SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ હુકમને અન્યાયી લેખવા છતાં હુકમ કરનાર તરફ પોતાની વફાદારી પ્રગટ કરી. મરવું પણ નહિ, મારવું પણ નહિ; માત્ર પોતાનો માર્ગ કરવો શકરાજ ! સિંહ અને સત્પરુષોને માટે તો અપાર ધરતી પડી છે. કૂવાના દેડકા ન બનો. ગગનવિહારી ગરુડરાજ થાઓ. આ દેશ છોડી દો. મારી સાથે ચાલો, હૈયું, કટાર અને હાથ સાબૂત હશે તો આવાં સો રાજ્ય સર્જાવી શકશો. મહાત્માએ સંક્ષેપમાં ભાવિનો પંથ કહ્યો. એકેએક શબ્દ વિધાતાના લેખ જેવો સમર્થ હતો. મારે દેશયાગ કરવો ? દેશયાગ એ જીવત્યાગ જેટલું જ કપરું કામ છે. આ માટીમાંથી દેહ સર્જાયો છે અને આ માટીમાં જ દફનાય; એ મારી અંતરની ઇચ્છા ‘રાજન્ ! ક્યારે ક ખેતરની ઇરછાઓને દાબવી પડે છે. અવિચારી રાજાઓના અન્યાયથી દુભાયેલા તમે એકલા નથી. તમારી જેમ બીજા પણ છે.' મહાત્માએ શકરાજને સમજાવવા માંડ્યા. તેઓ તેમને સત્ય હકીકતથી વાકેફ કરવા માગતા હતા. મારા જેવા બદનસીબ બીજા કોણ હોય ?' મહાત્માજી પોતે !' મઘા વચ્ચે બોલી ઊઠી. એનાથી રહેવાયું નહીં. ‘શું મહાત્માજી મારા જેવા છે ?” શકરાજને આશ્ચર્ય થયું. ‘સંભવી ન શકે. પ્રેમના અવતાર, ડહાપણના દરિયા, વિદ્યાના સ્વામી મહાત્માના દુશ્મન કોણ હોય?* ‘દુનિયામાં કશું અસંભવ નથી. કામીને મન કશું પવિત્ર નથી. ગાંડા હાથીને મન દુનિયાનો સંત કે માટીની ટેકરી બંને સરખાં છે.' મહાત્માએ કહ્યું. ઓહ ! તો શું આપને પણ જિગરના ઘા પડેલા છે ?' શકરાજે કહ્યું. સંસાર તો સુખ-દુઃખનું સંમિશ્રણ છે. દુઃખ તો રહેવાનું જ છે, એને સુખે રૂપે સમજવાની વૃત્તિ કેળવો એટલે એ કઠોર નહિ લાગે. કેટલાક ઘા છુપાવ્યા સારા છે. શકરાજ , એટલું જાણી લો કે તમારા કરતાંય ભયંકર અન્યાય પામેલો હું છું.” મહાત્માએ સ્પષ્ટ કર્યું. ‘હજારોને ન્યાય કરનારા તમને અન્યાય ? અરે ! એ અન્યાય મિટાવવા મારાં રક્તમાંસ આપને અર્પણ છે. મારું તો જે થશે તે, પણ આપની યત્કિંચિત્ પણ સેવા કરી શકીશ તો મને મરતાં દુઃખ નહિ થાય.’ ધન્યવાદ રાજન ? આજ હું સાધુવેશમાં નથી, પણ હું સાધુ છું. ચાલતાં ચાલતાંય પગ નીચે કીડી ચંપાઈ ન જાય તેની સંભાળ રાખનાર ધર્મનો ઉપાસક છું. વેરી તરફ પહેલું વહાલ, એ મારું ધર્મસૂત્ર છે. પણ પ્રસંગ એવો બન્યો છે, કે બધું 348 3 લોખંડી ખાખનાં ફૂલ પાણીમાં ! તમે મારી મદદ માગો, હું તમારી મદદ માગું, એવો ઘાટ થયો છે. વૈદ્ય પોતાની દવા પોતે કરી શકતો નથી. એને અન્યનું અવલંબન લેવું પડે છે.” મહાત્માએ કહ્યું. ‘તો શું કરવું ? મારી જીવનરસા ને આપની ન્યાયરક્ષા માટે મારે શું કરવું? આદેશ આપો.' શકરાજે પ્રશ્ન કર્યો. ‘આ રાજ છોડી મારી સાથે ચાલો.' મારા પંચાણું શાહીઓનું શું ?' ‘એ તો જ્યાં રામ ત્યાં અયોધ્યા.' મહાત્માએ કહ્યું. “અરે, અમે પણ આ અન્યાયી શાસન છોડી દેવા માગીએ છીએ.’ મહાત્માના શિષ્ય બનેલા શક ધનુર્ધરોએ કહ્યું. ‘ઓહ ! માતૃભૂમિનો ત્યાગ ? અરે, અન્યાયીનો ત્યાગ ગમે છે, પણ જન્મભૂમિનો ત્યાગ ગમતો નથી, મરવું તો છે જ , શક પ્રજાને માટે હીરાકટારી સન્માનરૂપ છે.” શકરાજે કહ્યું. એને પોતાની માતૃભૂમિને છોડવા કરતાં મોત વિશેષ પસંદ હતું. આવા પ્રસંગે કોઈ શક પ્રજાજને હીરાકટારી ખાતાં લેશ પણ ન અચકાતો. શું દીવા પર જેમ પતંગ બળી મરે છે, એમ નિરર્થક પ્રાણ આપ વેડફી દેશો? આ શક્તિ, આ સામર્થ્ય, આ ડહાપણ એમ જ રોળાઈ જવા દેવા માટે છે ?” મહાત્માએ ફરી નિરાશ શકરાજને ઉત્સાહિત કરવા માટે કહ્યું, ને આગળ બોલ્યા, ‘રાજન્ ! વાદળ ઘેરાયાં છે. વીજ ળીઓ ચમકે છે. વાદળને વરસી જવા દો. વીજળીઓને ઝબકી જવા દો. જરા જાત સમાલીને આઘા ખસી જાઓ. ટૂંક સમયમાં જ આકાશ ચોખ્ખું થશે. સૂરજનાં અજવાળાં વેરાશે. સાચા-ખોટ પરખાઈ જશે. જિંદગી હારવા માટે નથી, દેહ વ્યર્થ ફગાવી દેવા માટે નથી.’ શું આકાશ ચોખ્ખું થશે ખરું ? ‘અવશ્ય. સંસારનો કાયદો છે; જે મેલું થાય છે, તે ચોખ્ખું થાય છે. જે ચોખું થાય છે, તે મેલું થાય છે. આજે જ તૈયારી કરો. ચાલો, મારા દેશમાં. તમારા પરાક્રમના સૂર્યને ત્યાં ચમકાવો. પછી જોજો કે શક શહેનશાહ આપોઆપ તમારું, સન્માન કરશે. તમને અહીં આમંત્રશે.' મારો દેશ તજી દઉં ?’ શકરાજનું મન માનતું નહોતું. ‘દેશ શું ? આ સંજીવની ગ્રંથ તો કહે છે કે, કુળને માટે કુળનો ત્યાગ કરવો. જનપદ માટે ગામનો ત્યાગ કરવો, પણ પોતાના પ્રાણની રક્ષા માટે જરૂર પડે તો પૃથ્વીનો પણ ત્યાગ કરવો. વળી કહ્યું છે કે આપત્તિકાળ માટે ધનની રક્ષા કરવી, ધન વડે સ્ત્રી આદિની રક્ષા કરવી. પણ પોતાની તો ધન તથા સ્ત્રીથી રક્ષા કરવી. જિંદગી હારવા માટે નથી D 349.
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy