SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ‘પણ ગુરુને અંતશ્ચિત્ર દ્વારા સંદેશ તો મોકલી આપ્યો કે નહિ ?' રાજકુમાર કાલકે મુખ પર મલકાટ લાવીને કહ્યું, એને પણ લાગ્યું કે પોતે દર્પણના મર્મભાગ પર પ્રહાર કર્યો છે, અને એ ઠીક થયું નથી. રાજકુમાર કાલક પણ પરિચય કરવા જેવી વ્યક્તિ હતી. એ દર્પણ જેટલો ધોળો—શ્વેતાંગ—નહોતો, પણ એનો રંગ સુવર્ણવર્ણો ને મનોહર હતો. દર્પણના જેટલો એ ઊંચો કાઠાદાર નહોતો, છતાં એની ઊંચાઈ પ્રમાણસર હતી. દર્પણના દમામદાર દેહ પાસે માણસ અંજાઈ જતો, નમી પડતો; જ્યારે કાલકનો દેહ શાંત, ગંભીર અને પ્રસન્ન મધુર હતો. માણસ એની પાસે આવવા ઇચ્છતો ને મિત્રતા કરવા માગતો. એને માથે લાંબા કાળા કેશ, કપાળે તિલક અને લલાટ અષ્ટમીના ચંદ્ર જેવું તેજસ્વી હતું. કહેવાતું કે બેના સ્વભાવની બે જુદી ખાસિયતો હતી. દર્પણ સામેની વ્યક્તિને કઠોરતાથી પણ વશ કરવામાં માનતો, કાલક અને સુકુમારતાથી મિત્ર બનાવવામાં રાચતો. કાલકની વાત ન સાંભળતાં દર્પણ બોલ્યો, ‘અંબુજા, આપણા કુળની વાત તું પણ સાંભળી લે. સરસ્વતી ! તારો ભાઈ તો માને કે ન માને, પણ તું અમારા કુળગૌરવની ગાથા સાંભળી લે. ભારતના ક્ષત્રિયોની યુગપુરાણી કમજોરી એમનું મિથ્યાભિમાન છે. એમને એ ખૂબ નડી છે અને હજી પણ ખૂબ નડશે.” ભૂત અને ભાવિની વાણી ભાખતો હોય એમ દર્પણે પોતાની તેજસ્વી આંખો સરસ્વતી અને અંબુજા પર માંડતાં કહ્યું. કાલકે આ વાપ્રહારનો જવાબ ન વાળ્યો. એને ઈંટનો જવાબ પથ્થરથી મળ્યો હતો. સામો પ્રતિવાદ પથ્થરથી જ શક્ય હતો, જે પરિણામે નિરર્થક હતો. સરસ્વતી અને અંબુજા પણ ભિન્ન ભિન્ન વ્યક્તિત્વવાળી છતાં તેજસ્વી યુવતીઓ હતી. બંને હજી સુધી નૈષ્ઠિક બ્રહ્મચારિણી હતી ને પોતાના બંધુઓને મન-વચનથી અનુસરનારી હતી. સરસ્વતી નમણી નાજુક વેલ જેવી હતી. કોકિલ જેવો કંઠ, મયુરી જેવું નૃત્ય ને દેવચકલી જેવી એ રમતિયાળ હતી. એનું રૂપ અગરબત્તીની ધૂમ્રસેર જેવું હતું. દેખાય ઓછું, મહેકે વધુ. અંબુજા આંખને ભરી નાખનાર રૂપવાદળી હતી. એનાં અંગો કંઈક સ્થૂલ અને જોનારને મોહ ઉપજાવે તેવાં હતાં. એ ધારે ત્યાં પોતાના સૌંદર્યની સત્તા ચાલી શકતી. એ સ્ત્રી હતી, પણ બધા પુરુષો એની પાસે પોતાનું પુરુષત્વ દાખવી ન શકતા. એના 12 D લોખંડી ખાખનાં ફૂલ જાજરમાન વ્યક્તિત્વ પાસે ગમે તેવો પુરુષ પણ દાસત્વ અનુભવતો. અંબુજા સુરઅસુરને વિભ્રમમાં નાખનારી મોહિની હતી. પોતાની કાળી આંખો કાલક તરફ નચાવતી અંબુજા દર્પણ તરફ જોઈને બોલી : ‘દર્પણ ! આપણને ઘણા આર્યેતર કહે છે. હું ઘણી વાર પૂછવા દિલ કરતી. આજે ખરેખરી તક આવી છે. આ સરસ્વતીને પણ ખ્યાલ આવશે. કાલકની ઇચ્છા હોય તો સાંભળે, નહિ તો ગુરુ પાસે જઈને વહાલો થાય.' અંબુજાના રૂપમાં શસ્ત્રપાતની શક્તિ હતી, એમ એનાં વાક્યોમાં પણ તલવારની તીક્ષ્ણતા હતી. દર્પણે પોતાની વાત શરૂ કરી. ‘અંબુજા ! આપણે વસિષ્ઠ મહર્ષિએ ઉત્પન્ન કરેલા વંશનાં છીએ. આપણી ઉત્પત્તિની કથા ઘણી પુરાણી છે, પણ જાણવા જેવી છે. મહર્ષિ વસિષ્ઠ બ્રાહ્મણ હતા, એ વખતે વિશ્વામિત્ર નામના ક્ષત્રિય રાજા હતા.' એક વખતની વાત છે. વિશ્વામિત્ર રાજા ફરતા ફરતા વસિષ્ઠ ઋષિના આશ્રમમાં આવ્યા. વસિષ્ઠે તેમનું ખૂબ સ્વાગત કર્યું, ખૂબ આદરસત્કાર કર્યો, ભારે જમણ જમાડ્યાં, મોંઘા મુખવાસ આપ્યા, મોટી પહેરામણી કરી. વિશ્વામિત્ર વસિષ્ઠને પૂછ્યું : તમારા જેવા ઋષિના ટૂંક આશ્રમમાં આ રાજાના વૈભવ ક્યાંથી ?' વસિષ્ઠ બોલ્યા : ‘એ બધા પ્રતાપ આ શબલા ગાયના છે. એ કામધેનુ છે.’ રાજા વિશ્વામિત્ર બોલ્યા : ‘ઓહ, આવી ઐશ્ચર્યવાળી ગાય તમારા જેવા સાધુરામોને ત્યાં ન શોભે. એ તો રાજદરવાજે શોભે; માટે જે જોઈએ તે ધન લો, ને ગાય આપો.' વસિષ્ઠ કહે, ‘એ ગાય તો રાંકનું રતન છે. ન મળે.' વિશ્વામિત્ર કહે : ‘હું રાજા છું, માગું છું. માગ્યું આપવામાં સાર અને શોભા બંને છે. માગ્યું નહિ આપો તો જબરદસ્તીથી લઈ જઈશ. રાજીખુશીથી આપશો તો બંનેનું માન જળવાઈ જશે.’ ‘રાજીખુશીથી કદી પણ આપી શકું નહિ. હું ઋષિ છું.' બસ, બંને વચ્ચે જબરું ઘર્ષણ પેદા થયું.' વિશ્વામિત્ર રાજા હતા. રાજબળનો એમને ફાંકો હતો. એમના યોદ્ધાઓ શબલા ગાયને ખીલેથી છોડીને ખેંચી જવા લાગ્યા. વસિષ્ઠ ઋષિ આ જોઈ ન શક્યા. તેમણે દર્દભરી હાકલ કરી.' ‘હે પરમ પિતા ! આ ગાયમાં પવિત્રતા હોય, અને મારામાં તપસ્તેજ હોય તો આશ્રમની વિશિષ્ટ વ્યક્તિઓ – 13
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy