SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ કાળ થકી : ઉત્સર્પિણી – અવસર્પિણી આશ્રયી ને સાદિ સપર્યવસિત છે. નો ઉત્સર્પિણી નોઅવસર્પિણી આશ્રયીને અનાદિ અપર્યવસિત છે. ભાવ થકી : ભવસિદ્ધિયા આશ્રયીને સાદિ સપર્યવસિત છે. ક્ષયોપશમિક ભાવે અનાદિ અપર્યવસિત છે. ગમિકશ્રુત – અગમિકશ્રુત જે સૂત્રના પાઠ એક સરખા હોય તે ગમિક શ્રુત, અને જેના પાઠો એક સરખા ન હોય તે અગમિક શ્રુત છે. વિચ્છેદ ગયેલા બારમા અંગ દૃષ્ટિવાદના પાઠો - આલાવો એક સરખા હતા. આખો ગ્રંથ એક જ વૃત્તમાં હોય ઉદા.અનુષ્ટુપમાં તો તે ગમિક શ્રુત થાય. તેમાં આલાવોની વિવિધતા હોય તો તે અગમિક શ્રુત કહેવાય. અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રુત મૂળ આગમ ગ્રંથોનું શ્રુતજ્ઞાન અંગપ્રવિષ્ટ છે, તેમાં આપેલું જ્ઞાન ખૂબ આધારભૂત અને માનનીય છે. તે પરથી રચાયેલા ઉપાંગો, પ્રકરણ ગ્રંથો, આવશ્યકો અને અન્ય આત્મલક્ષી ગ્રંથો અંગબાહ્ય શ્રુતમાં સમાય છે. આ વિશે આપણે અગાઉ વિચાર્યું છે. આ બધી વિચારણા કરવાથી ફલિત થાય છે કે શ્રુતજ્ઞાનના આ ચૌદ વિભાગો વૈયક્તિક રીતે અને શાસ્ત્રરચનાને આધારે થયાં છે. તેમાં જ્ઞાન તથા અજ્ઞાન બંનેનો સમાવેશ થયેલો છે. અહીં અજ્ઞાન એટલે મિથ્યાજ્ઞાન એ અર્થ સમજવાનો છે. વળી જૈન દર્શનના આધારે શ્રુતજ્ઞાનના વીશ ભેદો પણ બતાવવામાં આવ્યા છે. તેમાં જૈન શાસ્ત્રની વિચારણાને પ્રાધાન્ય આપવા ઉપરાંત જ્ઞાનના આવિષ્કરણનું પૃથક્કરણ પણ થયેલું છે. તે પ્રકાર છે: પર્યાયશ્રુત-પર્યાયસમાસશ્રુત, અક્ષરશ્રુત-અક્ષરસમાસશ્રુત; પદશ્રુતપદસમાસશ્રુત; સંઘાતશ્રુત-સંઘાતસમાસશ્રુત; પ્રતિપત્તિશ્રુત-પ્રતિપત્તિસમાસશ્રુત; અનુયોગશ્રુત-અનુયોગસમાસશ્રુત; પ્રાભુતપ્રાભુતશ્રૃત-પ્રાકૃતપ્રાકૃતસમાસશ્રુત; પ્રાકૃતશ્રુત - પ્રાકૃતસમાસશ્રુત; વસ્તુશ્રુત - વસ્તુસમાસશ્રુત; પૂર્વશ્રુત - પૂર્વસમાસશ્રુત. ૨૦૬
SR No.034409
Book TitleKevali Prabhuno Sath Volume 01
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy