SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જીવમાત્રને ભાઈ લેખો. હક સિવાયનું લેવાનું હરામ કરો. સાચું બોલવાનું વ્રત રાખો. હિતવચનને પ્રિયવચન સમજો.’ | ‘રે ! ઉજ્જૈનીનાં અલબેલાં નર-નારને આવી લુખી શિખામણ ? શું સાધુરામોની જમાત ખડી કરવી છે. અહીં ?' લોકોએ કહ્યું : “વાણી સિંહ જેવી પ્રતાપી છે, હૈયાં-સોંસરી નીકળી જાય છે ! ઘણા પ્રજાજનોએ ગણિકાગમન છાંડી દીધું છે. ઘણાએ પરસ્ત્રીગમન પણ છોડી દીધું એના વિના !' લટકાળી સ્ત્રીએ પેલા નરને ભોંઠો પાડ્યો. મુનિ કાલક સોંસરવી બજારે થઈને નીચી નજરે ચાલ્યા ગયા. લોકાપવાદ તેમના કાને પડ્યો, પણ એમનું ચિત્ત એમાં નથી. સંસારની બધી વાતો બધી વખતે સાંભળવાની હોતી નથી, સાંભળીને હૈયે ધારવાની હોતી નથી. સંન્યાસીને તો કેટલીક વાતો મોટી જાળમાં આવેલા નાના માછલાની જેમ સરી જવા દેવી પડે છે. - ઉજ્જૈનીના ઊંચા ગવાક્ષોમાંથી સંગીત અને નૃત્યના ઝંકાર આવ્યા કરતા હતા. આર્ય કાલકના પગલે પગલે જાગતા જયનાદો રસિકરસિકાઓના કર્ણપડલ પર અથડાયા; ને રસિકાઓ ને રસિકનરો ગવાક્ષે આવીને ઝળુંબીને આ સંન્યાસીને નીરખી રહ્યાં. જેને દરવાજે હાથી ઝૂલતા એ મહાગણિકા હસ્તિનીની હવેલી પાસેથી પણ મુનિ કાલક પસાર થયા, ત્યારે અલકા અને કલિકા પણ ત્યાં જ હતી. કલિકાએ મુનિ તરફ આંગળી ચીંધતાં કહ્યું : ‘અલકા ! તું જેને પાડવા વાત કરતી હતી તે આ જ “હા.' અલકા જવાબ આપતી આપતી બિલાડી દૂધને જોઈ રહે એમ મુનિને જોઈ રહી. ‘આવ્યો છે સિંહની જેમ, જશે શિયાળની જેમ ! કાં અલકા ?” કલિકાએ વાત આગળ વધારી. ‘હા, બિલકુલ શિયાળની જેમ જ ' અલકા વિચારમગ્ન બનીને જવાબ આપતી હોય તેમ બોલી. મુનિ કાલક ધીરે ધીરે આગળ વધતા હતા. વિલાસની આ ભૂમિ પર ધર્મ જાણે પોતાની ઉન્નત ધજા લઈને કૂચ કરતો હોય, તેમ સહુને લાગતું હતું. ધીરે ધીરે તેઓ પોતાના નિવાસસ્થાને આવી ગયા. એમણે પહેલે જ દિવસે પોતાની વાણી દ્વારા આ નગરીને જાગ્રત કરી હતી, એમણે પોતાની ભાવનાનાં વાવેતર શરૂ કર્યા હતાં. એમણે કહ્યું : “અહિંસા, સંયમ અને તપ : આ ત્રણ ધર્મના પ્રકાર છે. પ્રેમ અને ત્યાગ એ માનવજીવનનું અમૃત છે. સંસારમાં મોટો મારનાર નથી, જિવાડનાર મોટો છે. લેનાર મહાન નથી, પણ દેનાર છે. ખાનાર મોટો નથી, પણ ખવરાવનાર છે. આવા લોકો જ પૃથ્વીને સ્વર્ગ બનાવે છે.' વાહ મુનિ તારી વાણી ! મુનિ કાલક આગળ બોલ્યા : “સોનાને મિટ્ટી માનો. પરસ્ત્રીને માતા માનો. 184 1 લોખંડી ખાખનાં ફૂલ દર્પણસેન રાજવી મૂછમાં હસી રહ્યા. એમણે કહ્યું: ‘મૂર્ખ લોકો ઘર તજી સંન્યાસી બને છે, દુનિયાની દરેક સારી વાતની તેઓ નિંદા કરે છે, સુંદરતાના એ શત્રુ હોય છે. એમનો મહિમા પીવા કરતાં ઢોળવામાં વિશેષ હોય છે. પ્રેમ ખાતર, પ્રિયા ખાતર મરનાર આત્માઓની પણ એ લોકો નિંદા કરે છે.” દર્પણસેનના શબ્દોમાં તિરસ્કાર ભર્યો હતો. “અરર પ્રેમની નિંદા ? પ્રેમશહીદોની નિંદા ? એ ન ચાલે આ નગરીમાં. મહાગણિકા હસ્તિની ખાતર ચાર દિવસ પહેલાં જ બે રાજકુમારો હંદુ યુદ્ધમાં ઊતર્યા. બંને મરાયા. બંનેની ખાંભીઓ રચાણી, ને આખું નગર એને પૂજવા ઊમટ્યું હતું. આ મુનિ જ એનું ખરાબ બોલતા હતા.’ વાત કહેનારા આમ બોલતા બોલતા પાછા ફર્યા. ત્યાં સામેથી નગરનો એક આગેવાન નાગરિક આવ્યો. એણે પૂછયું, ‘મુનિ કહે છે કે મદ્યપાન ખોટું. શું સાચું છે ?' ‘મદ્ય કાયરો માટે ખોટો છે. પચાવતાં આવડે તો પીવો ને ! મદ્ય તો મર્દોની અમર સુધા છે. ખબરદાર, મદ્યાર્કની એક પણ દુકાન બંધ કરી છે તો !' | ‘કોઈ પીવા જ આવતું નથી.’ આગેવાને કહ્યું : “વેપારીઓ કહે છે કે આમાં તો સરવાળે રાજને પણ નુકસાન છે.” | ‘શહેરની સુંદર ગણિકાઓને આમંત્રો. એમના હાથે મધના પ્યારા વહેંચાવો. લોકો તૂટી પડશે.” રાજાએ કહ્યું. અરે, મૂળ જ નથી ત્યાં શાખાનું કોણ પૂછે ? ગણિકા તરફથી જ લોકો મોં ફેરવવા માંડ્યા છે. જે ગણિકાને ગૃહસ્થો પોતાને ઘેર બોલાવતા, નૃત્ય કરાવતા, પોતાનાં બાળકોને એની પાસે ભણાવતા, એ ગણિકાને ઘરેઘરમાંથી જાકારો મળવા માંડ્યો છે.’ આગેવાને કહ્યું. | ‘અરે ! આ એક અંગારો આખું લીલું વન બાળી નાખશે, લોકોનાં હર્યાભર્યા ગૃહજીવન વેરાન બનાવી મૂકશે.’ ‘એણે ગૃહિણીઓને મોંએ ચઢાવી. હવે તો ગૃહિણીઓ જ પોતાના સ્વામીઓને સિંહ કે શિયાળ ? 185
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy