SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ છું ! હું મારો આજનો પ્રાપ્ત ધર્મ બજાવીને પાછો ન ફરું ત્યાં સુધી હે સાધુપદ ! હે ગુરુપદ ! તમે અહીં લટકતા જ રહેજો, અને મારી રાહ જોયા કરજો ! જ્યારે ધર્મની પુન:પ્રતિષ્ઠા કરીશ, ત્યારે ફરી આ મસાણને જગાડી તમને લઈ જઈશ.’ આચાર્ય ધીરે ધીરે નીચે ઊતર્યા. અંધકારમાં એક વાર ચારે તરફ નજર ફેરવી લીધી અને એ બોલ્યા : “ઓહ, પ્રકાશ ચાલ્યો ગયો; પ્રાણ પણ જાણે મૂછ પામતો જાય છે. સાધુપદ ગયું, આચાર્યપદ ગયું. હવે તો માત્ર ક્ષત્રિય કાલક જ શેષ રહ્યો છે. ઓહ ! સર્ષે પોતાનું વિષ છાંડી દીધું, અને ફૂંફાડોય ન રાખ્યો; તો માણસે એ નાગનું દોરડું કરી નાખ્યું. ખાજ ફરી ફૂંફાડો જગાવવો છે. કોઈને દેશ દેવો નથી, કોઈનો જીવ લેવો નથી, પણ સૌને ભય અને ચિંતાનું જાગરણ કરાવવું છે. બળ, સત્તા, સંપત્તિના ગુમાનના કાદવમાં મસ્ત ભંડોની સાન ઠેકાણે આણવી છે. ન્યાય, નીતિ, ધર્મ અને શીલના બુઝાતા દીપકોને ફરી સતેજ કરવા છે. ક્ષત્રિય કાલક હવે માંધાતાઓની સાન ઠેકાણે આણવા મેદાને પડે છે.' આચાર્ય કાલ કે સ્મશાનની બહાર નીકળ્યા. એ ક અઘોરી ખપ્પર કરવા ચિતાની ભસ્મમાંથી મરેલા માણસની ખોપરી ખોજતો હતો. ઓહ ! મેં પણ ખાંપણ ને ખપ્પર સાથે ગ્રહ્યાં છે ! મડદાને બાળવું એ ધર્મ ! જે રાજા ધર્મ ચૂક્યો એ મડદુ થયો. એને બાળી નાખવામાં તે હિંસા કે પુણ્ય ? ગ, બ્રાહ્મણ, સતી અને સાધુ, એ ચારની ઇજ્જત જ્યાંથી ગઈ, એ દેશ જીવતો નહિ, પણ મરેલો જ સમજવો. મસાણમાંથી કો બ્રહ્મરાક્ષસ બહાર સંચરે એમ આર્ય કાલક બહાર નીકળ્યા. એમના શ્વાસોશ્વાસમાં એક જ નાદ હતો : * શંકર જાગો ! રુદ્ર જાગો ! મહેશ જાગો! વિનાશ વરસાવો ! હે મહાજોગણીઓ ! મહી ખોપરીઓનાં ખપ્પર કરવા તૈયાર રહો!” પવનનો ઝપાટો આવ્યો. પીપળાનાં પાન હાલ્યાં. એમાં આર્ય કાલકે સરસ્વતીનું આક્રંદ સાંભળ્યું. રે, હું ભગિનીને બચાવી ના શક્યો. ૨ નામર્દ, મરી જા, ડૂબી જા. આ ચિતામાં સ્વાહા થઈ જા ! આર્ય કાલક થોડી વાર વ્યગ્ર બની રહ્યા. થોડી વારમાં ભૂતાવેશ આવે એમ ખેડા થઈ ગયા, ને જોરથી બોલ્યા : આવ્યો, ભગિની સરસ્વતી ! આ આવ્યો ! હવે વિલંબ નહીં કરું.’ અને આર્ય કાલકે ઉજ્જૈની તરફ ડગલાં ભર્યાં. અંધારી રાત સમસમ કરતી આગળ વધી. વહેલી પરોઢે પાણીદાર ઘોડા પર ચઢીને એક અસવાર ત્યાંથી નીકળ્યો. 232 લોખંડી ખાખનાં ફૂલ અવન્તિનો સુપ્રસિદ્ધ મલ્લયોદ્ધો હતો. કાલક દોડ્યા. બાળક પાસેથી રમકડું આંચકી લે એમ એની પાસેથી ઘોડો આંચકી લીધો ! ઘોડાનો માલિક આ માણસના કાંડાબળ પાસે છક થઈ ગયો. મડા જેવું મોં જોઈને જાય ભાગ્યો. કાલકે છલાંગ દીધી ને ઘોડા પર સવાર થઈને એ વહી નીકળ્યા, પણ થોડું પણ કમતાકાત નીવડ્યું; કાલકના દેહના ભારથી નમી ગયું, કાલક બોલ્યો : ‘રે ! તું ય મારા અનુયાયીઓ જેવું નમાલું નીકળ્યું ! ભાર ઉપાડવાનો ખરો વખત આવ્યો ત્યારે એ અનુયાયીઓ ગળિયા બળદ બનીને પાણીમાં બેસી ગયા. તુંય એમ કાં કરે ?' ઘોડાને બે ડફણાં માર્યો, ને ઘોડું આગળ વધ્યું. ઉષા આકાશમાં પોતાની કુમકુમ પગલીઓ પાડતી હતી અને કાલકે નગરના મોટા દરવાજામાં પ્રવેશ કર્યો. દેખાવ વિચિત્ર હતો. વહેલાં પનઘટ પર જવા નીકળેલી પનિહારીઓ છળીને પાછી ભાગી. ગામમાં ખબર આપી કે ભૂત જેવું કંઈક દરવાજે દેખાયું છે. લોકો લાકડીઓ લઈને બહાર નીકળી આવ્યા, પણ જોયું તો આચાર્ય કાલક નવા રૂપમાં અને નવા લેબાશમાં ઊભા હતા – જાણે શંકરનો કોઈ ગણ જ જોઈ લો! દેહ પર માત્ર એક જ કપડું વીંટેલું ! શાહુડીનાં પીંછાંની જેમ વાળ ઊંચા ઊઠેલા. શરીર પણ ખાખ ચોળેલી. એડધા લોકો હસી પડયા અને બોલ્યા : ‘અલ્યા, કાલક ગાંડો આવ્યો છે !' છોકરાઓ ભેગા થઈ ગયા, ને હોહા કરતાં કાંકરા ફેંકવા લાગ્યા. પણ જેની ચામડી મરેલી ઘોના ચામડા જેવી સખત બની ગઈ હોય, અને કાંકરા બિચારા શું અસર કરે ? પનઘટે જતી પનિહારીઓને કાલકે કહેવા માંડ્યું : દીકરીઓ ! શીલનું પાણી વહી ગયા પછી, ફૂટેલા ઘડામાં કૂવાનું જળ ભરવાથી શું વળશે ?' પણ કોણ આ વાણી સાંભળે ? સાંભળે તો કોણ સમજે ? લોકો હસતા ને બોલતા, ‘રે ગાંડો કાલક !' કાલકે ઘોડો આગળ ચલાવ્યો. દેવમંદિરોમાં જતી માનવમેદનીને જોઈને બોલ્યા : ‘પથરામાં પ્રાણની પ્રતિષ્ઠા કરવાની ઝંખના રાખો છો, પણ તમારા મૃતવત્ દેહમાં સાચો પ્રભુ ક્યારે પધરાવશો ?” પણ રે, આ તો ગાંડાની વાણી ! કોણ સાંભળે એને ! બધા માત્ર હસી રહ્યા ! ને વદી રહ્યા, હા, હા, કાલક ગાંડો ! પ્રતિશોધનો પાવકે 1 233
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy