SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વામિત્રના સૈન્યને હરાવે તેવા યોદ્ધાઓ આ ગાય માતાના રોમરોમમાંથી પ્રગટો!' દર્પણ વાત કરતો થોભ્યો. કાલક વચ્ચે બોલ્યો : ‘ગાયનાં રૂંવાડાંમાંથી યોદ્ધાઓ? અરે દર્પણ ! સાચી વાત છે તારી. ગુરુાં ગુરુ મહામઘ કહેતા હતા કે મંત્રનો સાચો જાણકાર મંત્રેલા સરસવમાંથી પણ સૈન્ય ખડું કરી શકે.' કાલકના શબ્દોમાં એવી નિખાલસતા હતી કે અંબુજા ને દર્પણ એના પર મોહ પામી ગયાં. ‘કાલક, એ વાત પછી કરજે. મારી વાત સાંભળી લે. એ વખતે શબલા ગાયે ‘હુંભા’ શબ્દ ર્યો અને ગાયના રોમરોમમાંથી યોદ્ધાઓ નીકળી આવ્યા. એ યોદ્ધાઓમાં શક હતા, એમાં યવન હતા, મ્લેચ્છ* હતા. એમાં પડ્તવ હતા, કાંબોજ અને બર્બર હતા. એ યોદ્ધાઓએ વિસષ્ઠ ઋષિ તરફથી વિશ્વામિત્રની સેનાને યુદ્ધ આપ્યું, એમનાં હસ્તી, અશ્વ, રથ, પદાતિનો નાશ કર્યો. વિશ્વામિત્રના સો પુત્રોનો સંહાર કર્યો ને વિજય મેળવ્યો. એક આર્ય ઋષિ અને એક ગાયની રક્ષા કરવા જ્યારે કોઈ આર્યવીરો તૈયાર ન થયા, ત્યારે અમારા પૂર્વજોએ એ કાર્ય કર્યું. હવે તેઓને અનાર્ય કહી પોતાને ઊંચા કહેવરાવવા એ ક્યાંની નીતિ ? ગાય, બ્રાહ્મણ અને ઋષિનું અમારા પિતામહોએ રક્ષણ કર્યું હતું, એના વંશજો અમે !' દર્પણે પોતાના કુલગૌરવની વાત પૂરી કરી, અને કાલક તરફ અભિમાનપૂર્વક જોતાં કહ્યું : ‘હવે અમે ઋષિકુળના કે અઋષિકુળના તેનો તું નિર્ણય કર. ત્યારથી અમારા વંશો અહીં માનનીય લેખાયા છે.' ‘દર્પણ ! તારી વાત શાસ્ત્રીય છે. પણ એની સાથે શાસ્ત્રોમાં એમ પણ લખ્યું છે કે સગર રાજાએ આ પરદેશી ક્ષત્રપો, શકો, પારો, યવનો ને પલ્લવોનો નાશ કરવાનો નિરધાર કર્યો ત્યારે એ બધા વસિષ્ઠ ઋષિ પાસે ગયા. વસિષ્ઠ ઋષિએ તેઓને રક્ષવા સગર રાજાને વિનંતી કરી. સગર રાજાએ એમને જીવતદાન આપ્યું, પણ કેટલીક સજાઓ કરી.' વાત કરતો કાલક થોભ્યો. દર્પણ વચ્ચે બોલી ઊઠ્યો : “ખોટેખોટું ન ઠોકતો, નહિ તો ગુરુજી પાસે ન્યાય કરાવીશ.' ‘ભલે, ન્યાય કરાવજે. ગુરુજી તો જાતિ-વર્ણમાં ક્યાં માને છે ? હું તો લખ્યું બોલું છું. એ વખતે યવનોને માથું મૂંડાવવાની સજા કરી. શકોને માથાનો ઉપલો ભાગ મૂંડાવવાની સજા કરી. પારદોને માથાના વાળ વધારવાનું અને પલવોને દાઢી રાખવાનું ફરમાન કર્યું.’ * વાલ્મીકિ રામાયણ, બાલકાંડ, સર્ગ ૫૫. 14 D લોખંડી ખાખનાં ફૂલ ‘જૂઠું, સાત વાર જૂઠું !’ દર્પણે ચિડાઈને કહ્યું. એનો અવાજ ભયંકર થઈ ગયો હતો. એની આંખમાં તેજનું વર્તુળ ચકર ચકર ઘૂમતું હતું. સામાન્ય માનવી એ ઝીલી ન શકત, પણ કાલક પણ સાધક હતો. ભયથી સરસ્વતીએ કમળ આડે પોતાનું મુખ છૂપાવ્યું. ‘જૂઠું કહેતો નથી. તું શાસ્ત્રની વાત કરે છે, ત્યારે હું પણ શાસ્ત્રની વાત કરું છું. તમને બધાને ક્ષત્રિય તરીકે સ્વીકાર્યા હતા, પણ ધર્મક્રિયાનું યોગ્ય પાલન ન કરવાથી નીચી કોટિએ ઉતારી મૂક્યા.’ ‘અપમાન ! કાલક ! મારું, મારા કુળનું તું અપમાન કરે છે. અંબુજા ! ગુરુદેવને હાકલ કર !' દર્પણ ક્રોધમાં કાંપતો હતો. ‘શું છે વત્સ દર્પણ ? શું છે કાલક ?' હવામાં તરતા તરતા આવ્યા હોય, તેમ સામેથી મહાગુરુ ચાલતા આવતા દેખાયા. એમના પગ હજી પૃથ્વીને છબતા નહોતા. તેમણે બંનેને પાસે બોલાવ્યા. બંનેના મસ્તકે હાથ મૂક્યો. બંને જણા ગુરુદેવને જોઈ સ્તબ્ધ થઈ ગયા. અંતરથી ગુરુ આજ્ઞા ઉઠાવવામાં વિલંબ કરવા બદલ શરમાયા. ‘અંબુજા !' ગુરુદેવ બોલ્યા, ‘શું વાત હતી ?’ ‘અમારા કુલગૌરવની વાત ચાલતી હતી. કાલકકુમાર અમારા કુળગૌરવને હીશું બતાવે છે. એ માને છે કે એ પોતે એકલો જ ખાનદાન ક્ષત્રિય છે. ગુરુદેવ ! અમને આ બાબતમાં પ્રકાશ આપો.’ ગુરુદેવ થોડી વાર આંખો મીંચી, મુખથી શાંતિનો મંત્ર ઉચ્ચાર્યો. કાલક અને દર્પણ સામે હાથ જોડીને ઊભા રહ્યા. સરસ્વતી અને અંબુજા મસ્તક નમાવીને ઊભાં રહ્યાં. ‘સંસારમાં વિદ્યાનું મહત્ત્વ છે, શક્તિનું મહત્ત્વ છે, સંસ્કારનું મહત્ત્વ છે, તંત્ર અને મંત્રનું મહત્ત્વ છે. યવન અને આર્ય, મ્લેચ્છ અને શૂદ્ર એ ભેદભાવ ખોટા છે. કાલક ! ક્ષત્રપ અને ક્ષત્રિય બંનેના લોહીમાંથી દર્પણનું કુળ આવ્યું છે.’ બંને કુમારો પર નજર ઠેરવી ગુરુદેવ આગળ બોલ્યા : ‘વશિષ્ઠ ઋષિના મંત્રથી આમંત્રિત થયેલા પરદેશી ક્ષત્રપોના વંશજો અહીં આવેલા. એ વંશનો એક નવજુવાન ક્ષત્રપ ભારે પરાક્મી નર ! ભારે રસિયો જીવ! એણે તમામ ક્ષત્રિય કુળોને તેજથી, વિદ્યાથી, મંત્રથી ઝાંખાં પાડી દીધાં. દરેક સ્થાને યુદ્ધવિદ્યાની પરીક્ષા માટે ક્ષત્રિયકુળોને આવાહન આપ્યું. આ વખતે એક સુંદર ક્ષત્રિયકન્યાએ એ પરદેશી ક્ષત્રપને જોયો ને એના પર મોહી ગઈ. પ્રેમ જાત જોતો નથી. બેટા, જે જાત-કજાત જોવા બેસે છે, એનાથી પ્રેમ થતો નથી. જાતિ એ તો આશ્રમની વિશિષ્ટ વ્યક્તિઓ – 15
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy