SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ભલે ગમે તેવી મુશ્કેલ હોય, તેને માટે તન, મન અને ધન અર્પણ કરવાં પડે તો પણ કરીશ. પછી ?' બૈરૂતે કહ્યું. ‘બૈરૂત ! હું અધર્મના નાશ માટે મદદ માગવા નીકળ્યો છું. મારે એક રાજાને સોધ આપવો છે.' “સોધ માટે મદદ કેવી ?' બૈરૂત વાત ન સમજ્યો. મારે સૈન્ય જોઈએ, મને શસ્ત્ર જોઈએ, મદદમાં શાહ જોઈએ, એક રાજાએ અધર્માચરણ કર્યું છે, એની સાન ઠેકાણે આણવી છે.’ રાજ ચીજ જ એવી છે, યોગી રાજા થાય તો પણ તેનાથી અધર્માચરણ થઈ જાય. એને માફ કરો.' બૈરૂતે પોતાની રાજા વિશેની માન્યતા કહી. ‘હું જાણું છું, હાથીના પગ નીચે અજાણ્યે કીડી ચંપાઈ જાય, એને જરૂર માફ થાય, પણ આ નરકુંજરે તો હાથે કરીને કીડીને ચાંપવાનો પ્રયોગ કર્યો. હું સમજાવા ગયો તો એણે મારી વાતનો તિરસ્કાર કર્યો. અને બૈરૂત ! સહુથી વધુ દુઃખ તો મને એ લાગ્યું કે પ્રજામાંથી કોઈએ આ અધર્મ સામે પોકાર પણ ન પાડ્યો.’ મહાત્માએ પોતાની વાત પ્રગટ કરતાં કહ્યું. ‘ચિંતા નહિ, યોગીજી ! આપ મારા દેશમાં પધારો. મારા શાહના દરબારને શોભાવો. આ સંજીવની રોપથી એમને ખુશ કરો, પછી આપની ઇચ્છિત વસ્તુ હું સિદ્ધ કરી આપીશ.' ‘શાબાશ ખૈરૂત, તો હું તારી સાથે જરૂર આવીશ. મારી પાસે અનેક વિદ્યાઓ છે, યુદ્ધકળા છે, શસ્ત્રકળા છે, વૈદિક વિદ્યા છે. જાદુ છે, ચમત્કાર છે, નિમિત્તજ્ઞાન છે. ‘તો આપને કહી દઉં. મારા દેશના લોકો હાથના ઉદાર, હૈયાના પ્રેમાળ અને પર-સહાયમાં ઉત્સુક છે.' બંને જણા વાતચીત કરી રહ્યા હતા, ત્યાં મઘા જાગી ગઈ. સૂરજ ઢળતો થયો હતો. મઘાએ જાગતાં જ બૂમ પાડી, ‘મહાત્માજી !’ ‘શું છે મદ્યાદેવી ?’ ‘આપ ચાલ્યા ગયા તો નથી ને ?’ મઘાએ સુંદર પોપચાં ખોલતાં કહ્યું. મઘા ! તું જાણીને આનંદ પામશે કે યોગી આપણી સાથે આપણે દેશ આવવાના છે. તું એમનું આતિથ્ય કરીશ ને ?' *જરૂર બૈરૂત ! એ યોગી મને બહુ ગમ્યા છે, પણ મને એક વાત ખટકે છે કે એ સ્ત્રીને અડતા નથી. એમાં સ્ત્રી જાતિનું અપમાન ભાળું છું.' 282 D લોખંડી ખાખનાં ફૂલ એ ચર્ચા ત્યાં લઈ જઈને કરજે, અને મઘા ! એ સંજીવની રોપ પણ લાવ્યા છે.’ હૈં. રોપ લાવ્યા છે ? કેવો છે ? મને બતાવો.' એ લોકો જ્ઞાનને સંજીવની કહે છે. ‘પંચતંત્ર’ નામનો ગ્રંથ એ લાવ્યા છે.' અરે આપણે ત્યાં એ ગ્રંથને કોણ સમજશે ? એનાથી કંઈ અમર થવાય?’ ‘અરે ગાંડી ! જ્ઞાનને જ તેઓ અમૃત કહે છે. બાકી આજ સુધી કોઈ દેહથી અમર થયું નથી ને થશે નહિ. આ રોપ લઈને એ પોતે સાથે આવે છે. પછી ચિંતા કેવી ? એ બધાને સમજાવશે. સંજીવની પાશે.' ‘ઓહ ! સાંજ પડી કે ? સૂરજ ઢળ્યો કે ? હવે મને પુત્ર આવશે કાં ?’ ‘હા,’ મહાત્માએ કહ્યું, ને થોડીવારમાં લેશ પણ પીડા વગર મઘાએ પુત્રને જન્મ આપ્યો. ‘હાશ ! ગુલ્મનો રોગ નવ મહિને પૂરેપૂરો મટ્યો.' મઘા આસાએશ અનુભવતી બોલી. ‘મઘા ! તું માતા બની.’ ‘હું માતા બની ? તો શું હવે મારી મા જેવી હું ઘરડી બની જઈશ ? યોગીજી ? મારે તો જુવાન રહેવું છે. સ્ત્રી જુવાન હોય ત્યાં સુધી જ એની કિંમત.' મઘાએ કંઈક ચિંતિત સ્વરે કહ્યું. ‘તું જુવાન જ રહીશ.’ યોગીએ આશીર્વાદ આપ્યા, ને થોડીવારમાં બાળકનું રુદન સંભળાયું. ભારતીય સાહિત્યનો કોઈ પણ ગ્રંથ વિશ્વસાહિત્યનો બન્યો હોય તો તે ‘પંચતંત્ર’. ૬૦ ભાષાઓમાં એનો અનુવાદ થયો છે, બસોથી ત્રણસો રૂપાંતર થયાં છે. રાજા નવશિવાને એનું રૂપાંતર કરાવેલું. એનાં પરદેશી નામો કલીલ વ દિમ્ન (કરકટ અને દમનક) અનવાર એ સુહેલી, ઇયારે ઇંદાનીશ. ‘પંચતંત્ર'ની આઠ પરંપરા - તંત્રાખ્યાયિકા, દક્ષિણ ભારતનું પંચતંત્ર, નેપાળી પંચતંત્ર, હિતોપદેશ, કથાસરિત્સાગર, અંતર્ગત પંચતંત્ર, બૃહત્કથામંજરી-અંતર્ગત પંચતંત્ર, પશ્ચિમ ભારતીય પંચતંત્ર, પંચાખ્યાન. પશ્ચિમ ભારતીય જનતંત્ર-પંચતંત્રનો કર્તા જૈન અને તે પણ ગુજરાતનો જૈન હોવા વિશે મને શંકા નથી. ‘પંચતંત્રના પ્રચારમાં જૈનોએ જે ફાળો આપ્યો છે, તે નોંધપાત્ર છે. ‘પંચતંત્ર'નો જૈનો દ્વારા થયેલો પ્રચાર તેમ જ જૈન સાધુઓના હાથે થયેલાં તેનાં અનેકાનેક અનુવાદાત્મક રૂપાંતરો અને વાચનાઓ છેવટે તો કથાસાહિત્ય પ્રત્યેની તેઓની અભિમુખતા જ છે. - ‘પંચતંત્ર’ - સંપાદક : ડૉ. ભોગીલાલ સાંડેસરા તજ સરીખી તીખી, રૈ ઢોલા – 283
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy