SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ 55 અમને સુવર્ણ આપો ! આકાશમાં વર્ષોની વાદળો ગોરંભાવા લાગી, શકરાજાએ દ્વારકાના ઊંચા સૂર્યમંદિરની પરિકમ્મા કરી, અને પોતાના જ દેવ મગ-સૂર્ય આવી મળ્યા, એનો આનંદ માણવા માંડ્યો. શકરાજની કુમકે જે શક પ્રજા આવી, એ પ્રજામાં અનેક પ્રકારના લોકો હતા. કોઈ શિલ્પી હતા, કોઈ સ્થપતિ હતા, તો કોઈ ચિતારા હતા. શક શિલ્પીઓએ પાંખોવાળી મૂર્તિઓ કોરવા માંડી. બે પાંખોવાળા ગોધા બનાવ્યા. બે પાંખોવાળી પરીઓ બનાવી, પૂંછડીવાળી મનુષ્યાકૃતિઓ સરજી, એમ કંઈ કંઈ બનાવીને તેઓ દ્વારકાના મંદિરને શણગારવા માંડ્યા, અને સ્થપતિઓએ એને યોગ્ય સ્થાને સ્થાપન કરવા માંડી. થોડા વખતમાં અહીંના લોકો અને શક પ્રજા વચ્ચે સંબંધો બંધાઈ ગયા. ભારતીય મનોદશા એવી હતી કે એક વાર જિતાયા પછી, વિજેતા તરફ વફાદારીથી વર્તવું, અને વિજેતા સામે બંડ કરવાનું દિલ થાય તો એની નોકરી ને વફાદારીથી પહેલાં મુક્ત થવું. કેટલીક પ્રથાઓમાં બંને વચ્ચે સામ્ય નીકળી આવ્યું. શક લોકો કમર પર જનોઈ વીંટતા, અહીંના બ્રાહ્મણો ખભે જનોઈ નાખતા. અહીંના લોકો સૂર્યાવતાર ત્રિવિક્રમની ઉપાસના કરતા, શકો પણ સૂર્યોપાસક હતા. શકો ભોજનને પવિત્ર ક્યિા લેખતા અને # હમણાં જ લેખકે દ્વારકાની મુલાકાત લીધી ત્યારે ત્યાંના વિદ્વાન વયોવૃદ્ધ નાગરિક શ્રી કહ્યાભાઈ જોશીએ મંદિરના શિખર પર કોરેલી બે પાંખોવાળી પરીઓ બતાવી હતી અને દ્વારકાનું મંદિર મૂળ સૂર્યમંદિર છે, એમ કહ્યું હતું. એ વખતે મૌન રાખતા. હિંદુ રીતિમાં પણ એ ધર્મકાર્ય લેખાતું. સુખડ, અગ્નિ, નાન ને ચાટવો બંનેમાં સમાન આદરનું સ્થાન ધરાવતા. આ રીતે સૌરાષ્ટ્રમાં શક લોકોના આગમનનો ચાંચિયા લોકો સિવાય કોઈએ સામનો ન કર્યો. અને ચાંચિયા લોકોનો પરાજય થયા પછી તો તેઓએ પણ શકરાજની સેવા સ્વીકારી લીધી. નવી ભૂમિ શકરાજ અને એમના પંચાણું શક સામંતોને એકદમ ભાવી ગઈ. અને આ ભૂમિ એમને માટે પૂરી શુકનિયાળ હતી. કારણ કે અહીં આવ્યા પછી શક શહેનશાહનો સદાકાળ બેચેન બનાવી રાખનારો ભય દૂર થયો હતો, બધે તેમના આશીર્વાદ અને તેમની મદદ પણ મળી હતી. પણ આ આશીર્વાદ ઊભો કરનાર, શક શહેનશાહના દિલનું પરિવર્તન કરનાર મથાસુંદરી ક્યાં ? અને એ મથાસુંદરીને અને પોતાને પ્રેરણાનાં પીયૂષ પાનાર આર્યગુરુ ક્યાં ? શકરાજ દ્વારકા નગરીના ઊંચા આવાસ પર ચઢીને ઓશિયાળા મુખે સાગર ભણી જોઈ રહ્યા. - વાદળોની ઘેરી ઘટામાં શકરાજ મઘાની છાયા જોઈ રહ્યા. વાદળોમાં થતી ગર્જનાઓમાં એ વાસુકિના સ્વરનાદ સાંભળી રહ્યા , પણ આ તો કેવળ કલ્પનાના રથ હતા. વાસ્તવમાં તો શું થયું હશે, એ કોણ કલ્પી શકે ? શકરાજ દિશાઓમાં નજર કરી કરીને થાક્યા, પણ કંઈ કળાયું નહિ, ત્યાં તો વળી સામંતો સમાચાર લાવ્યા. ‘સૌરાષ્ટ્રની ભૂમિમાં કોઈ રાજા નથી. પણ જેની પાસે થોડાક લડાયક લોકો છે, નાના થા કિલ્લા છે, થોડી લૂંટીને ભેગી કરેલી ધનસંપત્તિ છે, તેઓ રાજા બની બેઠા છે. આવા અનેક રાજાઓ છે, દરેક રાજા સર્વતંત્ર સ્વતંત્ર છે. અહીં મહાજન તંત્ર ચાલે છે. પણ સહુને ક્ષત્રિયોના હથિયારનો ડર લાગી ગયો છે. ગણતંત્રો નામનાં છે. આ રાજાઓ એકહથ્થુ સત્તા ચલાવે છે. આ નાનકડા રાજાઓ આપણા લોકોને ખૂબ હેરાન કરે છે. આપણી સ્ત્રીઓને દીઠી મૂકતા નથી. કહે છે કે આવી રૂપાળી સ્ત્રીઓ અમે કદી જોઈ નથી.” શકરાજ ઘડીભર વિચારમાં પડી ગયા. પછી બોલ્યા, ‘ચિંતા નહીં, જે રાજાઓ રૂપ પાછળ દીવાના બન્યા હોય તેમને શકકન્યા વરાવો. લોહીની સગાઈ સાધો, પછી તેઓને આપણી ભરમાં લઈ બીજા રાજાઓને હરાવો. લોઢાથી લોટું કાપો.’ ‘એનાં સંતાન કયા વંશનાં લેખાશે ?’ શકસામંતે પ્રશ્ન કર્યો. અમને સુવર્ણ આપો ! [ 407
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy