SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ‘પણ શી રીતે ઉઠાવી લાવીશું ?' ‘તું ખાખીના વેશમાં સભામાં જજે. આ ૨ચુર્ણ હવામાં ફેંકજે. થોડીવારમાં બધાનાં મગજ ઘેરાશે, એટલે આપણે મઘાને લઈને તરત જ નીકળી જઈશું.' ગુરુએ પ્રયોગ સમજાવ્યો. ‘પણ તેઓ આપણો પીછો પકડશે તો ?' ‘તો હું એમને ખાળીશ. તું મઘાને શકરાજ પાસે પહોંચાડજે. પણ બનતાં સુધી મગજના ઘેરાયેલા તંતુ ખૂલતાં વાર લાગશે.' ‘વારુ ગુરુ ! ચાલો.' વાસુકિએ નિર્ણય સ્વીકાર્યો. બંને ચૂપચાપ આગળ વધ્યા. હવે પ્રયત્નનું અંતિમ લક્ષ નજીક હતું. ભારે સાવધાની રાખવાની હતી. બાહોશીથી કામ લેવાનું હતું. કાં તો સિદ્ધિ, કાં તો વિનાશ એ સિવાય ત્રીજો કોઈ અંજામ કલ્પી શકાતો ન હતો. પણ વાસુકિ સાહસની ગોદમાં ખેલ્યો હતો. સાહસમાં એને મોજ આવતી. આર્યગુરુ સાથેની પહેલી કપરી મુલાકાતમાં જ એ એમને અર્પણ થઈ ગયો હતો. એને અંતરમાં એક આશા પણ હતી કે ક્યારેક પણ મારો ઉદ્ધાર થશે તો કોક આવા સિદ્ધ આદમીથી જ થશે. એ ધીરે ધીરે ખાખીઓની જમાતમાં ભળી ગયો. અત્યારે બે આચાર્યો આર્યબલિ અને અનાર્ય બલિના વિવાદમાં પડવા હતા. સભા પક્ષોમાં વહેંચાઈ ગઈ હતી. વાસુકિએ ધીરેથી રજ-ચૂર્ણને હવામાં વહેતું મૂક્યું, ગુલાબની જેમ એ મીઠી સુગંધ પ્રસારી રહ્યું. એક તો સૌનાં મગજ ચર્ચાથી ઉશ્કેરાયેલાં હતાં, તેમાં આ રજચૂર્ણ ધાર્યા પ્રમાણે પોતાની ગંધ પ્રસારી રહ્યું, એટલે એ તરત જ બધા ઉપર અસર કરવા લાગ્યું. બીજા બધાની આંખો પર તો ઘેન વ્યાપી ગયું, પણ વાદે ચઢેલા આચાર્યો પર રજ-ચૂર્ણની પૂરતી અસર ન થઈ ! વાસુકિ એની રાહ જોઈ રહ્યો. પણ ધીરે ધીરે નજીક સરી આવેલા આર્યગુરુની ધીરજ ન રહી. એમણે ઝડપ કરીને માને વચ્ચેથી ઉઠાવી લીધી. ખાખી જમાત ખુલ્લી આંખે મઘાને જતી જોઈ રહી, પણ એમનાં મગજ બહેર મારી ગયાં હતાં. સૌ થોડીવાર હોહા કરી રહ્યા, પણ કોઈનાથી ઊઠી શકાયું નહિ. એ સૂતા સૂતા પડકારા કરવા લાગ્યા. આર્યગુરુએ મથાને લીધી, મઘા બેહોશ હતી. * જાગતા માણસને ઊંઘાડી દેવાની અવસ્વામિની વિદ્યા પહેલાં પણ હતી. આજે પણ હિપ્નોટીઝમથી તેમ થઈ શકે છે. વળી બેહોશ કરનારી દવાઓ આજે પણ દાક્તરો અને ચોરો વાપરે છે. 404 – લોખંડી ખાખનાં ફૂલ આ વખતે વાદસભાના એક આચાર્યે ચીસ પાડી ને મઘાને જતી રોકવા ઝાવું માર્યું, પણ વાસુકિના હાથનું ત્રિશુળ એ હાથને વીંધી રહ્યું. ખાખી જમાતને બેહોશ બનાવી આર્યગુરુ ને વાસુકિ નીકળી ગયા. મથા આચાર્યના ખભા પર હતી. વાસુકિ એને લેવા પ્રયત્ન કરતો, પણ તરત લથડિયું ખાઈ જતો. એના ઉપર પણ પેલા ચૂર્ણની કંઈક અસર જણાવા લાગી હતી, છતાં એ સાવધ હતો. પદે પદે પાછળના સામનાની ભીતિ હતી. મોત ડગલે ડગલે ગુંજતું હતું. ત્રિપુટી મોતને હાથ તાળી દેતી આગળ વધતી હતી. મથાની મુક્તિ 7 405
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy