SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ જ જેનાં અસ્થિ અને ધર્મ જ જેની મિંજા છે, ધર્મ જ જેનું લોહી છે, ધર્મ જ જેનું આમિષ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇન્દ્રિયો છે, ધર્મ જ જેનું કર્મ છે, ધર્મ જ જેનું ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઊઠવું છે, ધર્મ જ જેનું ઊભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેનો આહાર છે, ધર્મ જ જેનો વિહાર છે, ધર્મ જ જેનો નિહાર છે, ધર્મ જ જેનો વિકલ્પ છે, ધર્મ જ જેનો સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્યદેહે પરમાત્મા છે. એ દશાને શું આપણે નથી ઈચ્છતા? ઈચ્છીએ છીએ; તથાપિ પ્રમાદ અને અસત્સંગ આડે તેમાં દૃષ્ટિ નથી દેતા. આત્મભાવની વૃદ્ધિ કરજો, દેહભાવને ઘટાડજો. - શ્રીમદ રાજચંદ્ર, પત્રાંક ૧૩૦.
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy