SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ તો શું લમણે હાથ મૂકીને બેસી જાઉં ? આચાર્ય વિચારમાં પડ્યા. થોડી વારમાં એમનું ક્ષાત્રતેજ ઝળહળી ઊઠ્ય : ‘એકલો જા ! એકલો જા ! ક્ષત્રિય ! પાંડવોએ સેંકડોની સેના છોડી એકલા કૃષ્ણને કેમ પસંદ કર્યા ? જગતમાં ઘેટાં અપાર છે. કાલક ? તું સિંહ થઈ જા ! જો તું થાકી જઈશ તો ધર્મ દેશનિકાલ થશે, અને શેતાન ધર્મના સિંહાસને ચડી બેસશે. ‘દેહ તારો ભલે સળગે, પણ અંધારા આભમાં તું દીવો થા !' પળ વાર એકલવાયા ને નિરુત્સાહી બનેલા આચાર્ય ફરી વાર ઉત્સાહી બની ગયાં. 32 સપ્તભૂમિકા પ્રાસાદ -- અને એક દિવસ ક્ષિતિજની કોર ઉપર સૂરજ ઊગતો હતો ત્યારે આચાર્યનો અશ્વ સાગરને કાંઠે આવીને ઊભો રહ્યો. આચાર્ય એક નૌકામાં ચડીને સાગરના પ્રવાસી બની ગયા. એમના અંતરમાં અશાંતિનો મહેરામણ ઘુઘવાટ કરતો હતો ! | બિચારો અશ્વ સાગરમાં સરતી નૌકાને જોઈ રહ્યો. લો કોએ એને પાછો વાળવા ઘણો પ્રયત્ન કર્યો, પણ એ તો એક કદમ પણ ન હઠ્યો. લોકોએ કહ્યું : ‘મિત્રતાનો ધર્મ માનવી ચૂક્યાં, પણ પશુ તો એ ધર્મ પાછળ પ્રાણ આપે છે, પેલા જતા વહાણમાં એનો અસવાર મુસાફરી કરતો લાગે છે !' વાત સાચી હતી. સરતા ને ક્ષિતિજમાં અદૃશ્ય થતા વહાણમાં એના માલિક આર્ય કાલક પ્રવાસ ખેડતા હતા ! એમણે આ દેશને તજીને પરભોમનો કેડો લીધો હતો, માત્ર એક પશુ એ કેડાને પ્રેમભાવથી નીરખી રહ્યું હતું. ઉજ્જૈનીના ઊંચા રાજમહાલય પર ચંદ્ર પોતાની કૌમુદી ઢોળી રહ્યો હતો, પણ એના અંતરભાગમાં અમાવાસ્યાનાં અંધારાં ઘૂંટાતાં હતાં. રાજા દર્પણસેનના સપ્તભૂમિકા પ્રાસાદને આજે દીપકોથી ઝળાંહળાં રવામાં આવ્યો હતો. એના ખંડેખંડ નવી નવી રીતે શણગારવામાં આવ્યા હતા. આ પ્રાસાદ એક નાની નગરી જેવો વિશાળ હતો. કેટલાય માળ, કેટલાય આવાસ, ને કેટકેટલીય ભુલભુલામણીઓ ત્યાં હતી તે કોઈ જાણતું ન હતું. એની ચોતરફની અતિવિશાળ ભૂમિમાં વિહારો, ઉપવનો, કુંજો, ગિરિનિર્ઝરો ઊભાં કરવામાં આવ્યાં હતાં. અહીંના ઇતિહાસની કેટલીક ઘટનાઓ એવી હતી કે જે ન લખવી કે ન સંભારવી જ સારી. જગત જો એ જાણે તો એ કંપી જ ઊઠે. આ રાજ પ્રાસાદની ભુલભુલામણીઓમાં નગરની છકેલી યૌવનાઓને આમંત્રવામાં આવતી, એમને સુંદર વસ્ત્રોથી અલંકૃત કરવામાં આવતી, ગરિષ્ઠ ખાદ્ય અને માદક પેયથી તૃપ્ત કરવામાં આવતી અને પછી ત્યાં નિáદ્ધ રતિક્રીડાની સંતાકૂકડીના ખેલ ખેલાતા. પુરુષમાં ત્યાં માત્ર રાજા દર્પણસેન રહેતા. આ ભુલભુલામણીમાં પ્રવેશેલી સ્ત્રી સામાન્ય રીતે સ્વયં બહાર નીકળી શકતી નહિ, મહારાજ દર્પણસેન એ વખતે સૌના રાહગીર બનતા, દરેક કુસુમકળીને સ્પર્શતા, ઇચ્છા થાય તો સુંઘતા, સુંઘીને બહાર જવા દેતા. પ્રભુના સ્પર્શમાં જેમ દોષ ન લાગે, એમ મંત્રસિદ્ધ રાજવીના સ્પર્શને ત્યાં હીન લેખવામાં ન આવતો. કેટલીક કામાતુર સુંદરીઓને આ ગમતું પણ ખરું. કેટલીક વંધ્યાઓને યં પુત્ર મળતા. કેટલીક સુંદરીઓના સ્વામીઓ વગર શ્રમે શ્રીમંત થઈ જતા. ચમત્કારિક આ પ્રાસાદ મનાતો. 242 લોખંડી ખાખનાં ફૂલ
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy