SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ગઈ તિથિ જોશી વાંચતો નથી. ગઈ કાલ અંધારી હતી. તું ભલે નરને ભ્રમર બનાવે, એને સંહારે, એના રાઈ રાઈ જેવડા કકડા કરે : પણ કોઈ શીલવંતી નારીને ન છંછેડીશ ! આટલી મારી વાત જરૂર માનજે . પપ્પા ! પાપ ન કીજીએ, તો પુણ્ય કર્યું સો વાર.” “જાયું તારું ડહાપણ ! મૂરખી ! એવા લાગણીવેડામાં પડીએ તો તો આપણો નાશ જ થઈ જાય. સ્ત્રીની તને દયા આવે છે, ને પુરુષની નહિ ?” - અલકો અને કલિકામાં ભારે જામી જાત, પણ હસ્તિનીએ બંનેને સમજાવી શાંત પાડી અને સમાધાનમાં આખરે એવું ઠર્યું કે અલકાએ નરનો શિકાર કરવો, નારીની વાત પછી ! 24 સિંહ કે શિયાળ ? 0 શાત સાગરમાં એકાએક ઉફાળ આવ્યો હતો. ઉજ્જૈનીએ જેટલો આઘાત આજ અનુભવ્યો, એટલો કદી અનુભવ્યો નહોતો. અલબેલી ઉજ્જૈનીમાં મુનિ કાલકે પ્રવેશ કર્યો. તેમનાં ભગિની સાધ્વી સરસ્વતી પણ સાધ્વી સમુદાય સાથે અહીં આવીને સ્થિર થયાં હતાં. ધર્મ જાણે પોતાનો વિજયધ્વજ ધારીને કાલક રૂપે આ ભૂમિ પર આવ્યો હતો. પ્રજ્ઞા અને શીલ જાણે અવતાર ધરીને સરસ્વતી રૂપે ઉજ્જૈનીમાં આવ્યાં હતાં. તપનાં તેજનાં ભામંડળ યૌવનનો અને સંયમનો આવો મિલનયોગ તો કોઈક નરમાં કે નારીમાં નીરખવા મળતો. રાજ સંન્યાસીનો દેહ જોતાં જ મોહ વ્યાપે તેવો હતો. ઉજ્જૈનીના ધોરી માર્ગ પરથી આ તરુણ સંન્યાસી જ્યારે પસાર થયો ત્યારે નગરમાં નરનારીઓ આંખો ફાડી ફાડીને એને નિહાળી રહ્યાં. કેટલાંક બોલી ઊઠ્યાં : ‘રે ! આવા રૂડારૂપાળા ક્ષત્રિયે શા કારણે સંસારની માયા અસાર લેખી હશે ?” કોઈ લટકાળી સ્ત્રીએ એનો જવાબ વાળ્યો: ‘રે ! મનની માનેલ કોયલડી અન્યના આંબાવાડિયે જઈને બેઠી હશે; પછી તો માણસના મનને સંસાર ખારોપાટ જ લાગે ને ! આટલુંય સમજાતું નથી મારા ભાઈ ?” લટકાળી સ્ત્રીને પડખે ઊભેલો કોઈ બાંકો છેલ બોલ્યો : ‘એનું રાજ તેજ તો જરા જુઓ ! અરે ! એને તો એક નહિ પણ એકસામટી એકવીસ કોયલડીઓ આવી મળે તેમ છે.” ‘શ્રીમાન ! ત્યારે તમે હજી કોઈની સાથે દિલ લગાડ્યું લાગતું નથી. દિલની લગન એવી છે કે, જેની સાથે લાગી એની સાથે લાગી. પછી આખું જગત ખારું લાગે 182 | લોખંડી ખાખનાં ફૂલ
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy