SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્મા માટે શણગારાયેલો અશ્વ રજૂ થયો. અહીં અશ્વ બહુ કીંમતી લેખાતાઃ ને ખાસ પાણીદાર અશ્વ મહેમાન માટે રાખવામાં આવતા. મહેમાનોની હોશિયારીની પરીક્ષા આ અશ્વો દ્વારા થતી. મસ્તાન અશ્વને જોઈને ભલભલા ડરી જતા. આ અશ્વ પર ચઢવું પણ કોઈને માટે કપરી કસોટી સમું બની જતું. પણ મહાત્માએ અશ્વની પીઠ પર હાથની ધીમી થાપટ મારી અને સોનેરી વાધ હાથમાં લીધી. ગમે તેવો બળવાન બાજ પણ, પક્ષીરાજ ગરુડને જોઈ ઢીલો પડી જાય. એમ આ મસ્તાન અશ્વ મહાત્માની એક ધીરી થપાટે ગરીબ ગાય જેવો બની ગયો. પગ કે પૂંછડી હલાવ્યા વગર, આજ્ઞાંકિત સેવકની જેમ એ શાંત ઊભો રહ્યો. લોકો આ દશ્ય આશ્ચર્યથી જોઈ રહ્યા, ને બોલ્યા, ‘અરે ! મંત્રવાદી પુરુષની કરામત તો જુઓ, આપણા દેશના મસ્તાનમાં મરતાન એશ્વને પણ ગરીબ ઘેટા જેવો બનાવી દીધો !? ‘સાગર જેવો સાગર જેનો સેવક છે, એવા મહાત્માના પ્રતાપને આપણે શું જાણીએ ?” મઘાએ વચ્ચે કહ્યું. પછી મંત્રરાજે બૈરૂતને કહ્યું, ‘રાજાજી રાહ જોતા હશે. આપણે ત્વરાથી આગળ વધીએ.” શકરાજના જાણીતા એશ્વ પર મહાત્મા અભુત રીતે શોભતા હતા. એ શ્વ પણ વશવર્તી સેવક ન હોય તેમ વર્તતો હતો. પાથળ બે કીંમતી ગર્દભોવાળા રથમાં મઘા અને બેરૂત બેઠાં હતાં. આગળ ગ્રંથ હતો. મહાત્માની ચકોર દૃષ્ટિ આ તદ્દન અવનવીન દેશ પર ચારે કોર ઘૂમતી હતી. એ અહીંના પરાક્રમી ને પડછંદ પુરુષોને નેત્ર ઠેરવી ઠેરવીને નીરખતા હતા. થોડી થોડીવારે એમની દૃષ્ટિ અંતર્મુખ થઈ જતી, પણ તરત જ એ બાહ્ય વસ્તુઓમાં રસ લેવા લાગતી. ચારે તરફથી એમના નામનો જયજયકાર ઊઠતો હતો. એમને નામે અનેક ચમત્કારો અને શક્તિઓની પ્રશસ્તિ ગાથાઓ ઠેર ઠેર વણાઈ રહી હતી. લોકસમુદાય તો અતિમાં માનનારો છે. જે ગમે તેની અતિ પ્રશંસા; જે ન ગમે તેની અતિ નિંદાએ એનો અનાદિ કાળનો ક્રમ છે. પણ મહાત્મા પ્રશંસાના પૂરથી સાવ અલિપ્ત હતા. એ તો પોતે જે ધ્યેય માટે આટલે દૂર આવ્યા હતા. એ આ ભૂમિમાં સિદ્ધ થશે કે નહિ તેની સત્ત્વપરીક્ષા કરી રહ્યા હતાં. ધીરે ધીરે મીનનગર શરૂ થયું. એના ધોરી માર્ગો પર થઈને ઝરણનું પાણી 306 3 લોખંડી ખાખનાં ફૂલો વહી જતું હતું. એ ઝરણનાં પાણીને વાળીને ઠેર ઠેર ફુવારાઓ ગોઠવ્યા હતા અને એમાંથી પાણી ઊછળી ઉછળીને કુંડોમાં વહ્યું જતું હતું. પ્રવાહમાં રંગબેરંગી માછલીઓ રમતી હતી. ખુશનુમા પ્રભાત અને મનને પ્રફુલ્લ કરે એવા આ ફુવારા, એમાં વનવાડીની મીઠી ખુશબોદાર હવા - સમગ્ર વાતાવરણ દિલ અને દેહને પ્રફુલ્લાવે તેવું હતું. થોડીવારે રસ્તાની બંને બાજુ શકરાબાજના પ્રચંડ યોદ્ધાઓ ઊભેલા જોવાયા. મહાત્માના મનમાં એકાએક ઊગી આવ્યું. ‘દેશની શક્તિનું નવનીત તારવવા સ્વદેશી દૂધમાં પરદેશી છાશનું મેળવણ જ્યે જ છૂટકો છે. રે રાજા ગર્દભિલ્લ ! સાધુને તેં ક્યાંયનો ન રાખ્યો!' મહાત્માના મુખ પર થોડીવાર દુઃખની વાદળીઓ રમી રહી. પુરુષભાવને કળવામાં કુશળ મઘાએ તરત એ જોઈ લીધું ને એ બોલી, “રે મહાત્મા ! શું તમને આ દેશ ન ભાવ્યો ? આ લોકો ન ગમ્યાં ? મૂઆ આ લોકો ? કેવાં ગાંડાં છે ? કેવો કોલાહલ કરી મુક્યો છે !' મહાત્માએ તરત અંતરના જખમને છુપાવી હસતાં હસતાં કહ્યું, “મઘા ! દેશ શા માટે ન ભાવે ? ભાવથી તો આવ્યો છું. ને જ્યાંનાં નરનાર મઘા અને બૈરૂત જેવાં હોય ત્યાં કદીય કશુંય મને અપ્રિય ન લાગે. બાકી તો મન હવા જેવું છે ! કદી નરમ કદી ગરમ !? ઘણું જીવો મહાત્મા.” મઘાએ જોરથી ઉચ્ચાર્યું. જનમેદનીએ એ બોલ ઝીલી લઈને એનો પડઘો પાડ્યો. હવે રસ્તાની બંને બાજુ સંગેમરમરના આવાસો આવતા હતા. આ આવાસો ખૂબ જ ઊંચા અને વિશાળ હતા. એના દરવાજા ખૂબ ઊંચા હતા. ઘોડા સાથેનો સવાર પસાર થઈ સીધો દવાનખાનામાં ઊતરે એવી એની રચના હતી. દરેક દરવાજા પર સંગેમરમરના બે સિંહ બનાવેલા રહેતા. સોના ને રૂપાના રસથી એને રસવામાં આવ્યા હતા. કેટલાક આવાસોની આગળ રહેલા સિંહોની આંખોમાં માણેક અને પંજામાં હીરા મઢેલા હતા. મહાત્મા આ બધું જોતાં આગળ વધતા હતા, ત્યાં ચાર-પાંચ કિશોર દોડી આવ્યા અને બોલ્યા, ‘અતિથિરાજ ! રાજકુમારનો દડો પેલા પાતાળકુવામાં પડ્યો છે, બહુ મહેનત કરી પણ એ નીકળતો નથી.' | રાજ કુમારને બીજો દડો લાવીને આપો ને ! એમાં અતિથિદેવને શા માટે પૂછો છો ?' મંત્રીએ કહ્યું. મીનનગરમાં 1 307
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy