠવું છું, એથી કંઈક આશ્ચર્ય થશે !” સંસાર તો આશ્ચર્યોનો ભંડાર છે. એક આશ્ચર્યનું આશ્ચર્ય અનુભવતા હોઈએ, ત્યાં બીજું આશ્ચર્ય આવીને ઊભું જ હોય છે ! અકસ્માત, એ જ જીવનને ઘડનાર બળ છે, અને એ કસ્માત ચમત્કારોનો સર્જક હોય છે ! | ‘તું મને ચાહે છે કે નહિ, તેની મને ખાતરી નથી, પણ હું તને ચાહું છું, એની મને ખાતરી છે. સંસારમાં પ્રેમનો મંત્ર એવો છે, કે એ તો સિંહને પણ વશ કરી શકે છે. મેં પણ મારા હૃદયમાં એક વાર સિંહ સમા પરાક્રમી તને વશ કરવાના મનસૂબા ઘડ્યા હતા. મારી જીતમાં મને તે વેળાએ પણ શંકા ન હતી અને આજે પણ શંકા નથી.” ‘પ્રિયજનના કલ્યાણ અર્થે ભારતીય પ્રમદા પ્રાણ અર્પે છે. જે પ્રાણ આપી શકે છે એને માટે બીજું કોઈ પણ કાર્ય દુષ્કર નથી. હું ભારતીય પ્રમદાને પંથે પળી છું. મનની છાની વાત કહું. એ પંથ માટે તો હું મહાગુરુ મહામઘના વચનને અનુસરી. સ્ત્રી પોતાના પ્રિતમને રુચે એ રૂપમાં જીવવા માગે છે. મેં મહાવિધિમાં ભારતીય ઠરવા યત્ન કર્યો, જે માત્ર ભયંકર વિડંબનારૂપ ઠર્યો. તમારો બધાનો મને ભૂલી જજે 10 113
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy