SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સમતા - આત્માનાં શાંત પરિણામ. સમર્થ - શક્તિશાળી. સમદર્શીપણું - શત્રુ-મિત્ર, હર્ષ-શોક, નમસ્કારતિરસ્કાર આદિ ભાવ પ્રત્યે સમભાવ અથવા કોઈ પણ પદાર્થને વિષે ઇષ્ટ-અનિષ્ટ રહિતપણું રાખી, સર્વ જીવો પ્રતિ એક સરખા કલ્યાણના ભાવ સેવવા એ સમદર્શીપણું છે. સમભાવ – સર્વ માટે સમાનભાવ રાખવો, મનનાં પરિણામ ઉગ્ન થવાં ન દેવાં. સમય – કાળનું નાનામાં નાનું અવિભાજ્ય માપ તે સમય. આકાશના એક પ્રદેશથી નીકળી બીજા પ્રદેશ સુધી એક પુદ્ગલપરમાણુને મંદગતિએ જતાં જે કાળ જાય, તે કાળને એક સમય કહ્યો છે. સમ૨સપણું, યથાર્થ – સર્વ જીવ પ્રત્યે સમષ્ટિ કેળવતા જવી; અને સહુ માટે સમાનતાનો ભાવ વેદવો. તેની ઉચ્ચ કક્ષા તે યથાર્થ સમરસપણું. સમવસરણ અરિહંત પ્રભુને કેવળજ્ઞાન પ્રગટયા પછી જ્યારે જ્યારે તેમની દેશના પ્રકાશ પામવાની હોય ત્યારે ત્યારે સમિકતી દેવોને અવધિજ્ઞાનથી તેની જાણકારી આવે છે, અને દેવો પ્રભુની દેશના માટે અષ્ટપ્રતિહાર્ય સહિતના ૩૪ અતિશયો સહિત મહામંગળમય એવા સમવસરણની રચના કરે છે જેમાં બિરાજી પ્રભુ દેશના આપે છે. આ સમવસરણમાં ચતુર્વિધ સંઘ પ્રભુની દેશના સાંભળી આત્મમાર્ગે વિકાસ કરે છે. ૬૩ સમવાય - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એ પાંચ સમવાય કહેવાય છે. એ પાંચે એકબીજાને સાનુકૂળ બને ત્યારે જ કર્મોદય થાય છે કે કોઈ કાર્ય થઈ શકે છે. પરિશિષ્ટ ૧ સમાધિ - (અ) આત્મપરિણામની સ્વસ્થતા તે સમાધિ. (ભાગ - ૩) (બ) આત્માની અમુક અપેક્ષાથી અકંપિત સહજ સ્થિતિ. (ભાગ - ૪) સમાધિ, નિર્વિકલ્પ - નિર્વિકલ્પ સમાધિ જુઓ સમાધિ, બ્રહ્મચર્ય - બ્રહ્મમાં ચરવું અર્થાત્ સ્વરૂપમાં રમવું એ બ્રહ્મચર્ય. તે દશામાં વિશેષ કાળ રહેવાય તે બ્રહ્મચર્ય સમાધિ. આત્મસ્વરૂપમાં એકાગ્રતા સમાધિ, બ્રહ્મરસ - સાથેનો સમભાવ. સમાધિમરણ દેહભાવથી અલિપ્ત બની, આત્મભાવમાં રહી દેહત્યાગ કરવો તે. - સમિતિ - પ્રમાદ છોડી યત્નાપૂર્વક પ્રવર્તવું તે સમિતિ. સમિતિ પાંચ પ્રકારે છે. ઈર્યા (ઉપયોગ પૂર્વક ચાલવું), ભાષા (ઉપયોગપૂર્વક બોલવું), એષણા (ઉપયોગપૂર્વક અપ્રાસુક આહાર તથા પાણી વહોરવા નહિ), આદાન નિક્ષેપણ (વસ્ત્ર કે પાત્ર અણપૂંજી ભૂમિ પર લેવું કે મૂકવું નહિ), પ્રતિષ્ઠાપન (મળમૂત્ર અણપૂંજી જીવાકૂલ ભૂમિએ પરઠાવવું નહિ). સમુદ્દાત – વિશેષ કર્મોની નિર્જરા કરવા જીવ આત્મપ્રદેશોને શરીરની બહાર પ્રવર્તાવી,
SR No.034414
Book TitleKevali Prabhuno Sath Volume 01 to 05 Sandarbh Suchi
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2012
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy