SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ જગતને કંઈ પણ લાગતું વળગતું કે લેવાદેવા નથી. એટલે તેમાંથી તેને માટે ગમે તે વિચારો બંધાય કે બોલાય, તે ભણી જવા હવે ઇચ્છા નથી. જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું; એ જ તેની સદા ઉપયોગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે ...... પૂર્વકર્મના આધારે તેનું સઘળું વિચરવું છે; એમ સમજી પરમ સંતોષ રાખજો ......... આત્માને આટલું જ પૂછવાની જરૂર છે કે જો મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પ વિકલ્પ, રાગદ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઈ બાધા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે.” “જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે ..... પરમ શાંતિપદને ઇચ્છીએ એ જ આપણો સર્વસમ્મત ધર્મ છે, અને એ જ ઇચ્છામાં ને ઇચ્છામાં તે મળી જશે ..... હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું, એ ભૂલશો નહિ.” (આંક ૩૭, આસો વદ ૨, ૧૯૪૪) કૃપાળુદેવના પરમ સખા શ્રી જૂઠાભાઈ ઉપર લખાયેલો આ પત્ર તેમની અંતરંગ વિચારણા જાણવા માટે ખૂબ ઉપયોગી છે. જૂઠાભાઈને જે જાતનો બોધ અને સમજણ તેમણે આપ્યાં છે તે પરથી આપણને સમજાય છે કે તેમણે પોતાનાં જીવનનું ધ્યેય આત્માને શુદ્ધ કરવા પ્રતિ કેંદ્રિત કર્યું હતું. અને જીવનની ધ્યેય સિદ્ધિ કરવા માટે તેમણે કીર્તિ-અપકીર્તિ, રાગદ્વેષ, સંકલ્પ-વિકલ્પ સર્વને ગૌણ કરી તે બધાથી પર થવાનો પુરુષાર્થ ઉપાડયો હતો. પ્રતિમાની શ્રદ્ધા વ્યક્ત કરવાથી તેમના પ્રતિ જે વિરોધનો વંટોળ ઊઠયો હતો, તે પ્રતિનું તેમનું વલણ ક્ષમાથી ભરપૂર અને નિસ્પૃહતાવાળું જોવા મળે છે. જે વિચારોથી નવાં કમબંધ થાય તે વિચારોથી અલિપ્ત બની તેઓ આશ્રવને તોડે છે, અને તેની સાથે સંવરની ઉપાસના કરે છે. તેમની આ વર્તનાનું પૃથક્કરણ કરવાથી આપણને સમજાય છે કે તેમનામાં ક્ષમા, માર્દવ, આદિ ગુણો ખીલતા જતા હતા, જેના થકી સમ્યક્ત્વનાં પાંચે ગુણોની અનુભૂતિ તેમનામાં વ્યક્ત થાય છે. આ પાંચ અંગો છેઃ શમ, સંવેગ, નિર્વેદ, ૨૨૬
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy