SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા મોટા. જે કષાયોનો પૂર્ણ નાશ કરવાનો પુરુષાર્થ જીવે આઠમા ગુણસ્થાને ઉપાડયો હતો, તેમાં ઘણી સફળતા મળી હોવા છતાં પૂર્ણતાની પ્રાપ્તિ થઈ નથી, અને તે પ્રાપ્તિ માટે આગળ વધવાનું છે તે સૂચવવા આ ગુણસ્થાનને ‘અનિવૃત્તિ બાદર સંપરાય' ગુણસ્થાન તરીકે ઓળખાવ્યું છે. નામ કર્મ - ચિતારો ચિત્ર ચિતરે, તેમાં વિવિધ રંગ પૂરે, તેમ પ્રાણીને પ્રાણ ધરાવી નવા નવા આકારો, નામ, રૂપ અપાવે, ચિત્રવિચત્ર સ્વર આપે, યશ અપયશ અપાવે વગેરે રૂપે અનેક બાહ્ય રૂપ ધારણ કરાવે તે નામકર્મ કહેવાય છે. નોકષાય ચારિત્રમોહની સોળ પ્રકૃત્તિને સહાય કરનાર, ઉદ્દીપ્ત કરનાર નવ નોકષાય છે. નોકષાયની મદદથી મૂળ કષાય ઉગ્ન થાય છે. આ કષાયો તે હાસ્ય, રતિ, અતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ છે. નિકાચીત ! - જીવ જ્યારે એકનો એક ભાવ અનેકવાર કરી કર્મને એવું ઘટ્ટ અને ચીકણું બનાવે છે કે તેમાં ઉર્તન, અપવર્તન, સંક્રમણ આદિ કંઈ પણ સામાન્ય રીતે થઈ શકે નહિ, તે નિકાચીત કર્મ કહેવાય છે. આ કર્મના વિપાકને તે કર્મ જે પ્રકારે બાંધ્યું હોય તે પ્રકારે ભોગવવો પડે છે. શુભ અથવા અશુભ બંને પ્રકારનાં કર્મ નિકાચીત હોઈ શકે છે. નિગ્રહ કરવો - તત્ સંબંધી રાગદ્વેષથી છૂટવું. નિગ્રંથ - ગ્રંથિ એટલે ગાંઠ. નિગ્રંથ એટલે ગાંઠ વગરનું. જેની કર્મની ગાંઠ નીકળી ગઈ છે તે નિગ્રંથ મુનિ. નિર્જરા પૂર્વે ગ્રહણ કરેલા સર્વ કર્મો આત્માના પ્રદેશ પરથી ખપાવવાની પ્રવૃત્તિ તે નિર્જરા. નિર્જરા બે પ્રકારે છેઃ અકામ ને સકામ. નિર્જરાભાવના - જ્ઞાન અને તપ સહિત ક્રિયા કરવાથી પૂર્વે બાંધેલાં કર્મો જલદીથી ખરે છે તેમ ચિંતવવું તે નિર્જરાભાવના. - નિત્ય અભવી - જે જીવને ક્યારેય મોક્ષમાં જવાનું થતું નથી, તે નિત્ય અભવી છે. પરિશિષ્ટ ૧ નિત્યનિગોદ લોકના સહુથી નીચેના ભાગમાં નિત્યનિગોદ છે જ્યાં સાધારણકાયમાં જીવો રહ્યા છે, અને તેઓ કદિ ક્યારે પણ બહાર નીકળ્યા નથી. એક કાયમાં અનંત જીવો રહી, સાથે ઉપજે, મરે, આહાર કરે ઇત્યાદિ સરખાપણું હોય તે સાધારણકાય જીવો છે. એક વખત આ નિગોદમાંથી જીવ બહાર નીકળે ત્યાર પછી ક્યારેય એ જીવ આ નિગોદમાં જતો નથી. નિર્મમપણું - મમતારહિત સ્થિતિ. પદાર્થ પ્રતિની મમત્વ વગરની, પોતાપણા વગરની વૃત્તિ. નિર્મળતા - પવિત્રતા, શુધ્ધતા, મળ-મેલ રહિત સ્થિતિ. - નિમિત્ત - જેના કારણે જીવને ભાવાભાવ થાય તે. નિરાકાંક્ષા - આ સકિતનું બીજું અંગ(ગુણ) છે. સભ્યષ્ટિ આત્મા પરપદાર્થોથી પ્રાપ્ત થતાં સુખની આકાંક્ષા (અપેક્ષા) રહિત હોય છે તે નિરાકાંક્ષા. ૪૪૫ નિર્લેપતા - લેપાવાપણું નહિ તે, અળગાપણું કે અલિપ્તતા. નિર્વાણ વાણ એટલે શરીર. નિર્વાણ એટલે અશરીર. જીવ અનાદિકાળથી ચતુર્ગતિરૂપ -
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy