SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ઓછો ભયંકર ન લેખાતો. ગુરુ કહેતા કે હીન વિચાર જ હીન આચારનો જનક બને છે, તેથી દુર્ગુણ કરતાં દુર્ગુણનો વિચાર વિશેષ ભયંકર છે. આ વિકાર પતંગિયાં મનમોજ માણતાં હતાં. એ બધાં એમ માનતાં હતાં કે આપણને કોણ પકડવાનું છે ? ચોરીનાં બોર ભારે મીઠાં લાગે છે ! પણ માનસ વિદ્યાના ધારક ગુરુથી કાંઈ એછાનું રહેતું નથી. મરનારનાં માબાપોએ પણ મહાગુરુને કહેવરાવ્યું કે અમે આવાં જેતુ સંતાનોથી શરમાઈએ છીએ. આપને અમારાં સંતાન સોંપતી વખતે જ અમે કહ્યું હતું કે આ કિશોરોનાં લોહીમાંસ તમારાં, હાડકાં અમારાં ! અમે તેમનાં અસ્થિની શોધ કરીએ છીએ. આ બનાવ પછી જેવાં તેવાં વિદ્યાર્થી કે વિદ્યાર્થિની આશ્રમમાં ભરતી થવા માટે આવતાં અટકી ગયાં, અને જે આવતાં તે સહેજ પણ વિચારની કમજોરી થઈ જાય, કે વગર પૂછયેગાછરે ઘર ભણી રવાના થઈ જતાં. આ કુમાર-કુમારિકાઓ સંયુક્ત સાધકકુટીમાં અમુક સમય ગાળ્યા પછી વળી પાછાં અલગ થતાં ને અલગ અલગ આશ્રમોમાં અભ્યાસ કરતાં. આ આશ્રમો સાદા હતા અને એ નદીકાંઠે કે સઘન વનકુંજોમાં પથરાયેલા રહેતા. અહીં આવનાર સાધકે પ્રાણાયામનો અભ્યાસ કરવા માટે, યોગવિદ્યાનાં પ્રાથમિક અંગરૂપ પૂરક, કુંભક અને રેચકનો અભ્યાસ કરવો પડતો. આ પ્રકારો હવે પછીની સાધનાના મૂળાક્ષરો રહેવાના હતા. અહીં સાધકની માનસિક પરીક્ષા લેવાતી, ચિંતા, ભીતિ, સંશય અને ક્રોધ, એ ચારની ચકાસણી થતી. સાધક આ ચાર પર જેટલો કાબૂ બતાવતો, તેટલો તેટલો આગળ વધતો. ધીરે ધીરે સાધકમાં ઉલ્લાસ, નિર્ભયતા, શ્રદ્ધા અને પ્રેમ પ્રગટ થતાં. આ પછી બધા સાધકો ‘દર્પણભવન માં દાખલ થતા ને ત્યાં નેત્રશક્તિના વિકાસનું કાર્ય ચાલુ થતું. મહાગુરુ કહેતા, ‘આ નેત્ર-સાધના પછી તમારામાં એ શક્તિ આવવી જોઈએ કે તલવાર લઈને મારમાર કરતો આવતો શત્રુ તમારી આંખથી આંખ મિલાવે કે પાળેલા શ્વાન જેવો થઈ જાય : ખાઉં ખાઉં કરતો ધસ્યો આવતો સાત દહાડાનો ભૂખ્યો વાઘ કે છંછેડાયેલો કાળો નાગ આ નેત્રશક્તિ પાસે સ્વતઃ ઠંડોગાર બની જાય !” આમાં પણ ભૂમધ્ય દૃષ્ટિચક્રના સાધકો તો ભારે કમાલ કરી શકતા. ગમે તેવા વિરોધી સાથે, એના કપાળ વચ્ચે નજર નોંધીને જ્યારે આ સાધકો વાત કરતા ત્યારે એ વિરોધી સ્વતઃ પોતાનો મત છોડી કહો તે મત સ્વીકારવા તૈયાર થતો. ધર્મના ઉપદેશકો આ સાધનાને બહુ મહત્ત્વ આપતા. ધર્મપ્રચાર માટે મોટા રાજવીઓને પોતાના મતમાં લાવવા માટે આ સાધના ઉપયોગી થતી. વિધવિધ ધર્મોમાંથી આવેલા ઘણા સાધકો આટલી વિદ્યા હાંસલ કર્યા પછી, પાછા ફરી જતા. એ કહેતા કે આગળની વિદ્યા અમારે માટે બહુ ઉપયોગી નથી ! પણ જાણકારો જાણતા હતા, કે આગળ એક એવી વજપરીક્ષા આવતી હતી, જેમાં બેસવાની આ રીતે ચાલ્યા જનારની પાસે તૈયારી નહોતી. કેટલાક ધીરજવાળા ધર્મોપદેશકો આથી થોડા આગળ વધતા. અહીંથી આગળ વધનારની ‘અંતચિત્ર'ની પરીક્ષા આપવી પડતી. પ્રત્યેક સાધકે હવે પછી પોતાને શું સાધ્ય કરવું છે, એનું સ્પષ્ટ ચિત્ર મન દ્વારા મહાગુરુને પહોંચાડવું પડતું. ગુરુ પણ એનો સ્વીકાર કે અસ્વીકાર મન દ્વારા જ કરતા, અને માનસ સંદેશ દ્વારા સંમતિ પાઠવતા. આ ‘અંતશ્ચિત્ર'ની પરીક્ષામાં પણ સફળતા કરતાં નિષ્ફળતાનો ખૂબ સંભવ રહેતો. મન-વાંદરું ઝટ કબજે ન થતું. આ પછી “અનાહત ચક્ર'ની સાધનામાં પ્રવેશ થતો. મનને સ્થિર કરવાની કળા અત્યાર સુધીમાં સાધક મેળવી લેતો, પણ હવે તેને ઇચ્છિત વિચાર પર મન સ્થિર કરવાની કળા હસ્તગત કરવી પડતી. પોતાની વિચાર લહરીઓ જગતના પ્રત્યેક પદાર્થ પર વહેતી કરવાની શરૂઆત અહીંથી થતી. જગત જેને ચમત્કાર માને, જાદુ માને, મંત્રબળ માને, યંત્રપ્રભાવ માને, ઇંદ્રજાળ માને એવી શક્તિઓ હવે અહીંથી પ્રગટ થવા લાગતી. ઉકરડામાં ગુલાબની સુગંધ પેદા કરવાની અને ગાંડાને ડાહ્યો કરવાની તાકાત પણ સાધકમાં પ્રગટ થતી. પંચભૂતનાં જે પાંચ મહાન તત્ત્વો : પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ અને આકાશ - એમાં આ સાધનાથી પરિવર્તન આણી શકાતો, આ માનસ વિદ્યાનો સાધક જ્યાં અગ્નિ ન હોય ત્યાં અગ્નિ, જ્યાં જળ ન હોય ત્યાં જળ પેદા કરી શકતો. પરમાણુઓ પર એ નિયંત્રણ કરી શકતો. આ વિદ્યાની ઉત્કૃષ્ટ સાધનાથી તો જલતરણી વિદ્યા, તેજોવેશ્યા કે અગ્નિસ્તંભકળા કે શીતલેક્ષા જેવી વિઘાઓ પણ હસ્તગત થતી. કહે છે કે ગાંડીતૂર બનેલી નદીને આ સાધક એક યવનાપ્રહારમાત્રથી આગળ વધતી થંભાવી શકતો. તેજોલેશ્યાવાળો સાધક પ્રતિસ્પર્ધીને ઊભો ને ઊભો બાળી શકતો. અગ્નિસ્તંભનથી અગ્નિ બાળવાનો સ્વભાવ ભૂલી જતો, એક પુખ પણ એમાં પડી હોય તેવું ને તેવું રહેતું. મહાગુરુનો આશ્રમ 7 6 લોખંડી ખાખનાં ફૂલ
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy