SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સરસ્વતી સ્વસ્થ થઈને ભાઈ કાલકના ઘાને પાટાપિંડી કરી રહી હતી. એણે એના રેશમી ચીવરને સળગાવી એની ખાખ કરી હતી. એ ખાખ ઘામાં ભરીને ઉપર પાટો બાંધવાની વેતરણમાં હતી, ત્યાં કાલકે કહ્યું : “સરસ્વતી !નિરર્થક યત્ન ન કર. મહાગુરુની એક ક આ ઘાને રૂઝવી શકે છે.' સરસ્વતી આશાથી મહાગુરુ સામે જોઈ રહી. મહાગુરુ આગળ વધ્યા. એમણે પાટા પર હાથ ફેરવ્યો, મુખેથી કંઈ મંત્ર ભણ્યો. ટપકતું લોહી તરત થીજી ગયું ! | ‘ગુરુદેવ ! મેં આપને ગુરુદક્ષિણા કંઈ જ ન આપી, બલ્ક આપના આત્માને દુ:ખ પહોંચાડવું !” કોલકે વિનય કરવા માંડ્યો. કાલક ! આત્માની વાત ન ઉચ્ચારીશ. હું આત્મામાં માનતો નથી. સ્વર્ગનરકમાં માનતો નથી, માનું છું નિર્વાણમાં અને તે પણ...' ‘ગુરુદેવ ! એ વાત થોભાવો. આપ કંઈક ગુરુદક્ષિણા માગો, અપરાધીઅવિનયી શિષ્યને શાંતિ પમાડો.” ‘હું માગું તે ગુરુદક્ષિણા આપીશ ?” મહાગુરુએ જરા જોશથી કહ્યું. ‘જેમાં મારું શીલ અને સત્ત્વ નહિ હણાતું હોય એ બધું આપીશ, આ દેહ પણ !” કાલકે દઢતાથી કહ્યું. ‘શાબાશ ! તો માગું ? માગવા માટે જ આવ્યો હતો. કમને કે મને મારે એ વાત માગવાની જ હતી.” ‘કમનથી નહિ, મનથી આપીશ, આપ પણ મનથી માગો.’ કાલકના શબ્દોમાં ધનુષ્યનો ટંકાર હતો. ‘મારી વિદ્યા, મારા તંત્ર, મારા મંત્ર મને પાછા આપ. મેં રાજકુમાર દર્પણને વચન આપ્યું છે, કે તારી પાસેથી મારી બધી વિદ્યાઓ પાછી મેળવીશ.' ‘આપી, ગુરુદેવ ! જીવનમાં કોઈ વાર એનો ઉપયોગ કરવાનો પ્રયત્ન પણ નહિ કરું, પ્રતિજ્ઞા કરું છું.” ‘તું તો આત્મામાં માનનારો માણસ છે, પ્રતિજ્ઞા તોડી તો આ ભવે નહિ તો પરભવે પણ પ્રતિજ્ઞાભંગનું પાપ તને ઘેરી વળશે. વળી આ તો આમ્નાયવાળી વિદ્યા છે. આમ્નાય ખેંચી લઉં છું.’ મહાગુરુ બોલ્યા, ‘આપ સમર્થ છો, ગુરુદેવ ! મને શાપ આપો કે મારી તમામ વિદ્યાનું વિસ્મરણ થઈ જાય. ન રહે બાંસ, ન બજે બાંસુરી.’ કાલકે નિખાલસતાથી કહ્યું, શાપ લેવા માટે એણે મસ્તક નમાવ્યું. એ મસ્તક પર ગુરુનો હાથ ફરી રહ્યો : ને બોલ્યા, ‘મંત્ર હણવા અને શાપ દેવા આવ્યો હતો, પણ તારી વિનમ્રતા ને વીરતાબંને જોઈ મારું મન રાજી થઈ જાય છે. આશા મારી એ હતી કે તું અને દર્પણ બે રાજકુમારો મારો વારસો લઈ લો, તો મને શાંતિ વળે : પણ ન જાણે, આ સાધુડાઓના સંસ્કારો હંમેશાં વચ્ચે આવે છે. પેલો ખીણવાળો સાધુ તને ક્ષણમાં પલટાવી ગયો, હું વર્ષો સુધી મધ્યો, પણ તારા સંસ્કારમાં ફેર પાડી ન શક્યો !' મહાગુરુના મુખ પર આવા એક શિષ્યને ખોવા બદલનો પશ્ચાત્તાપ જણાતો હતો. અનેક સિદ્ધિઓના સ્વામીને જન્મજાત કુળસંસ્કારોએ આખરે નાસીપાસ કર્યા હતા. | ‘મારા જેવા અનેક શિષ્યો આપને મળશે. સુવર્ણસિદ્ધિ અને આકાશગમનવિદ્યા આજે બીજા કોની પાસે છે ?' કાલ કે કહ્યું. ‘શિષ્યો બાબતનો મારો ઉત્સાહ પડી ભાંગ્યો છે. અલબત્ત, મારી ઇચ્છા એવી છે કે દર્પણના કુળમાં વહેતું લોહી તમારા કુળમાં પ્રસરે. તમારા કુળનું એના કુળમાં પ્રસરે. તો જતે દહાડે મારી વિદ્યાનો જમવારો મને જોવા મળે. બાકી દર્પણથી પણ...’ પણ ગુરુદેવ આગળ ન બોલ્યા. | મહાગુરુ મહામઘ શું વાત કહેવા માગતા હતા, એ હજી સમજાતું નહોતું. તેઓનો વર્ણ હવે સ્વાભાવિક વર્ણમાં પલટાઈ ગયો હતો. મુખ પરથી તોફાન, હાથ પરથી વાવાઝોડાં ને આંખોમાંથી અગ્નિજ્વાળાઓ નામશેષ બની હતી. મહાગુરુ સામાન્ય માણસ જેવા માણસ લાગતા હતા. સરસ્વતી આ વખતે બોલી : “મહાગુરુ ! મારા ભાઈએ શાપ માંગ્યો, હું વરદાન માગું છું.' શું બેટી ?* ‘નિર્ભય બનું. ગમે તેવો દુષ્ટ મને નમાવી ન શકે. હું વજ છું, તેમ ફૂલ પણ છું. મારા હૃદય-ફૂલને રક્ષવા માટે વારંવાર ભાઈનું શરણ શોધવું પડે છે. મને નીડરતાનું વરદાન આપો. ચકલી બાજ સામે સવાઈ બાજ બને. ગાય વાઘ સામે સેવાઈ વાઘ બને.' ‘તને વાઘ જ બનાવી દઉં તો ?” ‘ના ગુરુદેવ ! વાઘ ગમે તેટલો બળવાન હશે, પણ ગાયનું કામ કરી શકશે નહીં. ગાયને અણનમ બનાવો. વખત પડતાં એનાં શીંગડાં વનના વાઘને ધ્રુજાવી શકે.” કાલકે વચ્ચે કહ્યું. 84 D લોખંડી ખાખનાં ફૂલ જે જેનું તે તેને B 85
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy