SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પિવરાવે ?” મહાગુરુએ મુનિને યમસદન જવાનું કારણ પોતાનો અભિચાર મંત્ર છે, એ કહેવાને બદલે બીજું બહાનું રજૂ કર્યું. મંત્ર-તંત્રની વાત કરવી હવે તેમને પણ ગમતી ન લાગી. ‘ગુરુદેવ ! એવા મુનિઓ અન્ન અને જળ પર જીવતા નથી. એ આત્માના બળ પર જીવનારા મહારથીઓ હોય છે. એ જીવતા હશે. એ તો માને છે, કે મોત આવ્યા વગર કોઈ કોઈને મારી શકતું નથી. બાકી સંસારમાં સહુ નિમિત્ત માત્ર છે.” અરે ! જીવતો હશે અને મને જોશે તો રોષે ભરાશે.’ ‘સંસારનાં કોઈ જાદુમંતર એ શીખ્યા હોતા નથી, પણ મન પર અજબ કાબૂ ધરાવનારા હોય છે. રોષ જેવી વસ્તુ એમની પાસે નથી !' ‘વારુ, સમયે જઈશ.” અને મહાગુરુની કાયા જાણે હવામાં ધીરે ધીરે કપૂરની જેમ પીગળવા લાગી. થોડી વારે ત્યાં મહાગુરુ નહોતા. માત્ર શાંત મીઠી હવા વહેતી હતી. ‘તથાસ્તુ ! સરસ્વતી ! આત્મામાં માનનારા લોકો ગમે તેવા આતતાયીને પણ નમતા નથી, એ મારો અનુભવ છે. જેમ કે હું અને તમે...’ મહાગુરુ મમતાની મૂર્તિ બની ગયા હતા. શાન્તમ્ પાપમ્ ! ગુરુજી ! એવું ન બોલશો. એમને પાપમાં ન નાખશો, આપ પૂજ્ય છો.’ સરસ્વતીની જીભ હવે છૂટી થઈ હતી. “સરસ્વતી ! તું નિર્ભયમૂર્તિ બની રહીશ, એ મારો આશીર્વાદ છે. પણ એક મારી ઇચ્છા જાણી લઈશ ?' ‘જરૂર.” - “અંબુજાને તું જાણે છે. કેવી સુંદર છોકરી છે ? નરના અંતરની સજીવ રસમૂર્તિ જેવી એ નારી છે.’ મહાગુરૂએ પોતાની વાત ધીરે ધીરે કહેવા માંડી. તેઓ આગળ બોલ્યા: ‘એ અંબુજાને તમે અપનાવશો ? નિર્ભય વાઘણે છે, એનું રજ ભાવિ સંતાનોને લોખંડી સરજ છે.” ‘આપ અંબુજાના લગ્નની વાત કરો છો ? મને એની નગ્ન દેહ યાદ આવતાં કંપારી છૂટે છે. નારી અને નિર્લજ્જતા ?’ સરસ્વતી બોલી, જાણે એને કમકમાટી છૂટતી હતી, ‘સરસ્વતી ! શાન્તમ્ પાપમ્ ! જૂની વાતો નહિ સંભારવાની.કાલકે કહ્યું, ‘જૂની વિદ્યા સાથે જૂની વાતો પણ વીસરી જવાની. નહિ તો એવું બને કે સાપની કાંચળી ચાલી જાય, ને સાપ રહી જાય.' મહાગુરુએ થોડીવાર આંખ બંધ કરી, પછી ઉઘાડી ને બોલ્યા : ‘અંબુજાનો સમાસ તમારામાં કરજો.’ અંબુજા ઇચ્છશે તેમ થશે.’ કાલકે મહાગુરુને સંતોષવાના ઉત્સાહમાં કહ્યું. ‘કાલક ! હું પ્રસન્ન છું. વીરતા અને વિનમ્રતાનો આટલો સુભગ સંયોગ એક જુવાનમાં મેં આજે જ જોયો. તું અજેય યોદ્ધો છે. મારી વિદ્યા તો અનિવાર્ય રીતે તારી પાસેથી લેતો જાઉં છું, કારણ કે મેં મારા આજ્ઞાંકિત શિષ્ય દર્પણને વચન આપ્યું છે : પણ મારું દિલ તને દેતો જાઉં છું. કોઈ વાર જરૂર પડે તો યાદ કરજે ! કંઈક શિષ્યદક્ષિણા માગવી છે ?' મહાગુરુ બોલ્યા. ‘બને તો ખીણવાળા મુનિની મુલાકાત લેજો.’ કાલકે કહ્યું. ‘પેલા હાડપિંજરની વાત કરે છે, કાલક ?' ‘હા, ગુરુદેવ !' એ તો ક્યારનો મિસદન પહોંચી ગયો હતો. ખીણમાં કોણ એને ખવરાવે કે 86 D લોખંડી ખાખનાં ફૂલ જે જેનું તે તેને 87
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy