SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ 14 અવન્તિના બે દૂત બોલવાની છટા બેપરવાઈની હતી. ‘દૂત ! દર્પણસેન મહારાજા ક્યારે થયા ? ઉર્જનીમાં તો ગણતંત્ર છે ને !' ‘કુમાર ! ગણતંત્ર અત્યારે તો ઢીલું પડ્યું છે. લોકો રાજા માગે છે. મહારાજ દર્પણસેન હમણાં જ ગાદીએ આવ્યા. અલબત્ત, વૃદ્ધ મહારાજાનું દિલ એકદમ સિંહાસન સોંપી દેવા તરફ નહોતું. તેમની ઇચ્છા યુવરાજ પોતાની પાસે રહી, થોડોક રાજસંચાલનનો અનુભવ લે તેવી હતી ; પણ મહારાજ દર્પણસેને કહ્યું : પિતાજી 1 ભારતીય પરંપરાને અનુસરવું ઘટે. ભારતીય રાજાઓ પ્રૌઢાવસ્થા આવી પહોંચતાં કાં તો વનમાં ચાલ્યા જાય છે કાં તો યોગથી તનને તજી દે છે. બેમાં સારું એ તમારું.’ ઉજ્જૈનીનો દૂત નિખાલસ લાગ્યો. એ ચોખ્ખું બોલતો હતો. એણે વાત થોડીવાર થોભાવી અને પછી આગળ ચલાવી : ‘વૃદ્ધરાજાએ કંઈ જવાબ ન વાળ્યો, પણ જુવાન રાજાએ નગરની બહાર એક રાજમહેલ તૈયાર કરાવ્યો. સુંદર ઉપવન, તાજાં ઉઘાન ને મૃગયાને યોગ્ય પશુપંખીઓ એમાં મૂક્યાં. પોતાનો રાજ્યાભિષેક અને પિતાનું વાનપ્રસ્થ બંનેની જાહેરાત કરી. યુવરાજ દર્પણની પ્રચંડ તાકાત અને અજ બતંત્રવિદ્યાની શેહથી કોઈ એક અક્ષર પણ ન બોલ્યું. સામંત, મહાજન વગેરે બધાં એમના પક્ષમાં હતાં. રાજ સભાને તો વશ કરી જ હતી. રાજ્યાભિષેક થઈ ગયો, દર્પણસેન ઉર્જનીની ગાદી પર આવ્યા. વાનપ્રસ્થ મહોત્સવ પણ ઊજવાયો. વૃદ્ધ રાજા વન-મહેલમાં ચાલ્યા ગયા. મહારાજ દર્પણસને જોતજોતામાં બધા રાજવીઓને પોતાના તેજમાં આંજી નાખ્યા છે. * પ્રવાજા પર દ્વારપાળ આવીને ઊભો હતો. એણે કહ્યું : અવન્તિ-ઉજ્જૈનીનો દૂત આવ્યો છે. કહે, સાંજે મળે,’ કાલકે બેપરવાઈથી જવાબ વાળ્યો. ‘ઉજ્જૈનીના મહારાજ દર્પણસેનનો સંદેશ લઈને આવ્યો છે.” દ્વારપાળે ફરી કહ્યું. એમાં ભાર હતો. ‘શું દર્પણ સિંહાસન પર આવી ગયો ?' કાલકે પ્રશ્ન કર્યો. ‘નથી જાણતો, યુવરાજ ! ઉર્જનીના દૂત પાસેથી એ વર્તમાન યથાયોગ્ય સાંપડી શકશે. સ્વામી કહે તો બોલાવું.' દ્વારપાળે જવાબ આપ્યો. ‘જરૂર બોલાવ !' સરસ્વતીએ વચ્ચે કહ્યું : “કોઈ પણ રાજ્યનો દૂત આવે એટલે વિના વિલંબે તેને મળવું જોઈએ, એ રાજનીતિ કેમ ભૂલી જાઓ છો, વડીલબંધુ !' ‘મને કેટલીક રાજનીતિઓ અળખામણી બની છે. વારુ, બોલાવ !' કાલકે બહુ ઉત્સાહ ન દાખવતાં કહ્યું. દ્વારપાળ નમીને બહાર ગયો. થોડી વારમાં એક પડછંદ પુરુષ અંદર દાખલ થયો. ઊંચી, લાંબી, પહોળી પહોંચતી કાયા : અજાનબાહુ, પ્રચંડ છાતી અને ગોળા જેવડું ગર્વભર્યું ઉન્નત શિર ! દર્પણના સહચારી જન સિવાય આવું ભવ્ય ભીષણ દેહસ્વરૂપ બીજાનું ન હોય ! આ સામર્થ્યનો અહંકાર, આ અસ્મિતાની સુરખી તો દર્પણમાં કે દર્પણના કર્મચારીઓમાં જ શોભે ! હું અવનિના મહારાજ દર્પણસનનો દૂત છું. શંકર મારું નામ. મહારાજનો સંદેશ લાવ્યો છું.' દૂતે કહ્યું. એનો એક એક શબ્દ સામર્થ્યનો પ્રતીક હતો, એની ‘સેનામાં પણ કંઈ હિલચાલ ન થઈ ?” કાલકે પ્રશ્ન કર્યો. ‘ઉજજૈનીની વિશાળ સેના વૃદ્ધ રાજવીની પૂર્ણ વફાદાર હતી !' ‘સેનાને પણ પાછી પાડી દીધી મહારાજ દર્પણસને ! તેઓ કહે છે, કે મારે તો સેનાનીય જરૂર નથી. હું અને મારી તંત્ર-મંત્રવિધા ગમે તેવા દુમનનું દલન કે દમન કરવા માટે પૂરતાં છીએ, અને સેના પણ શું કરે બિચારી ? એમનેય પેટ વળગ્યું છે ને ! ઊગતા સૂરજની પૂજા જેવું !' દૂતે કહ્યું. | ‘વારુ દૂત, તું ક્યો સંદેશો લઈને આવ્યો છે ?’ સરસ્વતી જે અત્યાર સુધી ચૂપ ઊભી રહીને આ સમાચાર સાંભળતી હતી તેણે પ્રશ્ન કર્યો. સંદેશો રાજકુમારી અંબુજા માટેનો લઈને આવ્યો છું. રાજ કુમાર કાલકકુમારને માટે રાજકુમારીનું કહેણ છે. મેં નીકળતી વેળાએ નિયમ પ્રમાણે છબી માગી, તો મહારાજ દર્પણસેન હસીને બોલ્યા કે છબી તો રાજ કુમાર કાલકના દિલમાં મોજૂદ છે જરૂર લાગે તો દિલમાં દેખી લે.” અવન્તિના બે દૂત 107
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy