SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટકર્મ તેનાથી વિરુધ્ધ વગર પરીક્ષાએ પોતાની માન્યતાને જ દુરાગ્રહથી પકડી રાખવી, અન્ય સમક્ષ પ્રગટ કરવી, એકાંત બુદ્ધિનો જ આશ્રય રાખવો, ખોટી વાતોને જ મહત્ત્વ આપવું વગેરે મિથ્યાશ્રુતમાં સમાય છે. આવું મિથ્યાશ્રુત મિથ્યાત્વીને સંભવે છે. સાદિૠત – અનાદિૠત; સપર્યવસિત કૃત – અપર્યવસિત શ્રુત જે શ્રુતજ્ઞાનની શરૂઆત છે તે સાદિ શ્રુત, અને જેને શરૂઆત નથી તે અનાદિ શ્રત. જે જ્ઞાનનો અંત હોય તે સપર્યવસિત શ્રત. અને જેનો અંત ન હોય તે અપર્યવસિત શ્રત છે. આ ચાર વિભાગ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. આ ચારે પ્રકારમાં વ્યક્તિ અને ક્ષેત્રને લઈને ભેદ પડે છે. શ્રી તીર્થકર પ્રભુ જ્ઞાનની પ્રરૂપણા કરે અને દ્વાદશાંગીની રચના થાય તે અપેક્ષાએ શ્રુતજ્ઞાન સાદિ શ્રત છે. સમષ્ટિની દૃષ્ટિએ જ્ઞાનનો પ્રવાહ અનાદિકાળથી ચાલતો આવ્યો છે, તેથી અનાદિધૃત પણ છે. એક વ્યક્તિને કેવળજ્ઞાન થાય ત્યારે શ્રુતનો અંત થાય છે આથી સંપર્યવસિત શ્રુત છે. પરંતુ પ્રાણી સમસ્તની અપેક્ષાએ શ્રુતનો અંત નથી, તેથી તે અપર્યવસિત શ્રત પણ છે. અમુક ક્ષેત્રમાં અમુક કાળે કેવળજ્ઞાન થાય કે ન થાય, અને કેવળજ્ઞાન થાય ત્યારે શ્રુતજ્ઞાન રહેતું નથી તેથી શ્રુતના આદિ તેમજ અંતના ભેદ સ્થા છે. અમુક વિષયના જ્ઞાનને આદિ અંત હોઈ શકે, બાકી અક્ષરનો અનંતમો ભાગ સર્વ જીવને ખુલ્લો જ હોય છે, એ અપેક્ષાએ શ્રુત અનાદિ અપર્યવસિત થાય છે. તીર્થની સ્થાપના સાથે શ્રુત સાહિશ્રુત બને છે, અને તીર્થ વિચ્છેદ પામે ત્યારે તે સપર્યવસિત બને છે. આમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને શ્રુતજ્ઞાન સાદિ-સાંત, અને અનાદિઅનંત એવા ભાગમાં વહેંચાય છે. તેનો કોઠો આ પ્રમાણે કરી શકાય. દ્રવ્ય થકી : એક પુરુષ આશ્રયીને સાદિ સપર્યવસિત છે. અનેક પુરુષ આશ્રયીને અનાદિ અપર્યવસિત છે. : ભરત – ઐરાવત આશ્રયીને સાદિ સપર્યવસિત છે. મહાવિદેહ આશ્રયીને અનાદિ અપર્યવસિત છે. ક્ષેત્ર થકી ૨૦૫
SR No.034409
Book TitleKevali Prabhuno Sath Volume 01
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy