SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ‘જરૂર આવજો !' રાજાએ પૂંઠ ફેરવીને વિદાય થતા આચાર્યને કહ્યું, ‘જ્યારે ઈચ્છા હોય ત્યારે બેલાશક આવજો. તમારો બનેવી હું અને તમારી એ, સૌ. બહેન સરસ્વતી નગરના સીમાડે તમારું ભાવપૂર્વક સ્વાગત કરવા સજ્જ હઈશું. હા !... હા! ... હા !... બિચારો સાળો !...” ‘રે દુખ ! વીજળીને સ્પર્શવી અને સરસ્વતીને સ્પર્શવી સમાન છે. પરમાત્મા! મહામઘની તને આણ હો !' અને આચાર્ય વેગપૂર્વક ત્યાંથી ચાલતા થયા. નગરમાં ક્યાંય ન રોકાતાં આચાર્ય ઠેઠ સ્મશાનમાં જઈને ઊભા રહ્યા. ત્યાં એક ચિતા ભડભડ બળતી હતી ! આચાર્ય જાણે એ ચિતામાં ભયંકર સર્વનાશનું ચિત્ર જોઈ રહ્યા. એક પીપળા નીચે એ બેઠા, ને ઢળી પડ્યા ! મારી પાસે ક્યાં ઓછો જાદુ છે ? એ તો સાધના કરતાં હારીને ભાગી છૂટેલો કુશિષ્ય છે, નગુરો છે !' રાજાએ ગર્વ સાથે કહ્યું. ‘રે પુરોહિતો ! રે મંત્રીઓ ! હે પ્રજાજનો ! સાંભળી લો કે રાજાના પાપમાં પ્રજાનો પણ હિસ્સો છે. પ્રજા સબળ હોય તો રાજા સ્વચ્છંદ આચરી ન શકે.” આચાર્ય ગાજી રહ્યા. | ‘ઓ પાપ અને પુણ્યની પૂંછડી ! તારી ભગિની સરસ્વતી આજ રાતે મારી શયા-ભગિની થશે. ક્ષત્રિય રાજ કુમારીને ભિખારણ બનાવનાર તને, હવે જ તારી મૂર્ખતા સમજાશે કે એક ખીલતી કળીને કચડી નાખવા તેં કેવો નાદાન પ્રયત્ન કર્યો હતો.' રાજાએ કહ્યું. બધા આચાર્યનો ઉપહાસ કરી રહ્યા. આચાર્યનો કોપાગ્નિ શત શત શિખાએ ભભૂકી ઊઠડ્યો. ‘રાજા હવે મારા છેલ્લા શબ્દો સાંભળી લે. માગણ બનીને તારે આંગણે આવ્યો હતો. તારામાં જો થોડી પણ સદ્બુદ્ધિ હોત તો તું અવશ્ય બગડેલી બાજી સુધારી લેત. પણ તારી આંખ પર સત્તાનાં, સમૃદ્ધિનાં, મંત્રબળનાં પડળ ચડ્યાં છે. તારા સેવકો, તારા સલાહકારો તારા સ્વેચ્છાચાર આગળ પૂંછડી પટપટાવનાર શ્વાન બન્યા છે. હું તો આ નગરને મરેલા માનવીનું નગર જોઈ રહ્યો છું. જ્યાંથી નીતિ, ન્યાય અને ધર્મનું દૈવત ઓલવાઈ ગયું છે !' ‘સિધાવો સાધુરાજ ! દેવતની વાત કરો છો ? દૈવત તો એટલું છે કે ઘડીના છઠ્ઠા ભાગમાં તને અત્યારે જ હણી નાખત ! પણ સાપનું વિષ ઉતારી લીધું છે, એટલે હવે એ જીવે કે મરે - તે બંને સમાન છે.” રાજાએ તિરસ્કારથી કહ્યું. | ‘અધર્મી રાજવી, મારી પ્રતિજ્ઞા સાંભળી લે.’ આચાર્યો દઢ સ્વરે કહ્યું, ‘આજ મારા કાર્ય માટે હું અહીં પ્રાણ સમર્પ દેત; કારણ કે મારે માટે જીવન કે મોત આજ સમાન બન્યાં છે. પણ તને, તારા કર્મચારીવર્ગને પાપનું પ્રક્ષાલન કરાવવા માટે, અન્યાયની સજા માટે પ્રાણ ધારણ કરવા મારા માટે અનિવાર્ય બન્યાં છે. તો સાંભળી લે મારી પ્રતિજ્ઞા...' આચાર્ય પળવાર થોભ્યા અને પછી ઉચ્ચ સ્વરે બોલ્યા : ‘અન્યાય અને અધર્મારૂપી પંકમાં ભૂંડની જેમ યથેચ્છ વિહરનારા તારા જેવા દુષ્ટ રાજાનો, તારા પુત્ર અને પરિવાર સહિત હું નાશ ન કરું તો મને બ્રહ્મહત્યા, બાલહત્યા, ધર્મહત્યા ને દેવપ્રતિમાના ખંડનનું પાતક હજો. રાજનું ! રાહ જોજે ! એક દિવસ ભારે મરતી આ ધરતીનો ભાર હું જરૂર ઉતારવા આવીશ !” અને આર્ય કાલકે રાજા તરફથી પીઠ ફેરવી લીધી.. 226 2 લોખંડી ખાખનાં ફૂલ પ્રતિજ્ઞા n 227
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy