SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ‘બે કમળ અપૂર્વ હતાં ? અરે , એ જ હું અને તું ! બીજાં બે કોણ હોય ?” સરસ્વતી વળી વચ્ચે બોલી. સરસ્વતી ! વચ્ચે ન બોલ. એ બેમાં એક વળી અપૂર્વમાં અપૂર્વ હતું.’ કાલકે સ્વન કથા આગળ લંબાવી. એ એક તે તું – અપૂર્વમાં અપૂર્વ ! અત્યારના રાજ કુમારોમાં બીજો કાલક ક્યાં છે ?’ સરસ્વતી ઉમંગમાં આવી બોલી ઊઠી. સરસ્વતી !' કાલકે જરા જોરથી ઠપકાની રીતે કહ્યું. ભૂલી ગઈ. હવે વચ્ચે નહિ બોલું. બાકી હું કહું છું તે બરાબર છે. એક અપૂર્વ કમળ-તે તું !' સરસ્વતી બોલી ને પછી મોઢે હાથ દબાવીને બેસી ગઈ. સરસ્વતીના આ ભોળપણ પર કાલક મુગ્ધ થયો. એ આગળ બોલ્યો : ‘સરોવરમાં બધાં કમળો આનંદ કરતાં હતાં, ખીલવું ને મૂરઝાવું એ તો સુષ્ટિનો ક્રમ છે. એનો એમને શોચ નહોતો. એનો એમને શોચ નહોતો. બસ, રૂપ, રંગ, રસભર્યું પળભરનું જીવન એ જ જાણે સર્વસ્વ !' ‘આ વખતે સૂર્યોદય તો થયો હતો જ, પણ એ સૂર્યમાંથીય જાણે બીજો સૂર્ય બહાર નીકળી આવ્યો. એક તેજ મૂર્તિ ઊતરી આવી. કમળ તો આ અપૂર્વ તેજમાં વિશેષ ખીલી ઊઠ્યાં.' ‘એ વખતે ત્યાં ઊભો હતો. નવઆગંતુક તેજ મૂર્તિએ મને કહ્યું: ‘આ કમળ ગણ તો ?” કમળ ગણ્યાં. બરાબર એક હજાર ને એક થયાં. હવે નવઆગંતુક તેજ મૂર્તિ મનુષ્પાકાર ધારણ કરી રહી હતી. થોડી વારમાં મને એમાં પેલા ખીણવાળા મુનિનો આકાર દેખાયો. હું નમી પડ્યો. મેં કહ્યું : ‘તમે તો ખીણમાં પડ્યા હતા ને કેવી રીતે બહાર નીકળ્યા ?' | મુનિનો સાકાર તેજપુંજ બોલ્યો : “ખીણ મેં છોડી દીધી, એ હાડપિંજર પણ તજી દીધું. હાડપિંજરનો મોહ કેવો ? આ મારો નવો અવતાર છે. વારુ, જા, પેલું કમળ લઈ આવ !* મેં પૂછવું કહ્યું કમળ ?” ‘મુનિએ આંગળી ચીંધી. મેં એ તરફ જોયું. ઘડીમાં સરોવરમાં રહેલું મોટું કમળ દેખાય, ઘડીમાં હું પોતે એ કમળરૂપે દેખાઉં.' તો બહાવરા જેવો બની ગયો.' મુનિની તેજ મૂર્તિ આગળ વધી, અને એણે કમળફૂલ હાથમાં લીધું.” અરે, આ તો હું જ ! મારાથી બોલાઈ ગયું. 102 p લોખંડી ખાખનાં ફૂલ ‘હા તું ! આ સરોવરનાં ૯૯ કમળફૂલ નહિ, એક હજારમું ફૂલ પણ નહિ, પણ એક હજાર ને એ કયું ફૂલ તે તું-તારું. મારે કામ છે !' ‘હું તૈયાર છું.’ મેં કહ્યું. એ તેજ મૂર્તિ બોલી : ‘સંસારમાં કોક જળમાં એવું કમળ થાય છે, જે ફરી જન્મવા કાદવમાં પડતું નથી ને સંસારને કાદવમાં પડતો બચાવે છે. કોઈક જ જીવન એવું છે, જે યશરૂ૫ છે : અને સમર્પણ એ એનું સ્વાહા હોય છે. કુમાર ! નવસો નવ્વાણુંની વાત નથી કરતો. એક હજાર એકમાં એક જ જીવન એવું હોય છે, જે સંસારને સુગંધમય બનાવે છે.-જીવનને જીવવા યોગ્ય રાખે છે. એ આદર્શ-એ સમર્પણ હું તારી પાસે માગું છું. તું જનમજનમનો ભેખધારી છે, કાલક !” ‘ભેખ લઈને શું કરું ?' મેં પ્રશ્ન કર્યો. ‘રાજ , ધર્મ ને સમાજ-ત્રણે સડ્યાં છે. તાંત્રિક વિદ્યાઓના આધિપત્યથી બધે વિભીષિકા ખડી થઈ છે.' ‘વ્યભિચાર ધર્મ બન્યો છે. અનાચાર ક્રિયાકાંડ બન્યો છે. ખાનપાનમાં તો માણસ પશુથીય વિવેકહીન બન્યો છે.' ‘વજયાન, વામમાર્ગ અને વજ ગુરુઓની ત્રિપુટીએ ધર્મ, રાષ્ટ્ર અને સમાજને આવરી લીધાં છે. સત્યવાન, શીલવાન, આચરવાનને આ નિષ્ફર લોકોએ કચડી નાખ્યા છે. તું ઊઠ ! મહાગુરુ જેવા સમર્થને તે પડકાર્યા છે; એથીય વધુ તારી અંદર રહેલી વૃત્તિઓને તે પડકારી છે. ઊઠ, ઊભો થા | ભવ્ય માર્ગના ઓ એકાકી ભેખધારી ! સંસારને સ્વચ્છ કર ! વ્યભિચારના સંશોધન માટે આચારને સ્વચ્છ કર! સ્વેચ્છાચારના સંશોધન માટે ખાન-પાનને સ્વચ્છ કર !' ‘પૂજા સરળ કર ! શાસ્ત્ર સુગમ કર !” ગુહ્ય ક્રિયાઓ વિના, આનંદભૈરવી જેવી નગ્ન સ્ત્રીઓની પૂજા વિના, કાપાલિકની જેમ ખોપરીમાં મદ્યપાન વિના, સ્ત્રી અને પુરુષની વામલીલા વિના પણ સિદ્ધ છે, એ સાબિત કર ! તંત્ર, મંત્ર ને જંત્રથી પણ આત્મિક શક્તિ ઘણી મહાન અને કલ્યાણકારી છે, એ સિદ્ધ કર !' ‘સદાચાર સિદ્ધિનું મૂળ છે. એ પ્રગટ કર !” ‘આટલું બોલતી બોલતી એ તેજ મૂર્તિ તેજ માં અલોપ થઈ ગઈ અને બહેન ! હું જાગી ગયો ! કહે હવે, આનો અર્થ શું હશે !' | ‘સાધુના માર્ગ તરફ જવાની પ્રેરણા પણ ભાઈ, મને અંબુજા યાદ આવે છે !' સરસ્વતી બોલી. મરકટ અને મદિરા 2 103
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy