SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ભુલભુલામણીમાં રાજાને ગમી જતી શ્રેષ્ઠ સુંદરી પછી કદી બહાર નીકળવા પામતી નહિ. એને સાતમાં ભૂગૃહના સૌંદર્યખંડમાં દોરી જવામાં આવતી. ત્યાં આવી અનેક સૌંદર્યખંડો સજ્જ કરેલા રહેતા. આ સૌંદર્યખંડોમાં રાજાની રક્ષિતાઓ રહેતી. દેશદેશથી આણેલી અનેક સુંદરીઓ એમાં વસતી. દરેક ખંડ થોડા દહાડા ખૂબ ચમતો. એની ખૂબ જાહોજલાલી દેખાતી, અપૂર્વ રંગરાગ ત્યાં જામતા. એટલી વારમાં તો વળી નવો સૌંદર્યખંડ ઊઘડતો. અને ત્યાં નવા દીવડા ઝળહળ થતા. જૂના દીવા ગુલ થતા અને જૂના સૌંદર્યખંડની સુંદરીનું શું થતું તે કોઈ જાણી શકતું નહીં. એકની બરબાદી ઉપર બીજીની આબાદી શરૂ થતી. આ સપ્તભૂમિકા પ્રાસાદને તળિયે ક્ષિપ્રા નદીના એક વહેણને વાળવામાં આવ્યું હતું. આ વહેણમાં કેટલીય વાર હાડપિંજરો વહેતાં જોવાતાં. આ આવાસોમાં એક આવાસ એવો હતો કે જેના દીવા જ્યારથી ઝગ્યા ત્યારથી આજ સુધી ઝગતા રહ્યા હતા. જે જાહોજલાલી પહેલે દિવસે પ્રગટી, એ જ જાહોજલાલી આજે પણ ચાલુ હતી. એ ખંડ રાજા દર્પણસનની ભગિની દેવી અંબુજાનો હતો. છેલ્લા દિવસોમાં એ ખંડથી દૂર એક નવો ખંડ શણગારાઈ રહ્યો હતો. નવા ચોકીદારો અને નવી કુશળ દાસીઓ ત્યાં ગોઠવાઈ રહ્યાં હતાં. ચતુર અંબુજાનું લક્ષ એ તરફ જ હતું. સામાન્ય રીતે એ માનતી કે સમર્થ માનવીને દોષ લાગતો નથી. રાજા જો વિલાસ ન માણે તો બીજું કોણ માણે? અંબુજા પોતે જ ભાઈના વિલાસને ઉત્તેજન આપતી. એક વાર પોતે જ તેનો ભોગ થઈ પડી હતી; ન જાણે પોતે કેમ ખેંચાઈ ગઈ, એની એને સમજ પડી નહોતી. આ વખતે એને ભારતની સ્ત્રીઓના પવિત્રતા વિશેના, શરમ, સંકોચ કે મર્યાદાપાલનના કેટલાક સિદ્ધાંતોના મહત્ત્વની સમજ પડી. જેમ ફૂલોવાળાં વૃક્ષોનાં ઉદ્યાનને વાડની જરૂર પડે છે, એમ જીવનમાં પણ એ હવે કેટલીય વાડોને - મર્યાદાઓને માનતી થઈ હતી. રાજા દર્પણસેને બહેનના લજ્જિત મનને બહેલાવવા આર્ય કાલક સાથે લગ્ન કરાવી આપવાનો કોલ આપ્યો, પણ આર્ય સિદ્ધાંતો પર વિશેષ વિચારણા કરનારી અંબુજાએ એ વાતને સ્વયં અમાન્ય રાખી. રાજ કારણમાં ભાવનાનો પણ યથેચ્છ ઉપયોગ છે. એ વાતનો રાજકારણી રીતે ઉપયોગ કરવા રાજા દર્પણે સુનયના નામની વિષકન્યા મોકલી એક નવું કાવતરું રચ્યું. એ કાવતરું કાલકના વજ કવચ જેવા સંયમ પાસે નિષ્ફળ ગયું. 24 E લોખંડી ખાખનાં ફૂલ મર્યાદામાં અને સંયમમાં માનનાર કાલકે સુનયનાને જરાય નમતું ન તોળ્યું; ઊલટું સુનયના કાલકના હાથે નીતિમર્યાદાના છાબડામાં તોળાઈ ગઈ. આ બધી વાતોએ દર્પણસેનના મગજને ભમાવી નાખ્યું. એણે કહ્યું, | ‘અંબુજા ! પુરુષ એ પુરુષ, સ્ત્રી એ સ્ત્રી. પુરુષ સદા ભોક્તા, સ્ત્રી સદા ભોગ્યા. અંબુજાને આ સામે કંઈ કહેવાનું નહોતું. એ એની રીત મુજબ એટલો સુધારો મુકતી કે હંમેશાં પુરુષ જ ભોક્તા અને સ્ત્રી ભોગ્યા એ વાત ખોટી છે. કોઈવાર પુરુષ ભોગ્ય અને સ્ત્રી ભોક્તા એવું પણ બને. છતાં પાછળથી એ કહેતી કે, આપણા ખૂનમાંથી મંદોદરી પાકે, સીતા ને પાકે. સીતા માટે તો આર્યવર્તની પ્રણાલિકામાં ઊછરેલા જીવ જોઈએ. ‘હવે સીતા અને સરસ્વતી બંધીય જોઈ ! અજવાળી તોય રાત,' દર્પણ તુચ્છકારથી બોલતો. ‘દર્પણ ! નજર સામે બંને દૃષ્ટાંતો છે, છતાં ભૂલી કાં ગયો ? આપણે બંને ભાઈબહેન અને સરસ્વતી અને કાલક પણ ભાઈબહેન, છતાં એ બે વચ્ચે કેટલો ફેર? તું અને હું પવિત્રતાનો ગર્વ કરી શકીશું ? અને એ બે જણાં કેટલી સરળતાથી પવિત્રતાનો દાવો કરી શકશે ?” | ‘હવે જોઈ એ બધી પવિત્રતા અને અપવિત્રતા ! મનને પ્રસન્ન કરે તે પવિત્રતા. આ તો કેટલાય ચોખલિયા લોકોએ વાડાબંધી કરી છે. આ પોતાનું, આ પારકું. હું એવા ભેદોમાં નથી માનતો. વસુંધરાનાં બધાં લોકો એ આપણાં સ્વજનો, સ્વજનમાં માત્ર મા, બહેન કે દીકરી જ નહિ – પત્ની પણ હોય છે. મહાગુરુ મહામાનો આશ્રમ ભૂલી ગઈ ? ' દર્પણસેન કહેતો. ‘એ આશ્રમે જ આપણું સત્યાનાશ વાળ્યું. એણે જ આધ્યાત્મિકતાથી તારી શ્રદ્ધા ટાળી અને તને ભૌતિક બળોમાં શ્રદ્ધા રાખતો કર્યો.’ અંબુજા લાંબો નિશ્વાસ મૂકતી બોલી. | ‘એવું ન બોલ. આજે દર્પણસેન જે કંઈ છે, એ મહાગુરુના આશ્રમને આભારી છે. સમરાંગણ કે સ્ત્રી પરત્વે હું કદી નમાલો નીવડ્યો નથી. તું મારી પાસેથી જાણી લે કે આટલી ભોગ્યાઓમાં થોડો વખતમાં એકનો વધારો થશે, અને એ પણ જેનાં તું વખાણ કરે છે એ !' કોણ ?” ‘સરસ્વતી; આર્ય કાલકની બહેન.” દર્પણે શાંતિથી કહ્યું. “ઓહ દર્પણ , આ તું શું બોલે છે ?* અંબુજા ગભરાઈ ઊઠી. ‘કશુંય નહીં. નોંધી રાખ કે આ રાજ્યના ઉત્તરાધિકારીને એ જન્મ આપશે.” દર્પણ હસતો હસતો બોલ્યો. સપ્તભૂમિકા પ્રાસાદ D 245
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy