________________
‘કદાપિ નહિ.”
‘ને કોઈ માત્ર રૂપ જોઈ મારી બહેનની પત્ની તરીકે પસંદગી કરે, એ શું આપણું અપમાન ન કહેવાય ? રૂપ એ જ સ્ત્રીની મોટી લાયકાત ! જે ગુણમાં, પવિત્રતામાં દેવી સરસ્વતીની સમકક્ષ છે એવી બહેનનાં માત્ર રૂપભર્યા નગ્ન અંગોનું જ પ્રદર્શન ભરાશે ?'
સરસ્વતી કંઈ ન બોલી. કાલક આગળ બોલ્યો :
‘ને એવો મહાન રાજ કુળનો એ ક પશુ સરસ્વતીનાં રૂપ-ગુણનો શું સ્વામી થશે ? ઓહ બહેન ! હું કલ્પી શકતો નથી, શું થશે !' કાલ કકુમાર બે હાથે માથું પકડીને આસન પર બેસી ગયો. આ વાતાવરણથી જાણે એનો જીવ ગૂંગળાઈ રહ્યો હતો.
‘ભાઈ ! ભાઈ’ સરસ્વતી દોડીને ભાઈને વળગી પડી.
કાલકે બે હાથે માથું પકડીને ૨ડતો હોય તેમ બોલ્યો, ‘ને રાજા નામનો એ પશુ છબી પ્રમાણે તને રૂપાળી નહિ જુવે તો શું તજી દેશે ? પછી તને પશુની જેમ એક ઘરમાં પૂરી રાખશે, ગર્દભની જેમ ટીપશે, ને કમોતે મારશે, ઓહ !'
કાલકની નજર સામે વાસ્તવિક જ ગત આવી ગયું હતું. એ આખા રાજવી સંસ્થાના વિલાસી જીવનને પ્રત્યક્ષ દેખી રહ્યો ને આખો ને આખો સળગી રહ્યો.
કાલક આગળ બોલ્યો :
સરસ્વતી ! તારા જેવી સાદી પત્નીથી આ કોઈ રાજા તૃપ્ત ન થાય. એ બીજી પાંચ સાત સપત્નીઓ લાવશે, પાંચ-પચાસ બીજાના ઘરની સ્ત્રીઓ સાથે વ્યવહાર રાખશે, ને ગણિકા-વેશ્યા તો કાંકરાની જેમ એને ત્યાં હડફેટે ચડશે . ઓ બહેન, એમાં તું જીવશે ? મારી સરસ્વતી એ કાદવમાં જીવશે ?'
રાજ કુમાર કાલક બોલતો બોલતો ઊભો થયો, ખંડના દરવાજા સુધી ગયો. સિંહપગલે પાછો ફર્યો, ને બોલ્યો :
‘સરસ્વતી ! સરસ્વતી ! શું મારી સરસ્વતી રાજ કુળના રણમાં શોષાઈ જશે ?”
‘નહિ થાય, ભાઈ ! નચિંત રહે. મેં તો આજીવન કુંવારિકા રહેવાનો સંકલ્પ કરી લીધેલો છે.” સરસ્વતીએ કહ્યું. | ‘અને તારા ભાઈને પરણાવવો છે કાં ?” કાલ કે તકનો લાભ લઈ તીર તાક્યું.
‘હા, ભાઈ-ભાભીનું જોવું જોઈ, આશીર્વાદ આપી વિદાય લેવાની છે. મારી વાત ન કરીશ. મને ભોગમાત્ર રોગ જેવા લાગે છે.' સરસ્વતીએ ધીરે ધીરે મનના ભાવ પ્રગટ કરવા માંડ્યો.
10) લોખંડી ખાખનાં ફૂલ
અને એ રોગ વધુમાં વધુ રાજ કુળોમાં પ્રસર્યો છે. તું મને એ રોગનો રોગી બનાવી મારી નાખવા માગે છે, કાં સરસ્વતી ?' કુમારે પ્રશ્ન કર્યો.
| ‘બંધુ ! સંસારમાં એક ભાઈને પામીને ધન્ય થઈ ગઈ છે. જો ભાઈ ભાઈ રહે તો સંસારમાં બીજી સગાઈની મને તમા નથી, માતામાં મન નથી, પિતાજીને છોડતાં આંચકો નથી, પણ ભાઈને કઈ રીતે છોડીશ એ જ મારા માટે કોયડો છે.” સરસ્વતી બોલતાં બોલતાં ઢીલી થઈ ગઈ.
થોડી વારે કાલક સ્વસ્થ થયો. એણે છબીકારોને સાંજે આવીને ઇનામ લઈ જવાની સૂચના સાથે વિદાય કર્યા.
ભાઈ અને બહેન એકલાં પડ્યાં.
થોડી વાર બંને એકબીજા સામે નીરખી રહ્યાં, એક બીજાનાં અંતરનો ચાહ જાણે પી રહ્યાં.
રાજમહેલના ખંડની એક મોટી બારી પાસે બંને વિરામાસન પર બેઠાં. થોડીવાર વળી બંને મૌન સેવી રહ્યાં.
આખરે કાલકે મૌન તોડતાં કહ્યું :
‘સરસ્વતી ! તેં સાધ્વી થવાની વાત અત્યારે કરી, પણ મને તો એનું સૂચન થઈ ચૂક્યું હતું. બિચારા છબીકારો પર વધુ ચીડ ચડવાનું કારણ મારા એ સ્વપ્નનું સ્મરણ
હતું.'
‘મને એ સ્વપ્ન કહે.' સરસ્વતી બોલી.
‘છબીકારો ન આવ્યા હોત, તો તને જ મેં બોલાવી હોત. સરસ્વતી ! સ્વપ્નમાં મને એક મહાન સરોવર દેખાયું.”
‘સરોવર ?’ સરસ્વતી જાણે પોતાની યાદમાં સંઘરી લેવા પ્રયત્ન કરતી હોય એમ બોલી.
‘સરોવર દેખાયું, પણ એનાં ભરતી-ઓટ દરિયા જેવાં દેખાયાં.”
‘ભરતી-ઓટ દરિયા જેવાં ! ત્યારે શાંત જીવન નહિ ?’ સરસ્વતીએ એકદમ સ્વપ્નનો ભાવ તારવવા માંડ્યો.
‘પહેલાં આખું સ્વપ્ન સાંભળી જા, પછી જે કહેવું હોય તે કહેજે .” કાલ કે સરસ્વતીને વચ્ચે પ્રશ્ન કરતી રોકી, અને પોતાની વાત આગળ ચલાવી. | ‘સરોવરમાં અજબ ભરતી-ઓટ હતાં, પણ સુંદર કમળોથી આખી સપાટી છવાયેલી હતી. કમળમાં પણ વિધવિધ રંગ હતા, કમળમાં પણ વિધવિધ ઘાટ હતા. અનેક મોટાં હતાં, અને નાનાં હતાં. એમાં બે કમળ અપૂર્વ હતાં.’
મરકટ અને મદિરા 101