SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તો સિંહણનું દૂધ છે. યોગ્યતા વિનાના પાત્રમાં પડશે તો પાત્ર ફાટી ગયા વિના રહેવાનું નથી. પાત્ર બનવું કે અપાત્ર સાબિત થવું એ સૌના પોતાના હાથની વાત દરેક યુવાન કે યુવતીને પ્રથમ સાધકકુટીમાં રાખવામાં આવતાં, ને ત્યાં તેમની શારીરિક શક્તિની તપાસ થતી. કોઈ પણ અંગની ખોડખાંપણવાળાને તો ત્યાં પ્રવેશ જ ન મળતો. - શરીરસૌષ્ઠવે, શરીરસૌંદર્ય ને શરીરબળ - ત્રણે અહીં પરખવામાં આવતું. આ બધું હોવા છતાં જો ફેફસાં નબળાં હોય, આંખો વિકારી હોય ને ઉદર બગડેલું હોય તો એને પણ પાછા ફરવું પડતું. - ગુરુવર્ય હંમેશાં કહેતા કે મારી વિદ્યા કાચો પારો ખાવા જેવી છે. એ માટે સાધકનાં ફેફસાં હાથી જેવાં, આંખ ગરુડ જેવી ને પેટ કાલાગ્નિ જેવું હોવું જોઈએ, તો જ મારી માનસી વિદ્યા મળી શકે, અને પચી શકે : નહિ તો વિદ્યાનું અજીર્ણ થાય. અને આટલી પરીક્ષા પછી વિદ્યાના અર્થીને સમૂહમાં એટલે કે કુમારકુમારિકાઓની વચ્ચે મૂકવામાં આવતો. બધા એક સાથે રહેતાં. એક સાથે સ્નાન કરતાં. એકસાથે જમતાં ને એક સ્થળે સૂતાં. નવયૌવનની તાજગી દરેક સાધકના દેહ પર રમ્યા કરતી. જીવનની વસંત ઋતુ સમી યૌવન અવસ્થાના આંબે કોયલો ટહુક્યા કરતી. કામદેવ પોતાનાં તા કામ-બાણ લઈને અહીં અજાણ્યો ઘૂસી આવતો. કોઈ વાર તીર પણ ચલાવતો. શરૂઆતમાં કોઈ કોઈ સાધકના અંતરના તાર રણઝણી ઊઠતા, એને નેહવીણાના ઝંકાર સંભળાતા, એને મન બપૈયાની વ્યાકુળ વાણી કર્ણગોચર થતી. પણ આ વિદ્યાનાં અર્થી કુમાર-કુમારિકાઓ ઉગ્ર સાધન દ્વારા ધીરે ધીરે કામદેવનાં તીરોને વ્યર્થ બનાવતાં અને સંયમની મૂર્તિ બની રહેતાં. થોડે દહાડે બધું તોફાન શમી જતું. નિર્વાત દીપની જેમ સહુ સ્વસ્થ બની જતાં. અધ્યયન-શ્રેણી આગળ વધતી. દુનિયામાં પાંચે આંગળીયો સરખી હોતી નથી. સઘળાં ફૂલનાં દિલ લોખંડી હોતાં નથી. કોઈ ફૂલ અણધારી રીતે તોફાનમાં સપડાઈ જતું. એ ફૂલ અવસ્થ બનતું અને મુગ્ધ બનીને બીજા ફૂલનાં અંગો તરફ નીરખ્યા કરતું. ગુરુને આ વાતનો તરત માનસ સંદેશ મળતો. એ ફૂલોને વિદ્યા મળતી બંધ થતી એટલું જ નહિ, પણ તેવાં પતંગિયાંને સાધકકુટી છોડી દેવી પડતી. ગુરુ કંઈ આ સાધકો પર ચોકી પહેરો ન રાખતા. તેઓ કોઈ કોઈ વાર અચાનક આવી ચઢતા, અને ત્યારે અવશ્ય કંઈ નવાજૂની થશે, એવી ભીતિ સર્વત્ર વ્યાપી જતી. મહાગુરુ ભયને વિદ્યાશિક્ષણની પ્રાથમિક ભૂમિકા માનતા. એ કોઈ વાર લહેરમાં હોય ત્યારે સાધકોને ઉદ્દેશીને કહેતા : ‘અહીં તો જે રહેશે, એ આપબળથી રહેશે; નહિ તો સગા બાપથી પણ નહિ રહી શકે. મારી વિદ્યા કેટલીક વાર તેઓ વિવિધ પ્રકારના લંગોટ લઈને આવતા. સહુ છાત્રોને એકત્ર કરતા અને વિધવિધ લંગોટની યોગ્યતા પ્રમાણે વહેંચણી કરતા. આ યોગ્યતા માટે કોઈ પ્રત્યક્ષ પરીક્ષા નહોતી. ગુરુ પોતાના અંતશ્ચિત્રથી સાધકની સાધકતાનો નિર્ણય કરતા. કેટલાકને વસ્ત્રના લંગોટ આપતા. ઘણાને લાકડાના લંગોટ આપતા. કોઈ કોઈને તાંબાના લંગોટ પણ આપતા. પ્રથમ પ્રકારનો લંગોટ બદલી શકાતો. બીજા બે પ્રકારના લંગોટો બદલી ન શકાતા. ગુરુ પોતે ફરી વાર આવીને પોતાની હાજરીમાં એ બદલી જતા. એક વખતની વાત છે. મહાગુરુ એકાએક ધસમસતા આવ્યા. એમનાં નેત્રો લાલઘૂમ હતાં, ને નાક પર કપડાંની પટ્ટી બાંધી હતી. તામ્ર લંગોટવાળાં ચાર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને લઈને તેઓ પર્વતની ઊંચી ટોચ પર ગયા. અહીં ચારે જણાને ઇષ્ટ-સ્મરણની થોડી તક આપીને પર્વત પરથી નીચે ખીણમાં ગબડાવી મૂક્યાં. ન દયો, ન માયા !. બધે હાહાકાર વર્તી ગયો. અરે, મહાગુરુ કંઈ ઘેલા તો થયા નથી ને ? આ તો માનવહત્યા કરી કહેવાય ! પછી થોડીક વારમાં ગુરુ પાંચ પ્રકારનાં દુધપાત્ર લઈને આવ્યા : એકમાં આકડાનું દૂધ, બીજામાં ઉંબરાનું દૂધ, ત્રીજામાં વડનું દૂધ, ચોથામાં સિંહનું દૂધ ને પાંચમામાં ગાયનું દૂધ હતું. આ પાંચ પ્રકારનાં દૂધથી આશ્રમ સ્વચ્છ કરવામાં આવ્યો. આ પછી ગુરુએ નાકે બાંધેલ કપડું છોડતાં કહ્યું : હાશે, હવે દુર્ગધ ગઈ. નાક ફાડી નાખ્યું. વ્યભિચારીઓના જેવી દુર્ગધ બીજા કશામાંથી આવતી નથી. સઘળા મહાવિકારોમાં કામવિકાર બહુ બૂરો છે, બહુ ભયંકર છે. બધું નષ્ટ-ભ્રષ્ટ કરી નાખે.' આ વખતે સહુએ જાણ્યું કે આ કુમાર-કુમારિકાઓએ આશ્રમને અભડાવ્યો હતો. આવાં પતંગિયાંઓને માટે મહાગુરુની આજ્ઞા હતી, કે તેમણે તુરતાતુરત આશ્રમ છોડી દેવો; પળ માટે પણ આશ્રમને અપવિત્ર કરવાનો કોઈને હક નથી. આ માનસ વિદ્યાનો આશ્રમ હતો. અહીં આચારના દોષ કરતાં વિચારનો દોષ જરાય મહાગુરુનો આશ્રમ [ 5 4 E લોખંડી ખાખનાં ફૂલ
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy